SSG હૉસ્પિટલ આગ : નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી તપાસ કરશે

News18 Gujarati
Updated: September 9, 2020, 8:41 PM IST
SSG હૉસ્પિટલ આગ  : નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી તપાસ કરશે
SSG હૉસ્પિટલ આગ : નાયબ મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ ચાર સદસ્યોની કમિટી તપાસ કરશે

વડોદરાની સર સયાજીરાવ હૉસ્પિટલના આઈસીયુમાં મંગળવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી

  • Share this:
ગાંધીનગર : મંગળવારના રોજ રાત્રીના સમયે સયાજી હોસ્પિટલના પહેલા માળે આવેલા કોવિડ આઇસીયુમાં આગની હોનારતને ગંભીરતા સાથે લઈને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવના દિશાસૂચન પ્રમાણે સમુચિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેના અનુસંધાને જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની અગ્રવાલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ,2005 ની કલમ 30ની જોગવાઈઓ પ્રમાણે ચાર સદસ્યોની તપાસ સમિતિની રચના કરવા હુકમ કર્યો છે.

આ સમિતિને ઘટના સ્થળની મુલાકાત લઈ, ખૂબ ઝીણવટભરી તપાસ કરી વિગતવાર અહેવાલ વહેલામાં વહેલી તકે રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરા મહાનગર પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલના વડપણ હેઠળ તેની રચના કરવામાં આવી છે. આ સમિતિના અન્ય સદસ્યોમાં જી.એમ.ઇ.આર.એસ.મેડિકલ કોલેજ, ગોત્રીના ડીન વર્ષા ગોડબોલે, આ સંસ્થાના જ એસોસિએટ પ્રાધ્યાપક(એનેસ્થેટિક) નીતા બોસ અને એમ.જી.વી.સી. એલ.,વડોદરાના અધિક્ષક ઇજનેર બી.જે.દેસાઈનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો - વડોદરા : SSG હૉસ્પિટલમાં આગને પગલે જીવ બચાવવા માટે કોરોના પોઝિટિવ દર્દીઓની ચોતરફ દોટ

વડોદરાની સર સયાજીરાવ હૉસ્પિટલના (Vadodara SSG Hospital fire) આઈસીયુમાં મંગળવારે આગ લાગવાની ઘટના સામે આવી હતી. મંગળવારે એસએસજી હોસ્પિટલમાં ક્રિટીકલ કેરમાં 150 થી વધુ દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગવાની દુર્ધટના થઇ હતી.
Published by: Ashish Goyal
First published: September 9, 2020, 8:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading