રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ ડેપ્યુટેશન પર જઇ શકે છે આ સ્થાને

રાજ્યના હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ ડેપ્યુટેશન પર જઇ શકે છે આ સ્થાને
રાજ્યના આરોગ્ય વિભાગના સેક્રેટરી જયંતિ રવિએ પોસ્ટિંગ માટે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારને વિનંતી કરી હતી

રાજ્યના આરોગ્ય વિભાગના સેક્રેટરી જયંતિ રવિએ પોસ્ટિંગ માટે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારને વિનંતી કરી હતી

  • Share this:
ગાંધીનગર : રાજ્યના હેલ્થ પ્રિન્સિપલ સેક્રેટરી જયંતિ રવિ (jayanti ravi)ડેપ્યુટેશન પર પોંડીચેરી જઈ શકે છે. રાજ્યના આરોગ્ય વિભાગના સેક્રેટરી જયંતિ રવિએ પોંડીચેરી પોસ્ટિંગ માટે છેલ્લા ઘણા સમયથી રાજ્ય સરકારને વિનંતી કરી હતી. આ વિનંતી રાજ્ય સરકારે માન્ય રાખી છે અને રાજ્ય સરકારની મંજૂરી સાથેની એક દરખાસ્ત કેન્દ્ર સરકારને મંજૂરી માટે મોકલી આપી છે.

હાલ તો કેન્દ્ર સરકારની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી છે. આગામી 31 માર્ચ સુધીમા કેન્દ્ર સરકાર તરફ થી ડો. જયંતિ રવિના ડેપ્યુટેશનનો ઓર્ડર આવી શકે છે. પોંડીચેરી એક યુનિયન ટેરેટરી છે. જયાં જયંતિ રવિને પોંડીચેરી માટે 3 થી 5 વર્ષનું ડેપ્યુટેશન પોસ્ટિંગ અપાશે. અંગત કારણોસર જયંતિ રવિએ પોંડીચેરી માટે પોસ્ટીગ માંગ્યું છે જેને રાજ્ય સરકારે માન્ય રાખ્યું છે.છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી સામેની લડતમાં રાજ્યના આરોગ્ય વિભાગે સારી લડત આપી છે. જેમાં હેલ્થ સેક્રેટરી જયંતિ રવિનો પણ મહત્વનું યોગદાન રહ્યું છે. આ અગાઉ તેઓ આ જ વિભાગમાં હેલ્થ કમિશનર પણ રહી ચૂક્યા છે. સ્વચ્છ ભારત મિશન અને રૂરલ સેનિટાઇઝશનન માટે પણ નોંધનીય પ્રદાન આપ્યું છે. આ મુદ્દે તેઓ એક પુસ્તક પણ લખી ચૂક્યા છે.

આ પણ વાંચો - અમદાવાદ : કોરોના કેસ વધતા એએમસીનો મોટો નિર્ણય, આ આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા પછી ખાણી-પીણી બજાર બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે ડોક્ટર જયંતિ રવિ મુળ દક્ષિણ ભારતના છે. તેમના કેટલાક સોશિયલ કારણોને લઈને તેમણે યુનિયન ટેરિટરી પોંડીચેરી ખાતે ફરજ બજાવવા માટે ડેપ્યુટેશનની માંગણી રાજય સરકાર પાસે ઘણા સમય અગાઉ થી કરી હતી. જોકે કોરોનાની મહામારીને અનુલક્ષીને હેલ્થ સેક્રેટરીને ગુજરાત સરકાર જલ્દી છૂટા કરે તેમ ન હતા. પરંતુ હવે કોરોના મહદઅંશે નિયંત્રણમાં હોવાને લઈને હેલ્થ સેક્રેટરીને પોંડિચેરી જવા માટે રાજ્ય સરકારે છૂટ આપી છે. એટલું જ નહીં તેના મંજૂરી પત્ર સાથેની દરખાસ્ત કેન્દ્ર સરકારને પણ મોકલી આપી છે.

કેન્દ્ર સરકાર તરફથી ફાઈનલ ઓર્ડર આવે તેની રાહ જોવાઇ રહી છે. તેની સાથે જ ડોક્ટર જયંતિ રવિ તેમના વિભાગના પેન્ડીંગ કામો હવે ઝડપથી આટોપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ડોક્ટર જયંતિ રવિને ત્રણથી પાંચ વર્ષનું ડેપ્યુટેશન મળી શકે તેમ છે. પોંડીચેરી એક યુનિયન ટેરિટરી છે. સૂત્રોનું માનીયે તો પોંડીચેરીના ઓરોવિલા ફાઉન્ડેશનના સેક્રેટરી તરીકે નિમણૂક અપાય તેવી સંભાવના છે.
Published by:Ashish Goyal
First published:March 15, 2021, 22:00 pm

ટૉપ ન્યૂઝ