liveLIVE NOW

PM Modi Gujarat Visit Live: બુધવારે પીએમ મોદી દાહોદમાં આદિજાતિ મહાસંમેલનમાં હાજરી આપશે, વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Todays Latest news: આજના રાજ્ય અને દેશના તાજા સમાચારો અહીં વાંચો.

 • News18 Gujarati
 • | April 19, 2022, 22:36 IST
  facebookTwitterLinkedin
  LAST UPDATED: A MONTH AGO

  હાઇલાઇટ્સ

  20:3 (IST)
  18:45 (IST)

  અમદાવાદમાં પ્રધાનમંત્રીનો રોડ શૉ. CM ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રોડ શોમાં જોડાશે

  18:44 (IST)

  અમદાવાદમાં પ્રધાનમંત્રીનો રોડ શૉ. રોડ શો દરમિયાન સાંસ્કૃત્તિક કાર્યક્રમ પણ ગોઠવાયા

  18:44 (IST)

  અમદાવાદમાં પ્રધાનમંત્રી કરશે રોડ શૉ. ગુજસેલ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી મોદીનો રોડ શો

  17:56 (IST)
  17:55 (IST)

  આ શિલાન્યાસથી વિશ્વભરમાં ટ્રેડિશનલ યુગનો આરંભ થઈ રહ્યો છે. : PM મોદી

  17:27 (IST)

  PM મોદીના હસ્તે GCTMનો શિલાન્યાસ

  17:26 (IST)

   GCTMનાં શિલાન્યાસ કાર્યક્રમમાં મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથની સ્પીચ

  17:25 (IST)
  ગુજરાતમાં થોડા મહિનાઓ બાદ વિધાનસભાની (Gujarat Election) ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા સોમવારે પીએમ મોદીના (PM Modi Gujarat Visit) ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. પીએમ મોદી સોમવારે સાંજે અમદાવાદમાં (Ahmedabad) આવી ગયા છે. ત્રણ દિવસના આ પ્રવાસમાં વડાપ્રધાન મોદી અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. આ સાથે તેઓ 23,000 કરોડના પ્રોજેક્ટોનું ખાતમુહુર્ત કરશે.

  સોમવારે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં (Gandhinagar) શાળાઓના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જેને હવે વિદ્યા સમીક્ષા કેન્દ્ર કહેવાશે તેની મુલાકાત લીધી હતી. પ્રવાસના બીજા દિવસે તેઓ જામનગરમાં (Jamnagar) WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો હતો. આ સિવાય તેઓ બનાસકાંઠાના (Banaskantha) દિયોદરમાં બનાસ ડેરી (Banas Dairy) સંકુલમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.

  બનાસકાંઠામાં નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રૂ. 600 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે. નવું ડેરી સંકુલ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ છે. તે લગભગ 30 લાખ લિટર દૂધનું પ્રોસેસિંગ કરે છે. તે દરરોજ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક (ખોયા) અને છ ટન ચોકલેટનું ઉત્પાદન કરશે.

  20 એપ્રિલના રોજ, તેઓ ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કરશે અને બાદમાં દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં હાજરી આપશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આદિજાતિ મહા સંમેલનમાં બે લાખથી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.