સાંસદ મનસુખ વસાવાના રાજીનામાં પર ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલે આવી વાત કહી

સાંસદ મનસુખ વસાવાના રાજીનામાં પર ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલે આવી વાત કહી
સાંસદ મનસુખ વસાવાના રાજીનામાં પર ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટિલે આવી વાત કહી

બીજેપીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામાં આપી દેતા બીજેપીમાં ભૂકંપ સર્જાયો

  • Share this:
ગાંધીનગર : બીજેપીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ (Mansukh Vasava) પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પત્ર લખી રાજીનામાં આપી દેતા બીજેપીમાં ભૂકંપ સર્જાયો હતો. પાટીલ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે ત્યારે મનસુખ વસાવાની રાજીનામાં માટેની વાત કપરી કહી શકાય. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ઘી ના ઠામ માં ઘી રેડાશે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી ને કહ્યું હતું કે પક્ષે ઘણું આપ્યું છે પણ તેના કારણે પક્ષને વધારે નુકસાનના થાય તેના માટે તે રાજીનામું આપી રહ્યા છે. આગામી બજેટ સત્ર દરમિયાન તે સ્પીકર ને મળીને રાજીનામુ આપશે. આ પત્ર સામે આવતા જ ભૂકંપ સર્જાયો હતો અને તાબડતોબ બેઠકો ગોઠવાઈ હતી. પાટીલે સીએમ સાથે તત્કાળ બેઠક કરી હતી અને મનસુખ વસાવાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું.આ પણ વાંચો - રાજકોટ : લૉકડાઉનમાં બેરોજગાર બનેલા ટ્યૂશન સંચાલકે પાણીપુરીની લારી શરૂ કરી

પત્ર અંગે સી આર પાટીલે કહ્યું હતું કે મનસુખ વસાવાએ રાજીનામું નથી આપ્યું આપવાની વાત કહી છે મને પત્ર મળ્યો છે. મનસુખ વસાવાનો ઇકો સેન્સિટીવી ઝોનનો પ્રશ્ન હતો કે જે કેન્દ્ર સરકારે ઘણા વર્ષો પહેલા જ જાહેર કરી દીધો છે પણ સ્થાનિક કલેકટર દ્વારા કાચી એન્ટ્રી કરવામાં આવી છે. જેને લઈને ઘણા લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે જે ભ્રમ દૂર કરવા અમે પ્રયત્ન કરીશું. તે ખૂબ સેન્સિટિવ માણસ છે અને તે સારું કામ કરી રહ્યા છે. મને ગર્વ છે બીજેપી પાસે આવા સાંસદ છે.

પાટીલે કહ્યું તેને જો બીજી રીતે જોઈએ તો મનસુખ વસાવાની નારાજગી અંગે પાર્ટી અને સરકાર માહિતગાર હતી જ અને તેના પ્રશ્નને લઈને હવે પગલાં લેવામાં આવશે. પાર્ટીના જ કેટલાક નેતાઓ ચર્ચા કરી રહ્યા છે કે મનસુખ વસાવા અગાઉ અનેક વખત સરકાર સામે નિવેદન કરી ચૂક્યા છે. હાલમાં તેમણે પત્ર લખ્યો છે પણ તે એટલા જલ્દી માનશે નહીં પરંતુ તેને મનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે અને ઘી ના ઠામ માં ઘી રેડાશે.
Published by:Ashish Goyal
First published:December 29, 2020, 21:32 pm

ટૉપ ન્યૂઝ