Home /News /gujarat /બનાસકાંઠાના ધાનેરામાં કરા સાથે કમોસમી માવઠું, આકાશી આફતથી ખેડૂતો ચિંતાતુર

બનાસકાંઠાના ધાનેરામાં કરા સાથે કમોસમી માવઠું, આકાશી આફતથી ખેડૂતો ચિંતાતુર

બનાસકાંઠાના ધાનેરામાં કરા સાથે કમોસમી માવઠું, આકાશી આફતથી ખેડૂતો ચિંતાતુર

કમોસમી માવઠાને કારણે ધાનેરા પંથકમાં ખેતી પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : કોરોના મહામારી વચ્ચે આજે બનાસકાંઠા જિલ્લામાં આકાશી આફતથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ધાનેરા પંથકમાં આજે કરા સાથે કમોસમી માવઠું થતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા. એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ કમોસમી માવઠું થતાં રોગચાળો વધુ વકરે તેવી લોકોમાં દહેશત છે.

    ધાનેરા પંથકમાં આજે મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ કમોસમી માવઠું થયું હતું. ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાં કરા સાથે કમોસમી માવઠું થતા ખેડૂતો ચિંતાતૂર બન્યા હતા અને ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોરોના મહામારી ભયાવહ સ્થિતિમાં છે તેવામાં કમોસમી માવઠુ થતા રોગચાળો વધુ વકરે તેવી શક્યતાને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

    આ પણ વાંચો - અમદાવાદ : પટાવાળાની વિકૃત હરકત, વોશરૂમમાં આવતી મહિલાનો વીડિયો ઉતારવા ગુપ્ત સ્થાને છુપાવ્યો હતો ફોન

    બનાસકાંઠાના ધાનેરામાં કરા સાથે કમોસમી માવઠું, આકાશી આફતથી ખેડૂતો ચિંતાતુર


    " isDesktop="true" id="1089814" >

    કમોસમી માવઠાને કારણે ધાનેરા પંથકમાં ખેતી પાકને પણ મોટું નુકસાન થવાની શક્યતા છે. એક તરફ લોકો કોરોના મહામારીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ આકાશી આફત વરસતા હવે કુદરત રૂઠી હોય તેવી સ્થિતી બની છે. જેથી હવે મોસમનો બદલાયેલ મિજાજ સામાન્ય થાય તેવી લોકો ઇશ્વર ને પ્રાથના કરી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Banaskantha, Dhanera, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन