Home /News /gujarat /

ગાંધીનગર : રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન અંગે રિવ્યૂ મિટિંગ યોજાઇ

ગાંધીનગર : રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન અંગે રિવ્યૂ મિટિંગ યોજાઇ

પ્રતિકાત્મક તસવીર

રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની (Honey) મિશન એ ભારત સરકારનો 500 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે

  ગાંધીનગર : ભારત સરકારના અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની (Honey) મિશન અંતર્ગત ભારતના કૃષિ અને સહકારીતા  મંત્રાલયના અધિક સચિવ ડૉ. એ.લિખીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના ક્ષેત્રીય સહકારી પ્રબંધ સંસ્થાન ખાતે રિવ્યૂ મિટિંગ યોજાઇ હતી. જેમાં એન.ડી.ડી.બી., બનાસ ડેરી તેમજ હની ટેસ્ટીંગ ફેસિલીટી, આણંદ દ્વારા વિવિધ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.

  રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની (Honey) મિશન એ ભારત સરકારનો 500 કરોડ રૂપિયાના મૂડીરોકાણ સાથેનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે તેમજ કેન્દ્ર સરકાર મધમાખી ઉછેરની આ હની વેલ્યુ ચેઇનને મજબૂત કરવા અમૂલની તર્જ પર સમગ્ર ભારતમાં 100 જેટલા કલસ્ટર ઉભા કરવા માંગે છે. જેના અનુસંધાને યોજાયેલી આ બેઠકમાં એન.ડી.ડી.બી. દ્વારા આ હની વેલ્યુ ચેઇન અંતર્ગત દેશભરમાં 26 કલસ્ટર ઉભા કરવા માટેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ. જ્યારે બનાસડેરી દ્વારા પણ તેના કૃષિ પશુપાલકો દ્વારા ‘બનાસ હની’નું ઉત્પાદન, પ્રોસેસિંગ અને માર્કેટીંગ શરૂ કરવા અંગેની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

  આ પણ વાંચો - ગાંધીનગર : આઇપીએસ ઓફિસરોની બદલીઓ ટળી, સારી જગ્યાએ પોસ્ટિંગ માટે જોવી પડશે રાહ

  આ ઉપરાંત હની ટેસ્ટિંગ ફેસિલીટી આણંદ દ્વારા પણ FSSAIના માપદંડો અનુસાર મધની શુદ્ધતા અને ગુણવત્તાની ચકાસણીને લગતુ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યુ હતુ. આ તકે અધિક સચિવ ડૉ. લિખીએ મધની ગુણવત્તા, બ્રાન્ડીંગ તેમજ માર્કેટીંગના કામ સાથે સંકળાયેલી વિવિધ એજન્સીઓના કામમાં એકસૂત્રતા લાવવા પર ભાર મૂક્યો હતો તેમજ રાજ્યમાં સ્થિત વિવિધ એકમોને પણ સહભાગી થઇ આ મિશનને સફળતા અપાવવા અનુરોધ કર્યો હતો.

  બેઠકમાં ઉપસ્થિત મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાયેલા આંત્રપ્રિન્યોર દ્વારા મધના પ્રોસેસિંગ અને ટેસ્ટિંગ માટે આવશ્યક સુધારા પણ સૂચવવામાં આવ્યા હતા. આ રિવ્યૂ મિટિંગમાં નાફેડ, એન.ડી.ડી.બી., TRIFED ઉપરાંત નાબાર્ડ, એન.સી.ડી.સી. સહિતના વિવિધ એકમો તેમજ બનાસડેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Honey, Honey Mission, ગાંધીનગર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन