Home /News /gujarat /

જયશ્રીબેન પટેલની સ્પષ્ટતા 'હાર્દિકને લાફો મારનાર શખ્સને હું ઓળખતી નથી'

જયશ્રીબેન પટેલની સ્પષ્ટતા 'હાર્દિકને લાફો મારનાર શખ્સને હું ઓળખતી નથી'

મહેસાણાના પૂર્વ સાંસદ જયશ્રી બેન પટેલની ફાઇલ તસવીર

હાર્દિકને લાફો મારનાર શખ્સ મહેસાણાના પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલનો સમર્થક હોવાનો દાવો કરાયો હતો જે અંગે જયશ્રી પટેલે ખુલાસો કર્યો છે.

    કેતન પટેલ, મહેસાણા : ગઈકાલે સુરેન્દ્રનગર ખાતે સભા સંબોધી રહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને લાફો મારનાર શખ્સ ભાજપનો સમર્થક અને મહેસાણાના પૂર્વ સાંસદ જયશ્રી પટેલનો પરિચીત હોવાનો આક્ષેપ થયો હતો. જોકે, આ મામલે આજે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જયશ્રી બેન પટેલે સ્પષ્ટતા કરી હતી કે હાર્દિક પટેલને લાફો મારનાર શખ્સને તે ઓળખતા નથી.

    હાર્દિકને લાફો મારનાર શખ્સ તરૂણ ગજ્જરનો મહેસાણાના પૂર્વ સાંસદ જયશ્રી બહેન પટેલ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે આજે જયશ્રી બહેન પટેલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, “ હાર્દિકને લાફો મારનાર વ્યક્તિએ ખુલાસો કર્યો છે. હું ક્યાંય પ્રચારમાં જતી હોય અને કોઈ વ્યક્તિ મારી સાથે આવી ઊભા રહી જાય એનો અર્થ એવો નથી કે તેમાં મારો હાથ નથી. મારે આ વ્યક્તિ સાથે કઈ લેવા દેવા નથી.”

    ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં જયશ્રી બહેન પટેલની તરૂણ ગજ્જર સાથેની તસવીર વાયરલ થયા બાદ ભાજપના પ્રવક્તા ડૉ. ભરત પંડ્યા અને બાદમાં રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનાને ભાજપ સાથે લેવા દેવા નથી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણીએ પણ સ્પષ્ટતા કરી હતી કે આ ઘટનાને ભાજપ સાથે કઈ લેવા દેવા નથી. હાર્દિક પટેલે ખૂલ્લો આક્ષેપ મૂક્યો હતો કે તેના પર આ હુમલો ભાજપે કરાવ્યો છે અને ભાજપ તેને મરાવી દેવા માંગે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Gujarat Loksabha Elections 2019, Jayshri Patel, Loksabha elections 2019, Slape, Tarn gajjar, હાર્દિક પટેલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन