વિદ્યુત સહાયકોને 'દિવાળી', રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારમાં કરાયો વધારો

વિદ્યુત સહાયકોને 'દિવાળી', રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારમાં કરાયો વધારો

 • Share this:
  રાજ્ય સરકારને ફરી એકવાર ફિક્સ પગારદારો યાદ આવ્યા છે. જો કે આ વખતે રુપાણી સરકારે વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂ.2,500થી 10,450 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અસર રાજ્યના 7000 જેટલા કર્મચારીઓને થશે.

  રાજ્ય સરકારે વીજ ક્ષેત્રમાં કાર્યરત વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કર્યો છે. સરકારના આ નિર્ણયને પગલે વિવિધ વર્ગોમાં ફરજ બજાવતા અંદાજે 7000થી વધુ વિદ્યુત સહાયકોના પગારમાં વધારો થશે. વિદ્યુત સહાયકોના પગારમાં માસિક રૂ.2,500થી 10,450 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.  આ પહેલા વિધાનસભા ચૂંટણી સમયે વિદ્યુત સહાયકો સરકાર સામે મેદાને પડ્યા હતા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા વિદ્યુત સહાયકોના ફિક્સ પગારમાં વધારો કરવાને લઈ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા.

  હાલ ચાર કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસિસ્‍ટન્‍ટ, હેલ્‍પર, જુનિયર આસિસ્‍ટન્‍ટ, પ્‍લાન્‍ટ એટેડન્‍ટ(ગ્રેડ-૧), જુનિયર એન્‍જિનિયર કેડરના 7000 જેટલા કર્મચારીઓને આ લાભ મળશે.
  First published:July 17, 2018, 17:52 pm

  ટૉપ ન્યૂઝ