સાબરકાંઠા: પ્રેમસંબંધમાં ખેલાયો હતો ખૂની ખેલ, 6 આરોપીઓને મળી આજીવન કેદની સજા

ડા ચાર વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યાના હત્યારાઓને આજીવન કેદની સજા મળતા પરિવારજનોને પણ આખરે ન્યાય મળ્યો છે.

ડા ચાર વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યાના હત્યારાઓને આજીવન કેદની સજા મળતા પરિવારજનોને પણ આખરે ન્યાય મળ્યો છે.

 • Share this:
  ઈશાન પરમાર, ઈડર: સાડા ચારેક વર્ષ અગાઉ ઇડરના ઢીંચણીયાના 6 શખ્સોએ ગોરલમાં ડાયરો જોઇને મોડી રાત્રે પરત ફરતા 23 વર્ષીય યુવકને પેટ અને પીઠના ભાગે ચપ્પા ઝીંકી રહેંસી નાખવાના ચકચારી પ્રકરણમાં ઇડર એડિશનલ સેશન્સ ન્યાયધીશે તમામ 6 આરોપીઓને હત્યા સહિતના ગુનામાં 31 સાક્ષીઓની જુબાની અને 49 જેટલા દસ્તાવેજી પૂરાવાને નજર સમક્ષ રાખી તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આ આ કેસ  ઇડર સેશન્સ કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલે રજૂ કરેલ સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજી પૂરાવાને નજર સમક્ષ રાખી ઇડર એડિશનલ સેશન્સ ન્યાયધીશે 6 આરોપીઓને 302, 307, 143, 149 સહિતના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદ અને તમામને રૂ. 5-5 હજારનો દંડ ફટકાર્યો હતો.

  સાબરકાંઠાના ઈડરના ઢીંચણીયાના સનીબેન 7 નવેમ્બર 2016ની સાંજે સાતેક વાગ્યાના સુમારે તેમના ભાણા વિનોદભાઇ પોપટભાઇ વડેરા તથા તેની બહેન સુરેખાબેન પોપટભાઇ વડેરા અને ગામના અન્ય માણસો સાથે ડાયરો જોવા ગોરલ ગયા હતા અને રાત્રે 11 વાગ્યે ચાલતા પરત નીકળ્યા હતા. તે દરમિયાન ગોરલની ડેરી નજીક વિનોદભાઇ પાછળ આવી રહ્યા હતા. તેમણે બૂમ પાડતા સનીબેને પાછુ વળીને જોતા ઢીંચણીયાનો નાનજીભાઇ ઉર્ફે કૂડો માવજીભાઇ લટા તથા પાંચેક અન્ય શખ્સોએ વિનોદભાઇને પકડી લીધો હતો. જે બાદ નાનજીભાઇ ઉર્ફે કૂડોએ ચપ્પાથી વિનોદભાઇને ઘા ઝીંકવા શરૂ કર્યા હતા.

  રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2640 કેસ, અમદાવાદ, સુરતની સ્થિતિ ચિંતાજનક

  સનીબેન તેમના ભાણીયાને બચાવવા વચ્ચે પડતા તેમના મોઢાના અને પીઠના ભાગે ચપ્પાના ઘા માર્યા હતા દરમિયાન વિનોદભાઇ ભાગવા જતા આ શખ્સોએ પકડી લઇ ફરીથી નાનજી ઉર્ફે કૂડાએ પેટ અને પીઠના ભાગે ચપ્પાના ઘા ઝીંકી દેતા વિનોદભાઇ લોહી લુહાણ હાલતમાં ફસડાઇ પડ્યા હતા. ઢીંચણીયાનો નાનજી ઉર્ફે કૂડો વર્ષ 2015માં વિનોદભાઇની સંબંધીને પ્રેમસંબંધમાં ભગાડી ગયો હતો અને યુવતી થોડા સમય પછી રણોદરા પરત આવતી રહી હતી.  નાનજી અવારનવાર મળવા આવતો હતો.

  દુનિયાની આ મોટી સેલિબ્રિટીઝ ધર્મ બદલી બન્યા હિન્દૂ

  જે વિનોદભાઇને ગમતું ન હોવાથી 31 ઓક્ટોમ્બર 2016ના રોજ બેસતા વર્ષના દિવસે નાનજી રણોદરા આવતા વિનોદભાઇ સાથે બોલાચાલી થઇ હતી જેની અદાવત રાખી 7 નવેમ્બર 2016 નારોજ વિનોદભાઇ લટાની હત્યા કરવાના કાવતરાને અંજામ અપાયો હતો. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં છ સામે હત્યાની ફરિયાદ નોધાઇ  હતી.

  ઇડરના મદદનીશ સરકારી વકીલ, નિકેશ બારોટના જણાવ્યા પ્રમાણે, સાડા ચાર વર્ષ પહેલા થયેલી યુવાનની હત્યાના હત્યારાઓને આજીવન કેદની સજા મળતા પરિવારજનોને પણ આખરે ન્યાય મળ્યો છે. હાલ તમામ લોકોને જેલમાં મોકલી અપાયા છે.  કોને આજીવન કેદની સજા

  -નાનજી ઉર્ફે માવજીભાઇ ખેમાભાઇ લટા
  -લાલજીભાઇ માવજીભાઇ ખેમાભાઇ લટા
  -દિનેશભાઇ ચંદુભાઇ કાવજીભાઇ ગામેતી
  -પ્રવિણભાઇ ઉર્ફે પરેશભાઇ કાન્તીભાઇ કાવડાભાઇ ગામેતી
  - લાલજીભાઇ જીતેન્દ્રભાઇ ચંદુભાઇ સાંજાભાઇ બળેવીયા
  -રાજુભાઇ વજાભાઇ હરજીભાઇ નિનામા
  (તમામ રહે. ઢીંચણીયા તા. ઇડર)
  Published by:Kaushal Pancholi
  First published: