Home /News /gujarat /

વડાપ્રધાન મોદી એપ્રિલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે, વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

વડાપ્રધાન મોદી એપ્રિલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે, વિધાનસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકશે

પીએમ નરેન્દ્ર મોદી ફાઇલ ફોટો

PM Modi Gujarat Visit: 21 અને 22 એપ્રિલના રોજ દાહોદ અને બનાસકાંઠા ખાતે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં (Gujarat Politics) ગરમાવો આવી રહ્યો છે. પ્રદેશ ભારતીય જનતા (Gujarat BJP) પાર્ટી વર્ષે 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. જેના ભાગ રૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi Gujarat Visit) હવે દર મહિને ગુજરાત પ્રવાસે આવવાના છે. એપ્રિલ મહિનામાં પણ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

21 એપ્રિલના રોજ મધ્ય ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. જેમાં દાહોદ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. આ મધ્ય ગુજરાતનો કાર્યક્રમ એ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી યોજવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા જિલ્લો, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જોડવાના છે. આ આદિવાસી સંમેલનની તૈયારીના ભાગ રૂપે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજન માટેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે કાર્યકરો સાથે પોતાની હળવી શૈલીમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા કાર્યકરોને ટકોર કરી હતી.

આ પણ વાંચો - અમદાવાદ સામૂહિક હત્યાકાંડ: શું પિતાએ જ બે બાળકો, પત્ની અને વડ સાસુની હત્યા કરી? વતન તરફ ભાગ્યાની આશંકા

અંદાજે 5 લાખ જેટલા કાર્યકરોનું આ સંમેલન આયોજન કરવાનું પ્લાનિંગ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ કરી રહ્યા છે. 21 એપ્રિલનો દાહોદનો આ કાર્યક્રમ એ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંટણી પ્રચારનું રણ શીંગુ ફૂંકવામાં આવશે. આ આદિવાસી સંમેલનના માધ્યમથી ભાજપે અંબાજીથી ઉમરગામ સુધીની આદિવાસી બેઠકો પર કબજો કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. જેના ભાગરૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો ભવ્ય કાર્યક્રમએ દાહોદ ખાતે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો - સરખા નામવાળી બે સ્કૂલના કારણે ધોરણ 12ની વિધાર્થિની પરીક્ષામાં અટવાઇ, જાણો પછી શું થયું?

પ્રદેશ ભાજપ આ ચૂંટણીમાં ભૂતકાળમાં જે પરિણામ મળ્યું નથી એટલી રેકોર્ડ બ્રેક વિધાનસભા બેઠકો જીતવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. એટલા માટે જ એક પણ આદિવાસી વિધાનસભા બેઠકો પર ભાજપ ગુમાવા માગતું નથી. જેના ભાગ રૂપે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી દાહોદથી વિધાનસભા ચૂંટણીનું રણ શીંગુ ફૂંકી રહ્યા છે.

દાહોદના કાર્યક્રમ બાસ 22 એપ્રિલના રોજ પ્રધામંત્રી નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા ખાતે દૂધ ઉત્પાદક મહિલાઓના સંમેલનમાં હાજરી આપવાના છે. જેની તૈયારી હાલ પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, પીએમ મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन