Home /News /gujarat /

પીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ 'તુલસીભાઈ', જાણો કેમ

પીએમ મોદીએ WHO ના વડા ડો. ટેડ્રોસને આપ્યું ગુજરાતી નામ 'તુલસીભાઈ', જાણો કેમ

PM Modi In Gujarat: ' હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે 'તુલસીભાઇ' નામ રાખું છું. '

PM Modi In Gujarat: ' હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે 'તુલસીભાઇ' નામ રાખું છું. '

  ગાંધીનગર: ગુજરાતના ગાંધીનગર (Gandhinagar) ખાતે આવેલા મહત્મા મંદિરમાં (Mahatma mandir) ત્રણ દિવસનું વૈશ્વિક આયુષ રોકાણ અને આવિષ્કાર સંમેલન યોજાઇ રહ્યું છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે મોરેશિયસના પ્રધાનમંત્રી અને WHOના મહાનિદેશક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીએમ મોદીએ વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસનું (Dr. Tedros Adhanom Ghebreyesus) ગુજરાતી નામ 'તુલસીભાઈ' રાખ્યુ હતુ.

  પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે કહ્યું કે, હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો હાથ છે. મારા શિક્ષકો ભારતીય હતા. આજે સવારે તે મને મળ્યા ત્યારે તેમણે મને કહ્યું કે, હવે તો હું પાક્કો ગુજરાતી થઇ ગયો છું. તમે મારું નામ ગુજરાતી રાખી લો. મંચ પર પણ મને યાદ કરાવતા હતા કે, મારું નામ નક્કી કર્યુ કે નહીં. તો હું આજે મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમિ પર મારા પરમ મિત્રને ગુજરાતીના નાતે 'તુલસીભાઇ' નામ રાખું છું. તુલસી એ પવિત્ર છોડ છે જે વર્ષોથી ભારતના દરેક ઘરની સામે તે છોડ રાખવો, પૂજા કરવી તેવી પરંપરા રહી છે. તુલસીએ છોડ છે જે, આધ્યાત્મિક વિરાસતમાં મહત્ત્વનું છે. દિવાળી બાદ તુલસીના લગ્ન થાય છે.

  આ કાર્યક્રમમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ડો. ટેડ્રોસે પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધીના હું મહાત્મા ગાંધીની ભૂમિ પર આવીને ખુશી છે. આ ઉપરાંત તેમણે મંગળવારે પણ જામનગરમાં સંબોધનમાં પણ પોતાના સંબોધનની શરૂઆત, 'કેમ છો, મઝામાં છો' બોલીને કરી હતી.

  પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યુ કે, આયુષના ક્ષેત્રમાં રોકાણ અને નવીનતાની શક્યતાઓ અમર્યાદિત છે. અમે પહેલેથી જ આયુષ દવાઓ, પૂરક અને સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વૃદ્ધિના સાક્ષી છીએ. 2014 માં, જ્યાં આયુષ ક્ષેત્ર $3 બિલિયનથી ઓછું હતું. આજે તે વધીને $18 બિલિયનથી પણ વધુ થઈ ગઈ છે.


  તેમણે વધુમાં જણાવ્યુ કે, આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓના ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણા મોટા પગલા લીધા છે. થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ભારતમાં સ્ટાર્ટઅપનો સુવર્ણ યુગ શરૂ થયો છે. એક રીતે જોઈએ તો ભારતમાં આજે યુનિકોર્નનો યુગ છે. વર્ષ 2022માં જ અત્યાર સુધીમાં ભારતના 14 સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન ક્લબમાં જોડાયા છે. મને ખાતરી છે કે, ખૂબ જ ટૂંક સમયમાં અમારા આયુષ સ્ટાર્ટઅપ્સ પણ યુનિકોર્ન તરીકે ઉભરી આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Pm modi in gujarat, ગાંધીનગર, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  આગામી સમાચાર