Home /News /gujarat /

અરવલ્લીના સંજયની સંજયદ્રષ્ટીથી ચાર વર્ષના ભૂલકાનો જીવ બચ્યો

અરવલ્લીના સંજયની સંજયદ્રષ્ટીથી ચાર વર્ષના ભૂલકાનો જીવ બચ્યો

અરવલ્લીના સંજયની સંજયદષ્ટીથી ચાર વર્ષના ભૂલકાનો જીવ બચ્યો

અરવલ્લીના હેલ્થ વર્કર સંજય સુપર સ્પ્રેડરોને સામાજીક અંતરની સમજ આપી કોરોનાથી બચાવે છે

  હાર્દિક પટેલ, અરવલ્લી : હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે અને આની સમજ જયારે લોકોમાં હોય તો જ કોરોના પોતાના ગામમાં કે ઘરમાં પ્રવેશી શકશે નહીં. આવી સીધી સાધી સરળ ભાષામાં ગામલોકોને સમજવાનું કામ કરે છે અરવલ્લીન હેલ્થ વર્કર સંજયભાઇ બારોટ કરે છે.

  અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ ભિલોડાના ગ્રામ્યમાં આવતા ગામલોકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે આરોગ્ય વિભાગની આઇ.ઇ.સી શાખા અંતર્ગત લોકજાગૃતિનું કામ કરાતું હોય છે. આવા જ આઇઇસી કાર્યકર સંજયભાઇ બારોટ ભિલોડાના શાકભાજી ફેરીયાઓને હેલ્થ સ્ક્રિનિંગની સાથે સોશ્યિલ ડિસ્ટનસિંગની સમજ આપે છે.

  આ અંગે વાત કરતા સંજયભાઇ બારોટ કહે છે કે કોરોનાથી બચવા તેની જાણકારી હોવી જરૂરી છે. તેથી અમે લોકોને ઇર્ફોમેશન- એજ્યુકેશન- કોમ્યુનિકેશન (IEC) કરવાનું કામ કરીએ છીએ. આમ તો મારી કામગીરી કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા વાંસળી સબ સેન્ટરમાં છે, પરંતુ ભિલોડા તાલુકામાં કોરોનાનો વ્યાપ વધતા તાલુકા હેલ્થ સેન્ટરમાં ફરજ સોંપાઇ છે. જેમ અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર સાબિત થયા તો અમે સૌથી પહેલા ભિલોડા બજાર વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓનું થર્મલ ગનથી હેલ્થ સ્ક્રિનિંગ કર્યુ હતું. તેની સાથે આ લોકોને ફરજીયાત માસ્ક અને હેન્ડ ગ્લોવોઝ ધારણ કરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનુ ચુસ્ત પાલન થાય તે માટે સમજ આપી હતી.

  આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 367 પોઝિટિવ કેસ નોંધાયા, 24 કલાકમાં 22 દર્દીના મોત

  આની સાથે અમે જયાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી કચેરી કાર્યરત હતી અને લોકોની અવર-જવર વધુ હતી તેવી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વીજ અને પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ સ્ટાફનું હેલ્થ ચેકઅપ સાથે કોરોનાની જાણકારી, આ ઉપરાંત દુકાનો, મેડિકલ સ્ટોર, પેટ્રોલ પંપ કામ કરતા લોકો અને દૂધ વિક્રેતા મળી 1500થી વધારે લોકોનું આરોગ્યની ચકાસણી અને કોરોના વાયરસ અંગે જાગૃત કર્યા છે.

  કોરોનાના કપરા કાળમાં કાળજુ કંપાવી દે તેવી વાત કરતા સંજયભાઇ કહે છે કે, શામળાજી નજીક અન્ય રાજયમાંથી ખોદકામની છૂટક મજૂરી કરવા આવેલા એક પરીવારને નાની દીકરી અચાનક જ મોતને ભેટી, મને ખબર પડતા હું ઘટના સ્થળે પહોંચ્યો હતો. દીકરીને ઓરીની અસરથી ગંભીર બીમારીની ભોગ બની હતી. તો તેની સાથે રહેતા ચાર વર્ષના નાના ભૂલકાને પણ ચેપ લાગ્યો હતો તો પળનોય વિલંબ કર્યા વિના 108 મારફતે ભિલોડા સારવાર અર્થે લવાયા જયાં સ્થિતિ ગંભીર જણાતા હિંમતનગર રીફર કરવાની નોબત આવી તો ત્યાં લઇ જવાના પૈસા ન હતા તો પોતાના ખિસ્સાના પૈસા આપી તેમને મોકલી આપ્યા, ત્યારે બે દિવસ બાદ નાના ભૂલકાના પિતાનો ફોન આવ્યો કે સાહેબ મારી દીકરી તો મે ખોઇ પણ તમારા લીધે મારો ટેણીયો બચી ગયો છે. તેની ખુશીના બે શબ્દો મારા માટે જીવનના શ્રેષ્ઠતાનું પુણ્ય કમાયા સમાન હતું.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Aravalli, Coronavirus, ગુજરાત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन