બનાસકાંઠામાં RTI હેઠળ માહિતી ન આપતા તલાટીને રૂ. 5,000નો દંડ

News18 Gujarati
Updated: April 24, 2018, 3:50 PM IST
બનાસકાંઠામાં RTI હેઠળ માહિતી ન આપતા તલાટીને રૂ. 5,000નો દંડ
માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ 500કરવાની રહેશે

માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ 500કરવાની રહેશે

  • Share this:
વડગામ:  માહિતી અધિકાર કાયદા (2005) હેઠળ અરજદારને માહિતી ન આપવા બદલ ગુજરાત માહિતી આયોગે ગ્રામ પંચાયચના તલાટી કમ મંત્રી ફલજી ચૌધરીને રૂ 5000નો દંડ ફટકાર્યો છે. ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનોસણા ગામના રહેવાસી ઉષાબેન સોંલકીએ ગ્રામ પંચાયચત પાસે માહિતી અધિકારના કાયદા અન્વયે માહિતી માંગતી અરજી કરી હતી પણ જાહેર માહિતી અધિકારી એવા તલાટી કમ મંત્રી એ નિયમ સમયમાં માહિતી આપી ન હતી. એટલે અરજદારે તાલુકા વિકાસ અધિકારી (પાલનપુર)માં અપીલ કરી હતી.

અપીલ અધિકારીએ પણ તલાટીને માહિતી આપવા માટે હુકમ કર્યો હતો આમ છતા પણ તલાટીએ અરજદારને માહિતી આપી નહોતી. આથી, અરજદારે ગુજરાતી માહિતી આયોગ (ગાંધીનગર)માં અપીલ દાખલ કરી હતી. તેમણે આ અપીલ ફેબ્રુઆરી 2018માં દાખલ કરી હતી. ગુજરાત માહિતી આયોગે 28 ફેબ્રુઆરી 2018ના રોજ વચગાળાનો હુકમ કહ્યો હતો અને તલાટી કમ મંત્રીને વીસ દિવસમાં અરજદારને માહિતી આપવા હુકમ કર્યો હતો. આયોગનો આ હુકમ હોવા છતા તલાટીએ માહિતી આપી નહોતી. આથી, અરજદારે 10 એપ્રિલ, 2018ના રોજ લેખિત ફરિયાદ આયોગને કરી હતી.

સુનાવણી દરમિયાન ગુજરાતી માહિતી આયોગે નોંધ્યુ કે, પક્ષકારોની રજુઆત અને ઉપલબ્ધ કાગળોના આધારે આયોગનું નિરીક્ષણ છે કે, નાનોસણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અરજદારને માંગ્યા મુજબની માહિતી આયોગનો વચગાળાનો હુકમ છતા પુરી પાડેલી નથી.

માહિતી અધિકાર અધિનિયમનો કલમ-20 હેઠળ સમયમર્યાદામા માહિતી પુરી પાડવામાં ન આવે તો જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ દંડનીય પગલા લેવાની જોગવાઇ છે. આયોગ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રીને સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડવા બદલ માહિતી અધિકાર અધિનિયમની કલમ-20 હેઠળ દોષિત માને છે અને રૂપિયા 5,000નો દંડ કરે છે.

માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ 500કરવાની રહે શે. આ દંડની રકમ ભરપાઇ કર્યાની પહોંચની ચલણની રકમ દિન-30માં આયોગને મોકલી આપવાની રહેશે.

 
First published: April 24, 2018, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading