Home /News /gujarat /

સાબરકાંઠાના આ રાજકીય અગ્રણીઓ કરશે મતદાન, 2381 મથકો પર મતદાન માટે તંત્ર સજ્જ

સાબરકાંઠાના આ રાજકીય અગ્રણીઓ કરશે મતદાન, 2381 મથકો પર મતદાન માટે તંત્ર સજ્જ

#ButtonDabaoDeshBanao

જિલ્લાના 2381 મથકો પર મતદાન થશે. મતદાન કેન્દ્રો પર 5400 બેલેટ યુનિટ અને 3,000 વીવીપેટ ઉપયોગમાં લેવાયા છે તો જિલ્લામાં 28000 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ભાગ લેશે.

    ઈશાન પરમાર, સાબરકાંઠા : આજે સવારે 7.00 વાગ્યાથી ચૂંટણીનું મતદાન શરૂ થઈ જશે. રાજ્યનું ચૂંટણી તંત્ર મતદાન પ્રક્રિયા માટે સજ્જ છે. વાત કરીએ રાજ્યના ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક માટે આજે દિવસ દરમિયાન જુદા જુદા રાજકીય અગ્રણીઓ મતદાન કરશે. ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના 2381 મતદાન મથકો પર વોટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

    સાબરકાંઠામાં આજે દિવ- દમણના પ્રસાશક પ્રફુલ પટેલ સવારે 8.00 વાગ્યે હિંમતનગર પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલી શાળામાં મતદાન કરશે તો વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા ઈડર પાસેની પ્રાથમિક શાળામાં મતદાન કરશે. સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર દિપસિંહ સવારે 7.30 વાગ્યે પ્રાંતિજની ભાગપુર પ્રાથમિક શાળામાં મતદાન કરપશે તો ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા સવારે 7.300 વાગ્યે હિંમતનગર ખાતે આવેલી મહાવીર ચોકડી ખાતે મતદાન કરશે. પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર આઠ વાગ્યે મતદાન કરશે.

    ચૂંટણી માટે સાબરકાંઠા જિલ્લા પ્રસાશન સજ્જ છે. આજે જિલ્લાના 2381 મથકો પર મતદાન થશે. મતદાન કેન્દ્રો પર 5400 બેલેટ યુનિટ અને 3,000 વીવીપેટ ઉપયોગમાં લેવાયા છે તો જિલ્લામાં 28000 કર્મચારીઓ ચૂંટણી કામગીરીમાં ભાગ લેશે. જિલ્લાના 35 મતદાન મથકો મહિલા સંચાલિત છે, દિવ્યાંગો માટે 477 વ્હિલ ચેર અને અને 216 સહાયકો મૂકાયા છે તો પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે 1907 બ્રેઇલ વોટર સ્લીપ અપાઈ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat Loksabha Elections 2019, Loksabha elections 2019, Uttar Gujarat Loksabha Elections 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन