Home /News /gujarat /મહેસાણા: યુવતી અને પરિણીત કોન્સ્ટેબલ અચાનક થયા ગુમ, લંડન ભાગી ગયા હોવાની ચર્ચા

મહેસાણા: યુવતી અને પરિણીત કોન્સ્ટેબલ અચાનક થયા ગુમ, લંડન ભાગી ગયા હોવાની ચર્ચા

પ્રતીકાત્મક તસવીર

યુવતીના પરિવારજનો પ્રમાણે, યુવતી તેના ઘેરથી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટસ લઈને નીકળી હતી.

મહેસાણામાં એક પરિણીત અને બે સંતાનનો પિતા કોન્સ્ટેબલ અને એક યુવતી અચાનક ગુમ (Girl Missing) થયા છે. જે બાદ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પોલીસ બેડામાં થઇ રહેલી ચર્ચાઓની માનીએ તો આ બંને જણ (married police constable and girl eloped) ઘણાં સમયથી પ્રેમમાં હતા અને તેઓ લંડન (london) ભાગી ગયા છે.

યુવતીનાં પરિવારે નોંધાવી જાણવાજોગ

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ હેડ ક્વાર્ટર નજીકની સોસાયટીની યુવતી શુક્રવારે બપોરે ખાનગી એકેડેમીમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી. મોડી સાંજ સુધી પરત નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. શુક્રવારે રાત્રિ દરમિયાન અને શનિવારે બપોર સુધી યુવતીની તપાસ કર્યા બાદ પણ કોઇ ભાળ મળી ન હતી. યુવતીનાં પરિવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. આ સાથે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલ યુવતીને ભગાડી ગયો છે.

આ પણ વાંચો: ગુજરાતનું આ ગામ છે દ.એશિયાનું સૌથી ધનવાન ગામ, 7600 ઘર, 17 બેંક અને 5000 કરોડની છે ડિપોઝીટ

યુવતી પાસપોર્ટ અને દસ્તાવેજ લઇને ભાગી છે

યુવતીના પરિવારજનો પ્રમાણે, યુવતી તેના ઘેરથી પાસપોર્ટ અને ડોક્યુમેન્ટસ લઈને નીકળી હતી. જ્યારે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, કોન્સ્ટેબલ અને યુવતી શુક્રવારે સાંજે 7 કલાકે લંડનની ફ્લાઈટમાં બેસી શનિવારે બપોરે 12-30 કલાકે લંડન ઉતરી ગયાની ચર્ચા થઈ રહી છે. નોંધનીય છે કે, કોન્સ્ટેબલ 15 દિવસથી રજા પર હતો.

આ પણ વાંચો:  અંકલેશ્વર: લીવ-ઇનમાં રહેતી મહિલાની તેના જ પ્રેમીએ કરી હત્યા, ગ્લુકોઝનાં બોટલમાં નાંખી દીધું હતું સાઇનાઇડ

એ ડિવિઝન પીઆઈ જે.એસ. પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, યુવતીના પિતાએ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પરિવારજનોના નિવેદન લઈ આગળની કાર્યવાહી કરાશે.

પરિવારજનોએ હાલમાં કોઈનું નામ ફરિયાદમાં જણાવ્યું નથી. પરંતુ નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
First published:

Tags: Love, Police Constable, ગુજરાત, મહેસાણા

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો