Home /News /gujarat /

PM Modi in Gujarat: પીએમ મોદીએ કચ્છની વિદ્યાર્થિનીને મહેસાણાના શિક્ષકો વિશે કર્યો સવાલ, જાણો કેમ?

PM Modi in Gujarat: પીએમ મોદીએ કચ્છની વિદ્યાર્થિનીને મહેસાણાના શિક્ષકો વિશે કર્યો સવાલ, જાણો કેમ?

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રથી કચ્છના શિક્ષક સાથે વાત કરતા વડાપ્રધાન મોદી "કચ્છડો બારેમાસ" બોલ્યા હતા.

PM Modi Gujarat Tour: પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે તેને PMએ નવું નામ પણ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
    પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) હાલ ત્રણ દિવસ માટે ગુજરાત (PM Modi Gujarat Tour) પ્રવાસે છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન (PM Narendra Modi) અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર (Gandhinagar) જવા રવાના થયા હતા. જ્યાં તેઓએ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમમાંથી રાજ્યભરના શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓ, BRC, CRC, TPO, DPEO સાથે સંવાદ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

    આ દરમિયાન પીએમ મોદીએ ગાંધીનગર ખાતે અત્યાધુનિક મોનિટરિંગ રૂમની તમામ જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા કરી હતી. પીએમ મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત પહોંચ્યા હતા. જે બાદ તેમણે રાજ્યના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે ઇ-સંવાદ કર્યો હતો.



    વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપ્પ્યું હતું અને સાથે જ વિદ્યાર્થીઓને અભ્યાયને લઇ કેટલક સવાલો પણ કર્યા હતા. સાથે જ શિક્ષકોની હાજરી અને બાળકોને ક્યાં વિષયમાં વધારે રસ છે તે વિશે પણ વધુ માહિતી મેળવી હતી.

    ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રથી કચ્છના શિક્ષક સાથે વાત કરતા વડાપ્રધાન મોદી "કચ્છડો બારેમાસ" બોલ્યા હતા. કચ્છની વિદ્યાર્થીની સાથે વાત કરતા પીએમ મોદીએ પુછ્યું કે તમારા કલાસમાંથી સૌથી વીક વિદ્યાર્થી કોણ છે? સાથે જ પીએમ મોદીએ એક વિદ્યાર્થિની સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, મને ખબર છે કે કચ્છમાં મોટા ભાગના શિક્ષકો મહેસાણાના છે. જોકે હવે તો સ્થિતિ બદલાઇ ગઇ હશે કારણ કે તે સમયે તો મેં ત્યાં પીટીસી વગેરે ચાલુ કરાવ્યુ હતું. આ દરમિયાન પીએમ મોદીએ વિદ્યાર્થિનીને એવો પણ સવાલ કર્યો હતો કે, મહેસાણાના શિક્ષકો અભ્યાસ કરાવે છે તો સમજણ પડે છે કે નહીં. કારણ કે કચ્છી અને મહેસાણાની ભાષામાં ખુબ જ અંતર છે. જોકે વિદ્યાર્થિનીએ જવાબમાં કહ્યુ હતું કે, શિક્ષક અમને ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં સમજાવે છે.

    આ પણ વાંચો- PM Modi Gujarat Tour: સ્વાગત કરવા આવેલી બાળકીઓ પર પીએમ મોદીએ પુષ્પવર્ષા કરી, રાજ્યની જનતાને આપ્યો મોટો સંદેશ

    જણાવી દઇએ કે, પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેવામાં આવી છે તેને PMએ નવું નામ પણ આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને “વિદ્યા સમીક્ષા કેન્દ્ર” નામ આપ્યું છે. તેઓ આજે દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કરાશે. એમાં અંગ્રેજીમાં રાખેલું નામ હવે ગુજરાતીમાં રાખવામાં આવ્યું છે.

    આ પણ વાંચો- PM modi Gujarat Visit Live: શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યા બાદ વડાપ્રધાન મોદી રાજભવન જવા રવાના

    જણાવી દઇએ કે, પીએમ મોદી આજે તા. 18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેના ભાગ રૂપે પ્રથમ દિવસે પીએમ મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે રિયલટાઇમ ઓનલાઇન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રથમવાર રૂબરૂ મુલાકાત લઇ રહ્યા છે. આ દરમિયાન તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Narendra modi gujarat visit, Narendra Modi in Gujarat, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી

    આગામી સમાચાર