Home /News /gujarat /Video: શું તમે પણ શિવલિંગ અને નંદીને પાણી પીવડાવ્યું? ગુજરાતના અનેક શહેરોમાં વાયુવેગે ફેલાઇ વાત

Video: શું તમે પણ શિવલિંગ અને નંદીને પાણી પીવડાવ્યું? ગુજરાતના અનેક શહેરોમાં વાયુવેગે ફેલાઇ વાત

વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં પાણી પીવડાવવા પહોંચ્યા હતા

Gujarat latest news: વીડિયોમા જોવા મળે છે કે, શિવલિંગ અને નંદી પાસે ચમચીથી પાણી ધરવામાં આવે તો તેઓ પાણી પી જાય છે.

અરવલ્લી: ગુજરાતના અનેક વિસ્તારોમાંથી શનિવારે એક વાત વહેતી થઇ હતી કે, મહાદેવના મંદિરમાં (Mahadev and Nandi drinks water) નંદીજી ભક્તોના હાથથી પાણી પી રહ્યા છે. અરવલ્લી અને દાહોદના પણ કેટલાક વિસ્તારોમાં મહાદેવના શિવાલયોના શિવલિંગ અને નંદી પાણી પિતા હોવાના વીડિ્યો (viral video) સામે આવ્યા હતા. આ વીડિયોમા જોવા મળે છે કે, શિવલિંગ અને નંદી પાસે ચમચીથી પાણી ધરવામાં આવે તો તેઓ પાણી પી જાય છે. આવા અનેક વીડિયો સામે આવ્યા છે. જોકે ન્યૂઝ18 ગુજરાતી આવી ઘટનાઓને સમર્થન આપતું નથી. નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલા ગણપતિ દાદા દૂધ પીએ છે તે વાત વાયુવેગે પ્રસરી જતા ઠેરઠેર લોકો ઘરે, મંદિરે ગણપતિને દૂધ પીવડાવતા હતા. શિવલિંગ દૂધ પીવે છે તેવી વાત પણ અગાઉ સામે આવી હતી.

મંદિરમાં ભક્તોની ભીડ

અરવલ્લી ઉપરાંત રાજકોટમાં પણ મોટામવા વિસ્તારમાં આવેલા કપિલેશ્વર મહાદેવ મંદિરમાં શનિવારે સાંજ પછી ભગવાન શિવજીને પ્રિય પોઠિયા દૂધ પીવે છે તેવી વાત લોકોમાં પ્રસરતા ભાવિકો મોટી સંખ્યામાં મંદિરે ઉમટયા હતા. આ અંગે પૂજારી કનૈયાલાલે મીડિયાને જણાવ્યું કે, તેમને આ વાતની ખબર ન હતી. સંધ્યા વખતે તેમને કેટલાક લોકોએ કહ્યું, પોઠિયો પાણી પીવે છે અને પછી દૂધ પીવે છે. જે બાદ આ વાત વાયુવેગે પ્રસરતા થોડી વારમાં મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા અને ચમચી ભરીને પોઠિયાને દૂધ પીવડાવ્યું હતું.

આ પણ વાંચો - જાંબુઘોડાની માવતરને લજવતી ઘટના: પુત્ર અને પૌત્રએ જમીનના ટુકડા માટે વિધવા માતાને મોતને ઘાટ ઉતારી

સોશિયલ મીડિામાં વાયરલ થતાની સાથે કુતૂહલ સર્જાયું

સુરતના પણ અલગ-અલગ વિસ્તારના શિવાલયોમાં નંદી પાણી પીતા હોવાની વાત વાયુવેગે પ્રસરતા લોકો મોટી સંખ્યામાં અને પાણી પીવડાવવા પહોંચ્યા હતા. જોકે આ ઘટના સાથે જોડાયેલા કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિામાં વાયરલ થતાની સાથે કુતૂહલ સર્જાયું છે.

આ પણ વાંચો - Child trafficking: અમદાવાદમાંથી બાળકીનું અપહરણ કરનારા નવ ઝડપાયા, બાળકીને બે લાખમાં વેચી



અનેક વીડિયો થયા વાયરલ

જોકે, આ વાત રાજ્યના અનેક વિસ્તારોમાંથી સામે આવી હતી. શિવલિંગ અને નંદીજી પાણી પીતા હોય એવા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જે બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરોમાં જઇને જાતે પાણી પીવડાવ્યું હતું. કહેવાય છે ને કે 'માનો તો શ્રદ્ધા છે એને ના માનો તોઅંધશ્રદ્ધા' અહીંયા તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ચમત્કારની વાત જે રીતે સામે આવી છે તેને લઈને લોકો મોટી સંખ્યામાં મંદિરો પર પહોંચી રહ્યા છે અને જે રીતે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે તેને લઈને હવે કુતૂહલ સર્જાયું છે. આ વચ્ચે લોકો જે રીતે મંદિર પર પહોંચી રહ્યા છે તેને લઈને શહેરમાં એક ચર્ચાનો દોર પણ શરૂ થયો છે.
First published:

Tags: Viral videos, અરવલ્લી, ગુજરાત, વાયરલ વીડિયો