Home /News /gujarat /સ્મૃતિનો પ્રહાર, 'રાહુલ 15 વર્ષમાં ન કરી શક્યા તે મોદીએ 2.5 વર્ષમાં કરી બતાવ્યું'

સ્મૃતિનો પ્રહાર, 'રાહુલ 15 વર્ષમાં ન કરી શક્યા તે મોદીએ 2.5 વર્ષમાં કરી બતાવ્યું'

સ્મૃતિ હાલ જે પદ પર છે તે તેના માટે કદી પણ સરળ નહતું. 1998માં મિસ ઇન્ડિયા પેજન્ટમાં ભાગ લીધો. તે શોની ફાઇનલિસ્ટ રહી હતી પણ પેજન્ટ નહતી જીતી શકી. તે પછી પૈસા કમાવવા માટે સ્મૃતિએ નોકરી શોધવાની શરૂઆત કરી. તેવામાં અનેક એડ અને ફિલ્મોમાં ઓડિશન આપ્યા પણ કોઇને કોઇ કારણે તે રિજેક્ટ થતી રહીં. આ પછી ગુજરાન ચલાવવા માટે તેમણે વેટ્રેસ જેવી નોકરી પણ કરી. આ પછી મિકા સિંહના આલ્બમ સાવન મેં લગ ગઇ આગ અને બોલિયોમાં પણ તેણે કામ કર્યું. વર્ષ 2002માં આખરે તેણે નાના પડદા પર પદાર્પણ કર્યું. અને તે પછી રાજનીતિમાં અને હવે તે કેન્દ્રીય મંત્રીના પદ પર પોતાનો કાર્યભાર નિભાવી રહી છે.

સ્મૃતિ ઇરાનીએ કહ્યં કહ્યું કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં એક વાર ફક્ત ફોર્મ ભરવા અમેઠી આવે છે.

ન્યૂઝ 18 ગુજરાતી : કેન્દ્રીય કપડા મંત્રી સ્મૃતિ ઇરાનીએ પાટણમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં યોજાયેલી સભામાં સ્મૃતિએ કહ્યું હતું કે અમેઠીના સાંસદ 15 વર્ષમાં જે ન કરી શક્યા તે નરેન્દ્ર મોદીએ 2 વર્ષમાં કરી બતાવ્યું હતું. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી એવા વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં એક વાર ફક્ત ફોર્મ ભરવા અમેઠી આવે છે.

સ્મૃતિએ કહ્યું, “કોંગ્રેસના સાંસદે પોતાના સંસદીય ક્ષેત્રમાં કર્યુ નથી તે નરેન્દ્ર મોદીએ 2 વર્ષમાં કરી બતાવ્યું. અમેઠીમાં પહેલી વાર 1.5 લાખ લોકોને પોતાના ઘરમાં શૌચાલય મળ્યા છે. આજે મને મહિલા કાર્યકર્તા તરીકે કહેતા આ વાતનું ગર્વ છે કે નરેન્દ્ર મોદીએ અમેઠીની મહિલાઓને સન્માન આપ્યું છે.

આ પણ વાંચો : વટામણમાં સિદ્ધુનો પ્રહાર કહ્યું, 'વિશ્વગુરૂ બનવા નીકળ્યા હતા, ચોકીદાર બની 

જેવી રીતે નરેન્દ્ર મોદીએ વિકાસ કર્યો છે, તેના લીધે ગરીબો સ્વીકારે છે કે તેમનું દુ:ખ વડાપ્રધાન મોદી સમજે છે. કોંગ્રેસ 55 વર્ષમાં જે ન કરી શકી તે નરેન્દ્ર મોદી 5 વર્ષમાં કરી બતાવ્યું છે. રાહુલ ગાંધી એવો વ્યક્તિ છે જે પાંચ વર્ષમાં પોતાના મતક્ષેત્રમાં એક વાર પોતાના મતક્ષેત્રમાં દર્શન આપે છે. વિકાસના સંદર્ભમાં હરિફાઈ કરવી હોય તો ગુજરાતના કોઈ મતક્ષેત્ર સાથે અમેઠીની હરિફાઈ કરી લેજો. વડનગરના એક ભાઈએ કહ્યું કે હું વડનગરમાં ગયો છું ત્યાં કામ કર્યુ છે, પરંતુ અમેઠીમાં આવું તો ખાડા દેખાય છે. ”

સ્મૃતિ ઇરાનીએ ઉમેર્યુ કે “નરેન્દ્ર મોદી ગરીબોનું દુઃખ સમજે છે, જ્યારે એક ગરીબ માતા ચુલામાં રસોઈ કરે છે,ત્યારે તેના ધૂમાડાથી તે ઉધરસ ખાઈ ખાઈને પરેશના થાય છે પરંતુ તેનો અવાજ કોઈના સુધી નથી પહોંચતો પરંતુ નરેન્દ્ર ભાઈએ આ દુઃખ સમજ્યું અને 7.5 કરોડ મહિલાઓ સુધી ગેસનો ચુલો પહોંચાડ્યો છે. ગરીબોના બેન્ક ખાતા ખોલવાનું કામ હોય કે ગરીબોના કલ્યાણનું કામ આ કામ નરેન્દ્ર દામોદરદાસ મોદીએ કર્યું છે. સરકારની તીજોરીમાંથી એક રૂપિયો નીકળે અને એ આખો એક રૂપીયો નરેન્દ્ર મોદી સુધી પહોંચે છે. ”
First published:

Tags: Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019, Patan S06p03, Smriti Irani, Uttar Gujarat Loksabha Elections 2019, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી