પેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી


Updated: July 3, 2020, 10:25 PM IST
પેટા ચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી
પેટાચૂંટણી માટે કોંગ્રેસ એક્શનમાં, વિધાનસભા બેઠક દીઠ સિનિયર નેતાઓને સોંપાઇ જવાબદારી

રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા પેટા ચૂંટણી યોજાશે

  • Share this:
ગાંધીનગર : વિધાનસભાના પેટા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. રાજ્યસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના આઠ ધારાસભ્યએ રાજીનામાં આપી દેતા આઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. આઠ પેટા ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં આવી ગયો છે. 8 બેઠક પર કોંગ્રેસ પક્ષે 2017ની ચૂંટણીમાં પોતાનો પંજો જમાવ્યો હતો પરંતુ 2020ની રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામા ધરી આપ્યા હતા. કોંગ્રેસ પક્ષે પેટા ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઠ બેઠક માટે ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની નિમણૂક કરી દેવામાં આવી છે.

અબડાસા- સી જે ચાવડા, લીંબડી- જગદીશ ઠાકોર, મોરબી- અર્જુન મોઢવાડિયા, ધારી- પૂંજાભાઈ વંશ, ગઢડા- શૈલેષ પરમાર, કરજણ- સિદ્ધાર્થ પટેલ, ડાંગ- ગૌરવ પંડ્યા, કપરાડા- તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો - પિરાણા ડમ્પિંગ સાઇટ ભુતકાળ બનશે, વિશાળ કાય કચરાના પહાડનો થઇ રહ્યો છે નિકાલ

કોંગ્રેસ પક્ષ પોતાની આઠ બેઠક જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવશે. તમામ સિનિયર નેતાઓ અને ધારાસભ્યોને બેઠક દીઠ અલગ-અલગ જવાબદારી સોંપવામાં આવી છે.

રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસનો હાથ છોડી ગયેલા પાંચ ધારાસભ્યએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આથી એંધાણ વર્તાઈ રહ્યા છે કે આ પાંચ નેતાઓની ભાજપની ટિકિટો નક્કી મનાય છે. ત્યારે જોવાનું રહેશે કે કોંગ્રેસ પોતાની આઠ બેઠક જાળવી રાખશે કે પછી ભાજપને જેટલી બેઠકો મળે તેટલો વકરો એટલો નફો મનાઇ રહ્યું છે. આમ વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યોની સંખ્યા ઘટી રહી છે અને ભાજપના સભ્યોની સંખ્યા 2017 વિધાનસભાની ચૂંટણી બાદ વધી રહી છે.
First published: July 3, 2020, 10:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading