Home /News /gujarat /ગાંધીનગર મનપા ચૂંટણી : PM મોદીના માતા હિરા બાએ 99 વર્ષની વયે કર્યું મતદાન

ગાંધીનગર મનપા ચૂંટણી : PM મોદીના માતા હિરા બાએ 99 વર્ષની વયે કર્યું મતદાન

પીએમ મોદીના માતા હીરા બા

Gandhinagar News: જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે 

  ગાંધીનગર: ગાંધીનગર મહાનગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકોની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ (PM Narendra Modi Mother Hira Ba ) પણ 99 વર્ષની વયે મતદાન કરવા આવ્યા હતા. હીરા બાએ (Hira Ba voting at gandhinagar ) પોતાના પરિવારના સહારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે રાયસણની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું છે.

  સ્વજનોના સહારે આવ્યા હીરા બા

  હીરા બાએ ગાંધીનગરના વોર્ડ નં 10 માટે વાડીભાઈ વિદ્યા સંકુલમાં મતદાન કર્યું છે. તેઓ પોતાના સ્વજનો સાથે આવ્યા હતા અને તેમના સહારે જ મતદાન કર્યું હતુ.

  જ્યારે પણ મતદાન હોય છે ત્યારે હીરા બા અચૂક મતદાન કરે છે 

  નોંધનીય છે કે, 2019માં પણ ગુજરાતમાં જે મતદાન થયું હતુ તેમાં પણ પીએમ મોદીનાં માતા હીરા બા મતદાન કરવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના માતા હીરાબાએ 98 વર્ષની વયે બીજા દીકરા પંકજ મોદી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રાયસણ મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું.  શતાયુ મતદાતા તરફ પહોંચી રહેલા હીરા બા ક્યારેય વોટિંગ કરવાનુ ચૂકતા નથી. વિધાનસભા હોય કે કોઇપણ ચૂંટણી, તેઓ હંમેશા મતદાન કરીને તેમના જેવા તથા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.

  2019ની તસવીર


  નોટબંધી સમયે પણ તેઓ બેંકની લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. ત્યારે આજે પણ તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
  " isDesktop="true" id="1138608" >  ક્યાં ક્યાં મતદાન

  ગાંધીનગર મનપાની સામાન્ય ચૂંટણી, બનાસકાંઠાની થરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂટણી માટે મતદાન યોજાઇ રહ્યું છે. આ સાથે અમદાવાદ મનપાની 2 અને જૂનાગઢ મનપાની 1 બેઠકની પેટા ચૂંટણી અને રાજ્યની અન્ય 5 નગરપાલિકાઓની 9 બેઠકોની પેટાચૂંટણી માટે પણ આજે  મતદાન યોજાઇ રહ્યુ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat Municipal Election 2021, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन