સાબરકાંઠાના ખેડૂતોને દિલ્હીના આંદોલનથી થઇ રહ્યું છે લાખોનું નુકસાન, તો પણ કરી રહ્યા છે સમર્થન

આ વાલોળ તમામ ખેડુતો માટે આશીર્વાદરૂપ નીવળી હોય તેવુ આ ગામના ખેડુતોને લાગી રહ્યુ છે.

આ વાલોળ તમામ ખેડુતો માટે આશીર્વાદરૂપ નીવળી હોય તેવુ આ ગામના ખેડુતોને લાગી રહ્યુ છે.

 • Share this:
  ઈશાન પરમાર, સાબરકાંઠા : જીલ્લાનુ એક એવુ ગામ છે કે, જે વાલોળ નામની શાકભાજીમાંથી વધુ ઉત્પાદન મેળવે છે આ ગામમાં તમામ ખેડુતો ખાસ કરીને વાલોળની ખેતી કરે છે. આ ખેતીથી સીઝન દરમીયાન 10થી 12 કરોડ રૂપિયા મેળવે છે પરંતુ દિલ્હીમાં આંદોલનને લઈને આ ખેડુતોનો પાક ન પહોચતા ભારે નુકશાન જોવા મળ્યુ છે..

  સાબરકાંઠા જીલ્લાનો વડાલી તાલુકો કે જે, વાલોડનુ હબ ગણાય છે. કેસરગંજ, ભંડવાલ સહિતના અન્ય ગામોના તમામ ખેતરમાં તમને વાલોળની ખેતી જજોવા મળશે. આ વાલોળ તમામ ખેડુતો માટે આશીર્વાદરૂપ નીવળી હોય તેવુ આ ગામના ખેડુતોને લાગી રહ્યુ છે. આમ તો વડાલી તાલુકો શાકભાજીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે પણ, વાલોળના ઉત્પાદન માંટેતો હબ ગણાય છે. આ કેશરગંજ ગામ કે જ્યા 200 ખેડુતો વાલોડ અને શાકભાજીની ખેતી કરે છે અને આ ગામ છેલ્લા 20 એક વર્ષથી ખેતીમાં મુખ્યપાક તરીકે વાલોળનું જ ઉત્પાદન લેવામાં આવે છે. આ વાલોળને લઈ ગામનો પ્રત્યેક ખેડૂત સીઝનનું 4 થઈ 5 લાખ કરતા પણ વધુ ઉત્પાદન લેતા હોય છે.  તો આ કેસરગંજ ગામના તમામ ખેડુતો દર સીઝને 10 થી 12 કરોડ ફક્ત વાલોળના પાકમાંથી જ લેતા હોય છે. પરંતુ છેલ્લા 5 દિવસથી ભાવમાં ભારે ઘટાડો થયો છે અને એનુ મુખ્ય કારણ છે દિલ્હી ખેડુત આંદોલન.કારણ કે, તમામ બોર્ડર બંધ છે અને દિલ્હી જતી બોર્ડર પણ બંધ હોવાથી ત્યાં પાક જતો નથી જેના કારણે ભારે નુકશાન થઈ રહ્યુ છે.

  ખેડૂતોને 7/12ની નકલમાં નામ રાખવું હોય તો 8/12ના ભારત બંધને સમર્થન આપો : કૉંગ્રેસ

  કેસરગંજના ખેડૂત, હરેશ પટેલના જણાવ્યા પ્રમાણે, આમ તો જે ભાવ પહેલા 20 કિલોના 800 થી 1000 સુધીના હતા તેના ભાવ હાલમાં 120થી 180 રૂપિયા પ્રતિ 20 કિલોએ થઈ ગયા છે અને ભાવમાં ઘટાડો થયો છે. તો પણ અમે 8 તારીખના બંધને સમર્થન આપીશુ અને અમે બંધમાં જોડાઇશું.  આમ તો કેસરગંજ ગામની વાત કરીએ તો ગામમાં 300 હેક્ટર તો માત્ર વાલોળની ખેતી કરાઈ છે તો ગામના ખેતરોમાં 600 જેટલા વાલોળના માંડવા બનાવવામાં આવ્યા છે. પરંતુ દિલ્હી આંદોલનના કારણે દરેક ખેડુતને આશરે 50 હજારનુ નુકશાન જોવા મળ્યુ છે.

  રાજ્ય સરકારે નિયમ બદલ્યો, ટ્રાફિક દંડ હવે વાહન માલિક પાસેથી નહીં પરંતુ ચાલક પાસેથી લેવાશે

  આમ તો દરરોજની આવક 8 થી 10 લાખ રૂપિયા ગામની છે જે ઘટીને હાલ તો 1 થી 2 લાખ રૂપિયા થઈ ગઈ છે પરંતુ આ ગામના ખેડુતો હાલ તો દિલ્હીના ખેડુતોને ભારે સમર્થન આપી રહ્યા છે અને આવનાર 8 તારીખે તમામ ખેડુતો બંધમાં પણ જોડાવાનુ જણાવી રહ્યા છે.

  આમ તો ખેડુતો બાગાયત ખેતી તરફ વળ્યા છે અને ઉત્પાદન અને આર્થિક રીતે પણ ખેડુતોને ફાયદો થઈ રહ્યો છે પરંતુ દિલ્હી આદોલનને લઈને હાલમાં બોર્ડર બંધ હોવાથી ખેડુતોને પ્રતિદિન ભારે નુકશાન જોવા મળ્યુ છે છતાય આ ખેડુતો દિલ્હીમાં આંદોલન કરી રહેલા ખેડુતોના સમર્થનમાં જ છે.
  Published by:Kaushal Pancholi
  First published: