ફિલ્મની કહાનીને આંટી મારે તેવો પાલનપુરનો કિસ્સો, મણીભુવનના તિજોરીમાંથી 45 કરોડની કિંમતી વસ્તુઓની ચોરી

પ્રતીકાત્મક તસવીર

Palanpur News: પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન (Mani Bhavan, Charitable Hospital) બનાવ્યું હતું. આ મકાનના ભોંયરામાં એક તિજોરી (safe vault) હતી.

  • Share this:
    બનાસકાંઠા: પાલનપુરમાં (Palanpur) 45 કરોડની કિંમતી ચીજોની કથિત ચોરીની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કરવામા આવી. આ અરજી મુંબઈની લીલાવતી હોસ્પિટલના (Mumbai Lilavati Hospital)  ટ્રસ્ટીના પુત્રો પૈકીના એક પ્રશાંત કિશોર મહેતા (Prashank kishor Mehta) દ્વારા દાખલ કરવામાં આવી છે. કેસની વિગતો મુજબ, મહેતાના દાદાએ ઘણાં વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન (Mani Bhavan, Charitable Hospital) બનાવ્યું હતું. આ મકાનના ભોંયરામાં એક તિજોરી (safe vault) હતી. જેમાં મહેતાના દાદાએ કરોડો રૂપિયાના કિંમતી હીરા ઝવેરાત, એન્ટીક વસ્તુઓ સહિતની વસ્તુઓ રાખી હતી. આ અંગે, પોલીસ એફઆઈઆર નોંધે તેવી માગ સાથે લીલાવતી કિર્તીલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટ (લીલાવતી હોસ્પિટલ, મુંબઈના સંચાલક)ના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ કરેલી અરજી પર બુધવારે સુનાવણી થઈ હતી.

    પોલીસની તપાસમા ઢીલાશ

    આ કેસમાં ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, મણીભુવનના સંચાનલ સાથે સંકળાયેલા હતા તેઓએ જ વર્ષ 2019માં રિનોવેશન દરમિયાન આ સેલ્ફવોલ્ટને તોડ્યુ છે. તે લોકોએ રૂ .45 કરોડની વસ્તુઓ ચોરી કરી હતી. આ અંગે પહેલા એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ પોલીસે તપાસના ભાગરૂપે લીલાવતી હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. પરંતુ પાછળથી કેટલાક કારણોસર, તપાસ કથિત રીતે રદ કરવામાં આવી હતી.

    ચોરાયેલા કિંમતી સામાનની યાદી

    3.5 કિલો સોનાના દાગીના
    બરોડાના રાજાનો 8.5 કેરેટનો ગુલાબી હીરો
    બરોડાના મહારાજાનો કડો, ચાંદીનો થાળ, પન્નાનો હાર, માણેકના 10 બટન
    પીળા રંગનો નવ કેરેટનો હીરો
    ચાંદીના નાના કપ નવ નંગ
    ચાંદીના 10 કપ, ભગવાનનુ ચાંદીનુ સિંહાસન
    ચાંદીની 8 નાની રિંગ
    ચાંદીના 3 મોટા લોટા
    1 મોટો જગ, મોટો પ્યાલો
    પાંચ નાની મોટી થાળ
    2 લોટા
    9 નાની થાળી
    2 નાની જારી પેટી
    પાંચ કિટલી
    બે મંદિરના પતરા, મંદિરનો ઘુંમટ
    નાનો ડબ્બો
    ભગવાનનો પૂજાનો સામાન
    3 પ્યાલા ફૂલદાની અને તેનો ડબ્બો

    અરજદારને એક કવર મળતા તપાસ શરૂ કરાઇ

    અરજદારને 20 ઓગષ્ટે ફોટા સાથે એક કવર મળ્યું હતુ. જેમાં લખ્યું હતું કે, મણીભુવનમાં રહેલું સેફવોલ્ટ તોડવામાં આવેલું છે. ત્યાર બાદ, અરજદારે આ મુદ્દે તપાસ કરતા મણીભુવનની દેખરેખ રાખતા કુમાર પટેલે આ અંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મણીભુવનના સંચાલન સાથે સંકળાયેલા રશ્મી મહેતા, ચેતન મહેતા, ભાવિન મહેતા, રેખા શેઠ, નિકેત મહેતા, સુશીલ મહેતા, દિલીપ સંઘવી ( સન ફાર્માના ચેરમેન) સહિત અન્ય લોકોના કહેવાથી તેમના દ્વારા મોકલવામાં આવેલા માણસોએ આ સેફવોલ્ટ તોડી કિંમતી ઝવેરાતની ચોરી કરી છે.
    Published by:Kaushal Pancholi
    First published: