અમદાવાદ: ટોક્યો પેરાલિમ્પિકમાં (Tokyo Paralympic) ટેબલ ટેનિસની (ક્લાસ 4) ફાઇલન મેચમાં ભારતીય મહિલા ખેલાડી ભાવિના પટેલે (Bhavina Patel) સિલ્વર મેડલ (Bhavina Patel wins silver medal) જીત્યો છે. તેમને ફાઇનલમાં ચીનનાં ખેલાડી ચાઓ ચિંગે તેમને હરાવ્યાં હતાં. આ પહેલાં શનિવારે તેમણે સેમિફાઇનલમાં ચીનનાં જ ખેલાડી ચાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. આજે આખા દેશમાંથી ભાવિના પટેલને શુભકામનો મળી રહી છે. ત્યારે પીએમ મોદીએ ભાવિના સાથે ફોન પર વાત કરીને શુભેચ્છાઓ પણ આપી છે. હાલ સોશિયલ મીડિયામાં પીએમ મોદી જ્યારે ગુજરાતનાં સીએમ હતા તે વખતની એક તસવીર ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં ભાવિના પટેલ પણ દેખાઇ રહ્યાં છે.
વર્ષ 2010ની તસવીર વાયરલ
સોશિયલ મીડિયામાં હાલ પીએમ મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તે વખતની 10 વર્ષ પહેલાની એક તસવીર ઘણી જ ચર્ચામાં છે. આ તસવીરમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પેરાઓલ્મ્પિક ખેલાડીઓ પણ દેખાય છે. જે ખેલાડીઓમાં ભાવિના પટેલ પણ વ્હીલચેરમાં બેઠેલા દેખાય છે. આ તસવીર વર્ષ 2010ની છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ભવિના પટેલની આ તસ્વીર 2010 યોજાયેલા કોમલવેથ ગેમ્સમાં ભાવિના પટેલ ગયા એ સમયની છે.
ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું, 'તેણે અમારું ગૌરવ વધાર્યું છે. અમે એમનું ભવ્ય સ્વાગત કરીશું.' આ પહેલાં પણ ભાવિના પટેલના પિતા હસમુખભાઈ પટેલે સમાચાર એજનસી એએનઆઈ સાથે વાત કરતાં કહ્યું, 'હું આજે બહુ જ ખુશ છું. ભાવિના છેલ્લાં 20 વર્ષથી ટેબલ ટેનિસ રમી રહી છે, આ એનું જ પરિણામ છે.'