Home /News /gujarat /

Power corridor: ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ કાર્યભાર સંભાળનાર રાજકુમાર છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે

Power corridor: ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ કાર્યભાર સંભાળનાર રાજકુમાર છાશ ફૂંકી ફૂંકીને પી રહ્યા છે

રાજકુમાર ફાઈલ તસવીર

Power Corridor Gandhinagar: મે મહિનામાં તેઓ કદાચ રાજ્યના ચીફ સેક્રેટરી (Chief Secretary) બની શકે તેમ છે. પરંતુ હાલ જે પોસ્ટ ઉપર છે ત્યાં તેઓ અન્ય અધિકારીઓથી જરૂરના હોય તો અંતર બનાવીને ચાલી રહ્યા છે.

ગાંધીનગરઃદિલ્હી ડેપ્યુટેશનથી પરત ફરેલા રાજકુમાર (Rajkumar)હાલ ગૃહ વિભાગમાંઅધિક મુખ્યસચિવનો (Additional Chief Secretary) કાર્યભાર સંભાળી રહ્યાં છે. મે મહિનામાંતેઓ કદાચ રાજ્યના ચીફ સેક્રેટરી(ChiefSecretary) બની શકે તેમ છે પરંતુ હાલજે પોસ્ટ પર છે ત્યાં તેઓ અન્ય અધિકારીઓથી જરૂર ના હોયતો અંતર બનાવીને ચાલી રહ્યા છે. કોઇ ઓફિસર કેઆઇપીએસને એટલો નજીક આવવા દેતા નથી કે જેનાથી કોઇએમનાં ખાસ હોવાની છાપ પડી શકે.

તાજેતરમાં થયેલી પોલીસની બદલીઓમાં તેમની પસંદગીનાકારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંતોષ છે. બેલેન્સિંગબદલીઓ તેમણે કરી છે. હવે સિનિયર આઇપીએસઅધિકારીઓની બદલી માટેની યાદી તેઓ તૈયાર કરી રહ્યાં છે. રાજ્યમાં એવું કહેવાય છે કે 12થી 15 આઇપીએસઅધિકારીઓ જનતાના કામો કરવાની જગ્યાએ જમીનનીસોદાબાજી અને હપ્તાબાજીમાં પડી ગયા છે.

આ ઓફિસરોનેક્યાં મૂકવા તે માથાનો દુખાવો એટલા માટે છે કે વિધાનસભાનીચૂંટણી આવી રહી છે. ખાસ કરીને જેમની છબી ખરડાઇ છે તેવાઅધિકારીઓને સાઇડ પોસ્ટીંગ આપવાનું મન સરકારે બનાવીલીધું પરંતુ તેમાં વિલંબ થઇ રહ્યો છે. પ્રાઇમ પોસ્ટીંગ મેળવવામાટે રાજકારણીઓ સમક્ષ કુરનિશ બજાવતા કેટલાકઆઇપીએસ અધિકારીઓને રાજકુમાર મચક આપતા નથી.

રાજકુમારનો ટેન્યોર જાન્યુઆરી 2025 સુધીનો છે એટલે કેતેઓ લાંબી રેસના ઘોડા છે. હવે તેઓ દિલ્હી ડેપ્યુટેશન પરજઇ શકવાના નથી તેથી તેમણે વિભાગના અધિકારીઓ તેમનીપર કોઇ દબાણ ના ઊભું કરી શકે તેટલું અંતર બનાવવાનું શરૂકર્યું છે. કામ સિવાય કોઇને બોલાવતા નથી અને કામ સિવાયકોઇ આઇપીએસ તેમની કચેરીની આસપાસ ફરી શકતો નથી.

અધિકારીઓ સંપત્તિ કેમ જાહેર કરતા નથી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1186 જેટલાઅધિકારીઓ તેમની સંપત્તિ જાહેર કરતા નથી. મ્યુનિસિપલકમિશનરે બે વખત પરિપત્ર કર્યો છતાં તેઓ સંપત્તિ જાહેર કરતાનથી. આવું થાય તો આવક કરતાં વધુ સંપત્તિ હોવાની શંકાજાય છે.

આ પણ વાંચોઃ-Murder case: જીજાના ઘરે પ્રેમી સાથે પકડાઈ પત્ની, પતિએ ગુસ્સામાં કરી દીધી યુવાનની હત્યા

કેટલાક ઓફિસરો એવા છે કે જેમને ઉપરની કમાણી મળતીહોય છે. સામાન્ય રીતે પ્રત્યેક સરકારી અધિકારી કે કર્મચારીએપ્રતિ વર્ષ તેમની સંપત્તિ જાહેર કરવાની હોય છે. કેટલાકઇમાનદાર ઓફિસરો સંપત્તિ જાહેર કરવામાં વિલંબ કરતા નથી.

આ કોર્પોરેશનમાં વર્ગ-1ના 286 અને વર્ગ-2ના 900 અધિકારીઓ સંપત્તિ જાહેર કરતા નથી. તેમને સ્થાવર અનેજંગમ મિલકત જાહેર કરવા માટે કહેવામાં આવ્યું છે. જો કેકેટલાક અધિકારીઓ એટલા બઘાં ચતૂર હોય છે કે તેઓવધારાની સંપત્તિ ખરીદ કરે છે પરંતુ અન્ય સગાસ્નેહીઓના નામેહોય છે તેથી તેમને વાંઘો આવતો નથી. જાણવા મળ્યું છે કે હવેઆ ઓફિસરોને 30મી એપ્રિલ સુધીમાં સંપત્તિ જાહેર કરવાનીછેલ્લી નોટીસ આપવામાં આવી છે.

સીએસ તરીકેનો 7 વર્ષનો રેકોર્ડ કોઇ તોડી શકશે નહીં
ગુજરાતની સ્થાપના થઇ ત્યારથી રાજ્યના ચીફ સેક્રેટરીનીસુપ્રીમ પોસ્ટ પર અત્યાર સુધીમાં વ્યક્તિગત રીતે 27 આઇએએસ અધિકારી આવી ચૂક્યાં છે.જે પૈકી એલઆર દલાલ એવા ઓફિસર હતા કે જેઓ ત્રણવખત ચીફ સેક્રેટરી બન્યાં છે પરંતુ સૌથી લાંબો સાત વર્ષનોટેન્યોર ધરાવતા અધિકારીમાં એચકેએલ કપૂર અને બીજાક્રમેપાંચ વર્ષનો ટેન્યોર વીએલ ગિડવાણી ધરાવતા હતા. હવે કોઇઅધિકારી સુપ્રીમ પદ પર રહીને આ રેકોર્ડ તોડી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ-OMG theft! સુરતમાં ભેજાબાજોએ ખાધ્યતેલના 200 ડબાની કરી ચોરી, કેવી રીતે કરી ચોરી?

ગુજરાતના પ્રભાવી અને સુપર પાવર ચીફ સેક્રેટરીમાં એલઆરદલાલ, એચકે ખાન, એસકે શેલતનો દબદબો હતો. મોદીનાશાસનમાં જી સુબ્બારાવ, પીકે લહેરી, સુધીર માંકડ, મંજુલાસુબ્રમણ્યમ, ડી રાજગોપાલન, એકે જોતિ અને વરેશ સિંહા એમકુલ સાત ઓફિસરો આ પદ પર રહ્યાં છે.

જેમનો ટેન્યોર સૌથી વધુ સમય રહ્યો છે તેવા એચકેએલ કપૂર1976માં જ્યારે રાષ્ટ્રપતિશાસન લાગુ હતું ત્યારે ચીફ સેક્રેટરીહતા. તેમના સમયમાં બે વખત રાષ્ટ્રપતિશાસન આવ્યું છે. તેમણે માધવસિંહ સોલંકીના સમયમાં પણ આ હોદ્દા પર રહીનેકામ કર્યું છે. તેમના પછી માધવસિંહે ચીફ સેક્રેટરી તરીકે કેશિવરાજ અને શિવજ્ઞાનમને આ પોસ્ટ પર નિયુક્ત કર્યા હતા.

1990 થી 1993ના સમય દરમ્યાન 17 વર્ષે જ્યારે ચીમનભાઇપટેલ ફરીવાર મુખ્યમંત્રી થયા ત્યારે શરૂઆતના શાસનમાંએચકે ખાનનો દબદબો જોવા મળ્યો હતો. કેશુભાઇના સમયમાં એલએનએસ મુકુન્દન ચાર વર્ષ રહ્યાં હતા. મોદીએ ગુજરાતમાં 2007માં પહેલા મહિલા ચીફ સેક્રેટરી તરીકેડો. મંજુલા સુબ્રમણ્યમને તક આપી હતી. તેમના પછીરાજગોપાલન અને એકે જોતિ એ નરેન્દ્ર મોદીના ખાસ રહ્યાં છે.
Published by:ankit patel
First published:

Tags: Gandhinagar News, Gujarati news, Power Corridor, Power Corridor news

આગામી સમાચાર