Home /News /gujarat /

પોલિટિકલ વ્યૂહ: ગુજરાતના રાજકારણમાં કેમ મહત્વના છે પાટીદાર? 

પોલિટિકલ વ્યૂહ: ગુજરાતના રાજકારણમાં કેમ મહત્વના છે પાટીદાર? 

આ તમામ ચર્ચાઓ વચ્ચે એ સવાલ થઈ રહ્યો છે કે, આખરે પાટીદારો ગુજરાતની રાજનીતિમાં કેમ સેન્ટર પોઈન્ટ પર છે?

Gujarat Politics: પાટીદાર હમેશાંથી ગુજરાતની રાજનીતિના કેન્દ્રબિંદુ રહ્યા છે .શું છે એની પાછળના રાજકીય સમીકરણો ફટાફટ જાણી લો. 

ગાંધીનગર: ચૂંટણી આવે એટલે ગુજરાતમાં (Gujarat Election) સમાજના વાડાઓ ખુલે અને રાજનીતિ શરૂ થાય. ગુજરાતની રાજનીતિનું (Gujarat Politics) ગણિત જ્ઞાતિના રાજકારણ પર આધારિત રહ્યું છે. ગુજરાતમાં હમેશાં જ્ઞાતિવાદ રાજકારણ પર હાવી રહ્યો છે. તેમાં બે મત નથી. 2017ની વિધાનસભા ચૂંટણી ટાણે પાટીદાર (Patidar in Gujarat Politics) આંદોલન થકી પાટીદારો (Patidar) ચર્ચામાં રહ્યા અને 2022માં પણ કેન્દ્રમાં એનકેન રીતે પાટીદારો જ છે. ધાર્મિક સંસ્થા થકી પાટીદાર પોલિટિક્સની (Patidar Politics) ધાર કાઢવાની રાજનીતિ થઈ રહી છે. જોકે, આ તમામ ચર્ચાઓ વચ્ચે એ સવાલ થઈ રહ્યો છે કે, આખરે પાટીદારો ગુજરાતની રાજનીતિમાં કેમ સેન્ટર પોઈન્ટ પર છે?

15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર

ગુજરાતમાં કડવા અને લેઉવા એમ બે પાટીદારો છે અને તેમની કુલ વસ્તી 15 ટકા જેટલી છે. જોકે, તેમ છતાં ગુજરાતમાં પાટીદારોનો દબદબો સૌથી વધુ છે. વર્ષ 2012માં 182 ધારાસભ્યોમાથી 50 ધારાસભ્યો પાટીદારો હતા. જેમાંથી 36 ધારસભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા. જોકે પાટીદાર આંદોલન બાદ સમીકરણો બદલાયા અને કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 ધારાસભ્યો વિજયી બન્યા. જેમાંથી 11 ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી ચૂંટાયા હતા. હાલ 182માંથી 44 ધારાસભ્યો પાટીદારો છે. જ્યારે લોકસભાની 26 બેઠકોમાંથી 6 સાંસદો પાટીદાર સમાજના છે. રાજ્યસભાની 11 બેઠકોમાથી 3 સાંસદો પાટીદાર સમૂદાયના છે.

વર્તમાન રાજનીતિમાં પાટીદારો ક્યાં?

રાજકીય પક્ષોના રણનીતિકારો રાજકીય નફા નુકસાન સાથે રાજકીય દાવપેચ લગાવતાં હોયછે. માધવસિહએ સોલંકીએ ખામ થીયરી થકી ગુજરાતમાં 151 બેઠકો જીતી વિક્રમ સર્જયો હતો. ભાજપ પણ જ્ઞાતિગત સમીકરણોને સાધીને આ વિક્રમ તોડવાનું સપનું સેવી રહી છે. એ પ્રમાણે રાજકીય શતરંજ પણ બિછાવી રહી છે. નવી સરકારમાં મુખ્મંમંત્રી પાટીદાર બનાવી ભાજપે 2022નો સૌથી મોટો રાજકીય દાવ રમ્યો છે. એ સાથે જ મંત્રી મંડળમાં પણ પાટીદારોનું પ્રભુત્વ રાખ્યું છે. જેથી મહત્વની ગણાતી પાટીદાર મતબેંકને અંકે કરી શકાય.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં શિક્ષણમંત્રી,આરોગ્યમંત્રી,ક્રૃષિમંત્રી, શ્રમમંત્રી અને રોજગાર મંત્રી, નાણાંમંત્રી, વાહન વ્યવહાર અને શહેર વિકાસ મંત્રાલયોની જવાબદારી પણ પાટીદાર નેતાઓના શિરે આપાઇ છે. તો 9 ઓબીસી, બે SC, 2 ST અને 1 બ્રાહ્મણ અને 1 વણિક સમૂદાયના નેતાને સરકારમાં સ્થાન આપી સરકારમાં તમામ સમાજોનો સમાવી લેવાયા છે.

એજ રીતે ભાજપે સંગઠનમાં પણ જ્ઞાતિગત સમીકરણોનો તાળો બેસાડ્યો છે. 10 પ્રદેશ ઉપાધ્યક્ષમાં 5 પાટીદારોનો સમાવેશ કરાયો છે. મહામંત્રી 4માંથી 1,પ્રદેશ મહામંત્રી 10માંથી 2 પાટીદારોને સમાવાયા છે. પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ કાર્યાલય મંત્રીમાં પણ પાટીદારોનો સમાવશે કરાયો છે. આમ ભાજપે સંગઠનમાં 28 લોકોમાંથી 10 પાટીદાર નેતાઓનો સમાવેશ કર્યો છે.

આ પણ વાંચો - ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિયત સમયે જ થશે, અટકળો પર સી.આર પાટીલે મુક્યુ પૂર્ણવિરામ

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં પાટીદાર પાવર

14 સભ્યોના ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરીમાં 5 પાટીદોરનો સમાવેશ કરાયો છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રુપાલા, નીતિન પટેલ, આર.સી..ફળદુ, દિપિકા સરડવાનો સમાવેશ થાય છે. સાથે જ કેન્દ્રીય ટીમમાં બે પાટીદાર નેતાઓનો સમાવેશ કરાયો છે. મહત્વુ છે કે, 2022માં ટિકિટ વહેંચણીમાં મહત્વની ભૂમિકા ભજવશે..

ભાજપની જેમ કોંગ્રેસમાં પાટીદારોનું વર્ચસ્વ ઓછું

કોંગ્રેસમાં હાલના પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવે છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પદે પાટીદાર પરેશ ધાનાણીના સ્થાને આદિવાસી ચહેરાને પસંદ કરાયો છે. આંદોલનકારીમાંથી નેતા બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ છે. આ સિવાય કિરિટ પટેલ, લલિત વસોયા, કગથરા જેવા નેતાઓ છે. પણ સંગઠનમા કોઈ મોટી જવાબદારી નથી,,જો કે હાલમાં કોંગ્રેસમાં સંગઠનનું માળખું નથી,કોંગ્રેસના પ્રભારીએ ટુંક સમયમાં નવા સંગઠની વાત કરી છે. ત્યારે નવા સંગઠનમાં પાટીદાર પાવર કેટલો રહે છે તેના પર સૌની નજર છે.

પાટીદારો કેમ મહત્વના

પાટીદારો ગુજરાતની રાજનીતિમાં કેન્દ્ર બિ્દુંમાં રહ્યા છે. જેની પાછળ આર્થિક,રાજકીય અને સામાજિક કારણો જવાબદાર છે. પાટીદરો મુખ્યત્વે વેપાર અને ખેતી સાથે જોડાયેલા રહ્યા છે. એટલે તે આર્થિક ગતિવિધીઓના કેન્દ્રમાં રહ્યા..બીજા સમાજો પર પણ તેમની પકડ રહી અને રાજનીતિના કેન્દ્રમાં હોવાના કારણે આ સમાજો પર તેમની અસર પણ ચોક્કસ જોવા મળી. સાથે જ શિક્ષણ અને સામાજિક સદ્ધરતાં પણ મહત્વનું પરિબળ બની રહ્યા છે.

આ પણ વાંચો - Election પહેલા જ મુસ્લિમ ધ્રુવીકરણની રાજનીતિ? Gujarat પ્રદેશ ભાજપના કેલેન્ડરમાંથી 'હિજરી સંવત' ગાયબ

2022 માટે પાટીદારો પાવર પોઈન્ટ

મિશન 2022 પહેલા ભાજપે પાટીદાર ચહેરાને મુખ્યમંત્રી બનાવી મોટી રાજકીય ચાલ ચાલી છે. ત્યારે હવે અન્ય પક્ષો પણ પાટીદાર મતબેંકની સાથે અન્ય સમાજોને રાજકીય લાભ કેવી રીતે ખાટવો તેના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતાના ખભા પર સવાર થઇ 2022માં સત્તા કેવી રીતે મેળવવી તેના પર તમામ રાજકીય પક્ષો પ્રયાસ કરી રહ્યા છે. આ રણનીતિના ભાગરુપે જ હાર્દિક બાદ પાસના મોટા નેતા ગણતા અલ્પેશ કથિરિયાને કોંગ્રેસ ભણી લાવવા પ્રયાસ થઈ રહ્યા છે. અને પાટીદાર સમાજનો સૌથી મોટો ચહેરો ગણાતા નરેશ પટેલને પણ કોગ્રસમાં ખેચંવા પ્રયાસ થઈ રહ્યા છે.

ત્યારે સવાલ એ થાય છે કે, નરશ પટેલ જો રાજકારણમાં આવે તો તેમનો જુકાવ કઈ તરફ હશે? ભાજપ પાટીદાર ચહેરનો મુખ્યમંત્રીનો ચહેરો બનાવે તો શું કો્ંગ્રેસ પાસે છે કોઈ એવો ચહેરો જેને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી શકાય. ત્યારે રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ,શું નરેશ પટેલ બનશે કોંગ્રેસનો મુખ્યમંત્રી પદનો ચહેરો? શું આમ થાય તો વિધાનસભાની ચૂંટણમાં નવા રાજકીય સમીકરણો ચોક્કસ સામે આવી શકે છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat BJP, Gujarat Politics, Patidar power, ગુજરાત કોંગ્રેસ

આગામી સમાચાર