Home /News /gujarat /હિંમતનગરમાં ફરી હિંસા ભડકી: ભયનો માહોલ વચ્ચે લોકોએ સામાન સાથે શરૂ કરી હિજરતની તૈયારી

હિંમતનગરમાં ફરી હિંસા ભડકી: ભયનો માહોલ વચ્ચે લોકોએ સામાન સાથે શરૂ કરી હિજરતની તૈયારી

સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જેના કારણે તેઓ પોતાનો સામાન લઇને સ્થળાંતરીત થઇ રહ્યા છે. (તસવીર- નવીન ઝા)

Gujarat latest News: પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે 6 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ સાથે 100 લોકોના ટોળા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

Ram Navami clashes: હિંમતનગર : રવિવારે રામનવમી નિમિત્તે હિંમતનગરના (Ram Navami clashes in Gujarat) છાપરીયા ગામે નીકળેલી શોભાયાત્રા પર પથ્થમારો થયો હતો. જે બાદ સોમવારે દિવસ દરમિયાન આજંપાભરી શાંતિ જોવા મળી હતી. ત્યારે હિંમતનગરમાં સોમવારે મોડી રાતે ફરી એકવાર હિંસા ભડકી હતી. હિંમતનગરમાં રાત્રે વણઝારા વાસ અને હસનનગર વિસ્તારમાં હિંસા (Riots in Himatnagar) ભડકી હતી. બંને વિસ્તારમાં જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તો હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બોટલો ફેંકવામાં આવ્યા હોવાની આશંકા છે.

સ્થાનિકોએ હિજરતની કરી તૈયારી

આ હિંસા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે (Himatnagar) પહોંચ્યો હતો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે 6 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. આ સાથે 100 લોકોના ટોળા સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ વારંવારના હુમલાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. જેના કારણે તેઓ પોતાનો સામાન લઇને સ્થળાંતરીત થવાની તૈયારી કરી દીધી છે. તેઓ પોતાની ઘરવખરી અને જરૂરી સામાન લઇને અન્ય જગ્યાએ જવા મજબૂર બન્યા છે. પરંતુ પોલીસની ટીમ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે.

સ્થાનિકો સામાન લઇને સ્થળાંતરીત થઇ રહ્યા છે. (તસવીર- નવીન ઝા)


સ્થાનિકોમાં ભયનો માહોલ

મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના હિંમતનગરમાં અથડામણ બાદ ભયનો માહોલ છવાયો છે. વણઝારાવાસ પાસે પથ્થરમારા બાદ સ્થાનિકોમાં ભય છવાતા પોતાના મકાનોને તાળા મારીને તેઓ અન્ય જગ્યાઓ પર સ્થળાંતરીત થઇ રહ્યા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે, રાત્રિ દરમિયાન પેટ્રોલ બોંબથી હુમલો થયો હતો. જેથી અમે લોકો ભયભીત છીએ. રહીશોએ જણાવ્યુ છે કે, અમારા ઘરમાં તોડફોડ કરીને માલસામાનની ચોરી થઇ છે.

સ્થાનિકો સામાન લઇને સ્થળાંતરીત થઇ રહ્યા છે. (તસવીર- નવીન ઝા)


બે જૂથ સામ સામે આવી ગયા હતા

સોમવારે મોડી રાતે હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગરમાં બે જૂથ સામ સામે આવી ગયા હતા. જે બાદ બંને જૂથ દ્વારા સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હસનનગર વિસ્તારમાંથી પેટ્રોલ ભરેલા બાટલા પણ ફેંકવામાં આવ્યા હોવાનું કહેવાઇ રહ્યુ છે. જેની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બાદમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. કોઈ સ્થાનિક દ્વારા આ હિંસાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો. જે બાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો.



પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો

રવિવારે સમગ્ર દેશ સહિત રાજ્યમાં રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ હતી. આ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં રામજન્મ બાદ શોભાયાત્રા પણ નીકળી હતી. હિંમતનગરના છાપરિયા ગામમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા પર કેટલાંક અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ તથા આગચંપી કરવામાં આવી હતી.

ત્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જે બાદ સ્થિતિ કાબૂમાં હોય તેમ લાગી રહ્યુ હતુ. ત્યારે સોમવારે હિંમતનગરમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી. પરંતુ હિંમતનગરમાં મોડી રાત્રે ફરી એકવાર શાંતિ ડહોળાઈ હતી. મોડી રાત્રે હિંમતનગરના વણઝારા વાસ અને હસનનગરમાં હિંસા ભડકી હતી. જેના કારણે સ્થાનિકોમાં એકતરફ રોષ છે તો બીજીબાજુ ભયનો માહોલ છવાયો છે.
" isDesktop="true" id="1198297" >



રવિવારે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ પોલીસે અસામાજીક તત્વોની ધરપકડ કરી હતી. આ સાથે જ 144ની કલમ પણ લાગૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ધરપકડનો સિલસિલો ચાલુ જ હતો અને આ હિંસા ભડકી હતી.
First published:

Tags: ગુજરાત, પથ્થરમારો, હિંમતનગર