Home /News /gujarat /PM મોદી 11 માર્ચથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે, તૈયારીઓ માટે બેઠક મળી, જુઓ પુરો કાર્યક્રમ

PM મોદી 11 માર્ચથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે, તૈયારીઓ માટે બેઠક મળી, જુઓ પુરો કાર્યક્રમ

PM મોદીની ફાઇલ તસવીર

PM Modi Gujarat Visit: પીએમ મોદી 2 દિવસ દરમિયાન પોતાના માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી શકે છે.

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) આ વર્ષે યોજાશે, જેને લઈ ભાજપ (Gujarat BJP) દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi Gujarat visit) ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ સંદર્ભે ગુજરાત ભાજપા દ્વારા તેમના કાર્યક્રમની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમ મોદીનો ગુજરાત પ્રવાસના કાર્યક્રમને લઈ તૈયારીઓ અંગે આજે ભાજપ કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં તેમના રોડ શો અને પુરા કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી.

કેવો છે પુરો કાર્યક્રમ?

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ મોદી 11 માર્ચે સવારે 10 કલાકે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

  • એરપોર્ટથી કમલમ સુધી પીએમનો રોડ શો

  • 10.45 થી 1.30 વાગ્યા સુધી વાગે પ્રદેશ કાર્યાલય કમલમ પર બેઠક ગુજરાત

  • ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ સાથે પીએમની બેઠક

  • બપોરે 4 વાગ્યા સુધી રાજભવન ખાતે રોકાણ

  • સાંજે 4 થી 5.30 સુધી GMDC માં પંચાયત મહા સંમેલનમાં હાજરી

  • સાંજે 6 થી 8 સુધી પીએમ મોદી રાજભવનમાં બેઠકો યોજશે

  • રાજભવનમાં જ રાત્રી રોકાણ કરશે.

  •  12 માર્ચ સવારે 10 કલાકે રક્ષા શક્તિ યુનિવર્સીટી જવા રવાના 11થી 1 વાગ્યા સુધી રક્ષા શક્તિ યુનિ.નો પદવીદાન કાર્યક્રમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજ સુધી રાજભવનમાં સાંજે 6.30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. હજારોની જનમેદનીને પીએમ મોદી સંબોધન કરશે કાર્યક્રમ પૂર્ણ થયે એરપોર્ટ રવાના એરપોર્ થી દિલ્લી જવા રવાના થશે.

  • પીએમ મોદી 2 દિવસ દરમિયાન પીએમ મોદી પોતાના માતા હીરા બા સાથે કરી શકે છે મુલાકાત.


આ પણ વાંચો - રાજકોટ: સુચક પરિવારનો પિંખાયો માળો, બે સગા ભાઈઓએ એકસાથે કરી આત્મહત્યા
" isDesktop="true" id="1187108" >

તમને જણાવી દઈએ કે, ગઈકાલે રાત્રે મુખ્યમંત્રી નિવાસસ્થાને પીએમ મોદીના પ્રવાસની તૈયારીઓ અંગે પ્રદેશ ભાજપ કોર ગ્રુપની બેઠક મળી હતી. પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમ અંગે ચર્ચા થઈ હતી. પીએમ મોદીના પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ. પીએમ મોદી મિશન 2022નું બ્યુગલ ફૂંકશે. કમલમ પર સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠક માં હાજર રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Pm narendr modi, ગાંધીનગર, ગુજરાત, પીએમ નરેન્દ્ર મોદી