Home /News /gujarat /

અંબાજી મંદિરમાં રાજસ્થાનના મુકેશ મોદીએ કર્યું એક કિલો સોનાનું દાન

અંબાજી મંદિરમાં રાજસ્થાનના મુકેશ મોદીએ કર્યું એક કિલો સોનાનું દાન

અત્યારે યાત્રાધામ અંબાજીને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે. માઇ ભક્તો લાખો રૂપિયાના સોનાનું દાન કરી રહ્યા છે. આજે ફરી એક ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટમાં સોનાનું દાન કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

અત્યારે યાત્રાધામ અંબાજીને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે. માઇ ભક્તો લાખો રૂપિયાના સોનાનું દાન કરી રહ્યા છે. આજે ફરી એક ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટમાં સોનાનું દાન કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

    અત્યારે યાત્રાધામ અંબાજીને સોનાથી મઢવાનું કામ ચાલી રહ્યું છે. માઇ ભક્તો લાખો રૂપિયાના સોનાનું દાન કરી રહ્યા છે. આજે ફરી એક ભક્તે અંબાજી મંદિર ટ્રસ્ટમાં સોનાનું દાન કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે. રાજસ્થાનના મુકેશ મોદીએ રૂ.31 લાખની કિંમતનું સોનાનું દાન આપ્યું છે. આદર્શ કો.ઓ.સોસાયટીના ચેરમેન એવા મુકેશ મોદીએ અંબાજી મંદિરને સુવર્ણ મય બનાવવા માટે સોનાનું દાન આવ્યું છે.

    સિરોહી શહેરમાં રહેતા અને આદર્શ ફાઉન્ડેશનના ઓનર મીનાક્ષીબેન અને તેમના પતિએ મુકેશ  મોદીેેએ  આજે સોમવારે  અંબાજી મંદિરમાં આવી એક કિલો સોનાનું એક બિસ્કિટ ભેટ સ્વરૂપે આપ્યું હતું.  2011માં શરુ થયેલી આ સ્કિમમાં 60 ફૂટ શિખર નો ભાગ સુવર્ણમય કરવા માટેની યોજના શરુ કરાઈ હતી જે પૈકી 58 જેટલુ કામ પૂર્ણ થઇ ગયું છે અને માત્ર 2 ફૂટ જેટલું કામ બાકી રહ્યુ છે. આ 58 ફૂટ શિખર સુવર્ણમય બનાવવા માટે 125 કિલો સોનાનો વપરાશ થયો છે

    ઉલ્લેખનિય છે કે, આ વર્ષા માર્ચ મહિનામા ચૈત્રી નવરાત્રીના પાવન દિવસોમાં અમદાવાદના માઈભક્ત દ્વારા રવિવારે અંબાજી મંદિરને 5 કિલો સોનાનું દાન કર્યું હતું. અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવા માટે આ સોનાનું દાન કામમાં લેવાશે. આ સોનાના દાતાનો સંકલ્પ હતો કે અંબાજી મંદિરને 25 કિલો સોનું આપવું, દાતા અગાઉ 20 કિલો સોનું આપી ચુક્યા છે, અને રવિવારે વધુ પાંચ કિલો સાનું દાન કરીને તેમણે તેમનો સંકલ્પ પુરો કર્યો છે.



    અંબાજી મંદિરના મુખ્ય શિખરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે આ સોનાનું દાન અર્પણ કરાયું હતું. અંબાજી મંદિરના શિખરે 368 જેટલા નાનામોટા સુવર્ણમય ક્ળસો શોભાયમાન છે. ત્યારે મંદિરના મુખ્ય શિખરને સોનાનું બનાવવા અમદાવાદના દાતા મુકેશ પટેલે અંબાજી મંદિરને 25 કિલો સોનુ આપવાનો સંકલ્પ કર્યા હતો. જેમાં અગાઉ 20 કિલો સોનુ આપી ચુકેલા મુકેશ પટેલ વધુ 5 કિલો સોનું લઈ અંબાજી મંદિરે પોહચ્યા હતા અને આ 5 કિલો સોનાની પૂજાઅર્ચના કરી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેકટર દિલીપ રાણાને 5 કિલો સોનુ સુપ્રત કર્યું હતું. દાતા મુકેશ પટેલનો અંબાજી મંદિરને 25 કિલો સોનુ આપવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે, જેને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન તથા જિલ્લા કલેકટર દિલીપ રાણાએ પણ સોનાના સૌથી મોટા દાતા મુકેશ પટેલનો આભાર માન્યો હતો.
    Published by:Ankit Patel
    First published:

    Tags: અંબાજી મંદિર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन