ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીની આજે ઉત્તર ગુજરાતના પાટણમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં તેમણે પાકિસ્તાન, કોંગ્રેસ અને આતંકવાદના મુંદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સભામાં કહ્યું હતું કે મેં નક્કી કરી લીધું છે મને ખુરશીની પરવાહ નથી કા હું રહીશ કા આતંકવાદ રહેશે. જ્યારે આપણો પાયલટ પાકિસ્તાન પાસે પકડાયો ત્યારે પાકિસ્તાનને કહી દીધું હતું કે જો તેને કઈ પણ થયું તો હું છોડીશ નહીં.
પીએમ મોદીએ કહ્યું, “ હું પાટણ નાનપણથી આવતો હતો. પાટણ સાથે મારો જૂનો નાતો છે. મેં જીવનનો પહેલો ફોટો અહીંયા પડાવ્યો હતો. જ્યારે સરકારમાં નહોતો ત્યારે જયનારાયણ વ્યાસના ઘરે આવતો એ સમયે મને કઈ સમજ નહોતી. અર્થશાસ્ત્ર અને ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના પાઠ તેમણે શીખવાડ્યા હતા. આજે તમારી વચ્ચે રહીને ઘડાયો છું અને હક્કથી કમળ માંગવા આવ્યો છું. ”
આતંકવાદ રહેશે અથવા તો હું
પીએમ મોદીએ પાટણમાં કહ્યું કે મેં નક્કી કરી લીધું છે, મને સત્તાની પરવાહ નથી કા તો આતંકવાદ રહેશે કા તો હું રહીશ પરંતુ દેશની સુરક્ષા સાથે દેશના સાર્વભોમત્વ સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આજે મંદિરોમાં જઈએ તો મેટલ ડિટેક્ટરોમાંથી પસાર થવું પડે છે. 40 વર્ષમાં આતંકનો છાયો એવો પડ્યો કે આપણે અસરુક્ષિત અનુભવ કરતા થઈ ગયા હતા. આ કોંગ્રેસના સાશનમાં દેશની દુર્દશા થઈ હતી.
ચા વાળાએ છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી
પીએમ મોદીએ આર્થિક મોર્ચે દેશની પ્રગતિના વખાણ કરતા કહ્યું હતું કે હું જ્યારે વડાપ્રધાન બન્યો ત્યારે દેશ આર્થિક મોરચે વિશ્વમાં 11માં નંબરે હતો, ન તો હું વિદ્વવાન હતો કે ન તો અર્થશાસ્ત્રી પરંતુ મેં પાંચ વર્ષમાં જ દેશને 11માથી છઠ્ઠા નંબરે લાવીને મૂકી દીધો હતો. આ અમારી સરકારની ઉપલબ્ધી છે. અમે ગરીબો માટે કામ કર્યું છે, અમે શૌચાલયો બનાવ્યા, ગેસના ચુ્લ્લા આપ્યા, બેંકના ખાતાઓ ખોલ્યા આ બધુ ઉદ્યોગપતિઓ માટે કર્યુ નહોતું.
મેડ ઇન ગુજરાત તોપ પાકિસ્તાનના ઘરમાં ફૂટી શકે
પીએમ મોદીએ સેનાના અપગ્રેડેશન વિશે કહ્યું કે આટલા વર્ષોમાં કોંગ્રેસે સેનામાં નવા શસ્ત્રો ઉમેર્યા નહોતો. સેનામાં છેલ્લી નવી તોપ 1985માં આવી હતી ત્યાર બાદ પહેલી વાર મેં નવી તોપોનો ઉમેરો કર્યો હતો. તેમણે કહ્યું એમાંથી એક તોપ તો મેડ ઇન ગુજરાત છે, જે હઝીરામાં બની છે, આ તોપની ખાસિયત એ છે કે નડા બેટ પર રાખીને ફોડો તો 48 કિલોમીટર દૂર પાકિસ્તાનના ઘરમાં જઈને ફૂટે.
ચૂંટણીની પરવાહ નથી તમે જીતાડવાના જ છો
પીએમ મોદીએ હળવી શૈલીમાં પાટણમાં કહ્યું કે આજે ચૂંટણીની વાત નહીં કરું તો ચાલશે કારણ કે મને ચૂંટણીની પરવાહ નથી તમે લોકો જીતાડવાના જ છો પરંતુ 26માંથી એક બેઠક પણ ઓછી થઈ તો લોકોને ટોણો મારવાની તક મળી જશે એટેલે મને કોઈ સંભળાવી જાય એવું કઈ ન થાય તેનું ધ્યાન રાખજો.
નીતિન પટેલ અને જયનારાયણ વ્યાસ નર્મદાના જાણકાર
સભામાં અનેક વાર પીએમ મોદીએ જયનારાયણ વ્યાસના વખાણ કર્યા હતા સાથે જ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલના પણ વખાણ કર્યા હતા તેમણે કહ્યું આ બંને જણા નર્મદાના એક્સપર્ટ છે, નીતિન ભાઈને અડધી રાતે ઉઠાડો તો પણ નર્મદા વિશે અડધો કલાક બોલે તેટલું કામ કર્યુ ંછે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર