'હું તમને જોઇ લઇશ' આવું કહેવું કાયદાકીય ગુનો બને ?

News18 Gujarati
Updated: February 23, 2019, 5:13 PM IST
'હું તમને જોઇ લઇશ' આવું કહેવું કાયદાકીય ગુનો બને ?
જે બાદ લક્ષ્મીપુરા પોલીસે આ ગુનામાં બંન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.

  • Share this:
પ્રાંતીજમાં અસીલને મળવા પોલીસ સ્ટેશન ગયેલા વકીલને પોલીસે ધમકીના ગુનામાં સંડોવી કોર્ટ સુધી લઇ ગયા હતા, ત્યારબાદ સમગ્ર મામલે કોર્ટમાં દલીલો થઇ, પરંતુ આ મામલે કોર્ટે કહ્યું કે માત્ર હું તમને જોઇ લઇશ આવું કહેવું ગુનો ન ગણાય.

શું છે સમગ્ર મામલો ?

માત્ર 'હું તમને જોઇ લઇશ અને હાઇકોર્ટમાં લઇ જઇશ' તેમ કહેવા માત્રથી સરકારી કામગીરીમાં દખલ થઇ હોવાનું કહી શકાય નહીં તેવી નોંધ સાથે જસ્ટિસ એ.એસ. સુપૈયાએ વકીલ સામે પ્રાંતીજ પોલીસે નોંધેલી ફરિયાદ રદ કરી દીધી છે. અસીલોને પોલીસ સ્ટેશને મળવા ગયેલા વકીલને બહાર નિકળી જવાના પોલીસનો આદેશ નહીં માનતા પોલીસે તેની સામે ફરિયાદ નોંધી ધમકી આપવી તેમજ સરકારી કામગીરીમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધી હતી.

અહીં ક્લિક કરી વાંચોઃ જેઠાલાલએ વહેંચ્યા હતાં મહેસાણાનાં લીંબુ, જાણો તે ગામનાં ખેડૂતોની વાત

પ્રાંતીજ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદના અનુસંધાને ગત 17મી મે 2017ના રોજ સરતાજમિયા સુમરા, મોઇમિયા સુમરા, ઇરફાન સુમરા અને સોહેબમિયા સુમરાની ધરપકડ કરી હતી. બપોરે ફરિયાદીએ આવી લોકઅપમાં પૂરાયેલા આરોપીઓ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. તેમને લોકઅપ નજીકથી ખસી જવા માટે કોન્સ્ટેબલે કહ્યું હતું. જો કે મોહંમદ મોહસીને તેમને ઊંચા અવાજે કહ્યું હતુું કે, તે વકીલ છે અને અહીં સમાજ સેવા કરી રહ્યો છે. જે બાદ પીઆઇએ મોહસીન સામે ફરિયાદ નોંધી સરકારી કામગીરીમાં રૂકાવટ હેઠળનો કેસ નોંધ્યો હતો.

અરજદાર તરફે એડવોકેટ આઇ.એચ. સૈયદે એવી રજૂઆત કરાઇ હતીકે, તેઓ વકીલ હતા. પોલીસે 10 વાગે આરોપીઓની ધરપકડ કરી અને 3.35 સુધી તેમની સામે કોઇ એફઆઇઆર કરી ન હતી. તેમના મૂળભૂત બંધારણીય અધિકારોના રક્ષણ માટે રજૂઆત કરવા તેઓ ત્યાં ગયા હતા. પોતાના અસીલને કાનૂની સલાહ આપતા અટકાવે તેવો કોઇ કાયદો નથી. તેને જ લોકઅપમાં નાખી દેવો તે તેના મૂળભૂત અધિકારના ભંગ સમાન છે. હાલના કેસમાં પોલીસે આઇપીસીની કલમ 186, 189 અને 506(1) હેઠળ ફરિયાદ નોંધી હતી. જેમાં આઇપીસી 186 જાહેર સેવકની કામગીરીમાં દખલ કરવાનો ગુનો હતો. જ્યારે આઇપીસી 189 જાહેર સેવકને ધમકી આપવા હેઠળ ગુનો બને છે.પોલીસ દ્વારા લગાવવામાં આવેલી આઇપીસીની કલમ 506માં પણ જ્યારે ભોગ બનનારને એમ લાગે કે ધમકી આપનાર વ્યક્તિ ગેરકાયદેસર રીતે તેને કોઇ ઇજા કરનાર છે. આમ સંપૂર્ણ રીતે આ બાબત સ્પષ્ટ નહી થતાં આ કેસમાં ફરિયાદ રદ્ કરવામાં આવે છે.

સુપ્રીમના ચુકાદાઓને ટાંકીને હાઇકોર્ટે ધમકી આપ્યાની વ્યાખ્યા આ કેસમાં સ્પષ્ટ કરી હતી. જેમાં કોઇ વ્યક્તિને ધમકી આપવામાં આવે ત્યારે ભોગ બનનારને એ સ્પષ્ટ થવું જોઇએ કે, આરોપીના કોઇ કૃત્યથી તેને શારીરિક, માનસિક પ્રતિષ્ઠાને ઇજા પહોંચે તેમ હોવાનું સ્પષ્ટ થવું જોઇએ.
First published: February 23, 2019, 5:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading