Home /News /gujarat /કડીમાં પોલીસ પર હુમલો, DySP મંજિતા વણઝારા થયા ઘાયલ

કડીમાં પોલીસ પર હુમલો, DySP મંજિતા વણઝારા થયા ઘાયલ

કડીમાં પથ્થરમારાની ઘટના મુદ્દે હજુ પોસીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી...

કડીમાં પથ્થરમારાની ઘટના મુદ્દે હજુ પોસીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી...

    પોલીસ આપણી જાન-માલની રક્ષા કરી ગુનેગારોને સબક શિખવાડે છે, ત્યારે ઘણીવાર પોલીસ ગુનાખોરી રોકવાનો પ્રયાસ કરે ત્યારે ગુનેગારો દ્વારા અને તેના સમર્થકો દ્વારા હુમલો થવાનો ભય પણ રહેતો હોય છે. આવો જ એક કિસ્સો આજે મહેસાણા જીલ્લાના કડી શહેરમાં બન્યો છે. અહીં પોલીસ એક આરોપીને લી તપાસ માટે ગઈ હતી, તે દરમ્યાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં મહેસાણા ડીવાયએસપી મંજિતા વણઝારા ઘાયલ પણ થયા છે.

    મળતી માહિતી મુજબ, મહેસાણા જીલ્લાના કડી શહેરમાં પોલીસ લૂંટ કેસના આરોપી હનિફ જાડીને લઈ તપાસ માટે ગઈ હતી, આ દરમ્યાન કડીના કસ્બા વિસ્તારમાં આરોપીના સાગરીતો દ્વારા પોલીસ પર અચાનક પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો જેમાં ડીવાયએસપી મંજિતા વણજારા પણ ઘાયલ થયા છે, સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડીવાયએસપી મંજિતા વણજારાના હાથમાં ફેર્ચર થયાની ઘટના સર્જાઈ છે.

    ઉલ્લેખનીય છે કે, કડી પોલીસે લૂંટ કેસમાં કસ્બા વિસ્તારના રહેવાસી હનિફ જાડીની ધરપકડ કરી હતી, ત્યારબાદ પોલીસે કોર્ટમાં તેને હાજર કરી લૂંટ કેસની માહિતી બહાર લાવવા માટે બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે કોર્ટે મંજૂર રાખ્યા હતા. છેલ્લા બે દિવસથી આરોપી હનિફ જાડી પોલીસ રિમાન્ડ પર હતો, આ દરમ્યાન પોસીસ તપાસ માટે લઈ જઈ રહી હતી તે સમયે પોલીસ પર તેના સાગરીતો દ્વારા પથ્થરમારો કરી હુમલો કરવામાં આવ્યો, પોલીસે બહાદુરી પૂર્વક આરોપી હનિફને લૂંટ અને મારામારીના ગુન્હામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ફરી કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યાં કોર્ટે આરોપીને સબ જેલમાં લઈ જવા આદેશ આપ્યો હતો. કડીમાં પથ્થરમારાની ઘટના મુદ્દે હજુ પોસીસે કોઈ ફરિયાદ દાખલ કરી નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Police attack, Stoned, કડી, મહેસાણા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन