બનાસકાંઠામાં મસમોટું કૌભાંડ? 'પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કોરોડોની ગ્રાન્ટ બાદ પણ કંઇ કામ નથી થયું'
બનાસકાંઠામાં મસમોટું કૌભાંડ? 'પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કોરોડોની ગ્રાન્ટ બાદ પણ કંઇ કામ નથી થયું'
અસારા ગામમાં પણ છેલ્લા બે વર્ષની અંદર અંદાજિત 1 કરોડ જેટલી ગ્રાન્ટ ફળવાઈ છે. જેમાં પશુઓ માટેનો ગમણ સાથેનો પશુ સેડ, ખેતરોમાં પાણી સંગ્રહ માટે બંધપાળા અને પાણી રોકવા માટે નાના સિમેન્ટ અને કોન્ક્રિટ ઇનલેટ આઉટલેટ બનાવવાના હતા.
અસારા ગામમાં પણ છેલ્લા બે વર્ષની અંદર અંદાજિત 1 કરોડ જેટલી ગ્રાન્ટ ફળવાઈ છે. જેમાં પશુઓ માટેનો ગમણ સાથેનો પશુ સેડ, ખેતરોમાં પાણી સંગ્રહ માટે બંધપાળા અને પાણી રોકવા માટે નાના સિમેન્ટ અને કોન્ક્રિટ ઇનલેટ આઉટલેટ બનાવવાના હતા.
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : છેવાડે રહેતા પછાત અને ગરીબ વર્ગના લોકોને પણ પુરતી સુવિધાઓ મળી રહે તે અંતર્ગત સરકારે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (pradhan mantri krushi sinchan yojana) અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. પરંતુ સ્થાનિકોનો આક્ષેપ છે કે, બનાસકાંઠાના (Banaskantha) સરહદી વિસ્તારમાં કોન્ટ્રાક્ટર, અધિકારીઓ અને સુપરવિઝન ઓફિસરે સાથે મળી હલકી ગુણવત્તાવાળું અને તકલાદી કામ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. જેના કારણે ખેડૂતો (Farmer) અને ગામલોકોમાં ભારે રોષ છવાયો છે.
બે વર્ષમાં આશરે એક કરોડ જેટલી ગ્રાંટ ફાળવાઇ
સરકારે છેલ્લા ત્રણ વર્ષની અંદર વાવ તાલુકાના અસારા તેમજ આજૂબાજૂના ગામડાઓના વિકાસ માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ અંતર્ગત કરોડો રૂપિયાના કામો કર્યા છે. પરંતુ ગામલોકોનો આક્ષેપ છે કે, અહીં મોટા ભાગના કામો હલકી ગુણવત્તાવાળા થયા છે. અસારા ગામમાં પણ છેલ્લા બે વર્ષની અંદર અંદાજિત 1 કરોડ જેટલી ગ્રાન્ટ ફળવાઈ છે. જેમાં પશુઓ માટેનો ગમણ સાથેનો પશુ સેડ, ખેતરોમાં પાણી સંગ્રહ માટે બંધપાળા અને પાણી રોકવા માટે નાના સિમેન્ટ અને કોન્ક્રિટ ઇનલેટ આઉટલેટ બનાવવાના હતા. પરંતુ આ તમામ કામો હલકી ગુણવત્તાવાળા અને ક્યાંક માત્ર કાગળ પર જ કામ કરી બારોબાર પૈસા ચાંઉ કરી દીધા છે.
લોકોએ વારંવાર રજૂઆત કરી
જે અંગે સ્થાનિક જાગૃત લોકોને જાણ થતાં તેઓએ ઉચ્ચ સ્તરે વારંવાર લેખિત અને મૌખિક રજુઆત કરી છે. પરંતુ નથી તો આ મામલે કોઇ જ તપાસ થઈ કે નથી કોઈ અધિકારીએ કાર્યવાહી કરી જેથી કંટાળેલા ગ્રામજનોએ ભ્રષ્ટાચારમાં ડૂબેલા તંત્ર સામે રોષ વ્યાપ્યો છે.
'થિંગડા મારી પૈસા બારોબાર ચાંઉ કરી દીધા'
અરજદાર, શિવાભાઈ રાજપૂતના જણાવ્યું પ્રમાણે, ગામમાં જે પાણી રોકવા માટે એમને ઈનલેટ આઉટલેટ બનાવવામાં આવ્યા છે તે પણ સાવ તકલાદી અને હલકી ગુણવત્તાના બનાવ્યા છે અહીં અને સિમેન્ટ અને કોન્ક્રીટના બનાવવાની જગ્યાએ માત્ર જુના ઈનલેટ આઉટલેટ બનાવેલો હતો. તેના પર થિંગડા મારી પૈસા બારોબાર ચાંઉ કરી દીધા છે. કામોમાં ઘણો જ ભ્રષ્ટાચાર થયો છે.
'કોઇ કાર્યવાહી જ નથી થતી'
સ્થાનિક અરજદાર અને ગ્રામજનોનું માનીએ તો માત્ર અસારા ગામમાં જ નહીં પરંતુ વાવ તાલુકામાં કરોડો રૂપિયાના કામો થયાં છે જે તમામ કામો હલકી ગુણવત્તાવાળા અને માત્ર કાગળ પર જ કરી બારોબાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પૈસા ચાંઉ કરી ગયા છે. જેમાં સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ સુધી આ મામલે કોઇ જ કાર્યવાહી થઇ નથી.
'લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી'
ગામજનોના આક્ષેપ પ્રમાણે, આ સરકારી કામગીરી ચાલતી હોય છે ત્યારે તેના પર સુપરવિઝન ઓફિસર તરીકે સરકારી અધિકારી હોય છે પરંતુ તેમાં પણ સુપરવિઝન ઓફિસરે કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે કોઈ દેખરેખ રાખતા અને ધ્યાન રાખતા આ તમામ કામો ગુણવત્તા વગરના પડયા છે. એક તરફ સરકાર લોકોની સુખાકારી માટે લાખો અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે બીજી તરફ ભ્રષ્ટ સરકારી અધિકારીઓ ના કારણે લોકો સુધી આ યોજનાનો લાભ પહોંચતો નથી ત્યારે આ બાબતે તટસ્થ તપાસ થાય તો હજુ પણ મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.
તંત્રનો બચાવ- 'કોઇ ભ્રષ્ટાચાર થયો નથી'
આ બધાની વચ્ચે અસારા ગામના પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના કમિટીના આગેવાન, કમિટી અધ્યક્ષ, વિહાજી રાજપૂતના જણાવ્યા પ્રમાણે, આ કામો બધા બરાબર થયા છે. કોઇ જ ભ્રષ્ટાચાર થયો નથી. ખોટી વાત છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કારણ કે પહેલા ટેન્ડર બહાર પડ્યું પછી મંત્રાલયમાં મંજૂર થયો અને મંજૂર થયેલ કામોમાં ટેન્ડર પડ્યું જે બાદ ટેન્ડર મળ્યું અને તેમાં કામ થયા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર