પાટણ : કમ્પાઉન્ડરે ક્લિનીકના વીડિયો ડિલિટ કર્યા હોવાથી પોલીસે 4 ફોન જપ્ત કર્યા

News18 Gujarati
Updated: July 7, 2019, 4:48 PM IST
પાટણ : કમ્પાઉન્ડરે ક્લિનીકના વીડિયો ડિલિટ કર્યા હોવાથી પોલીસે 4 ફોન જપ્ત કર્યા
કમ્પાઉન્ડર પોલીસને તપાસમાં ગોળ ગોળ ફેરવી રહ્યો હોવાની વિગતો સામે આવી છે.

પાટણના સમી ખાતેથી ઝડપાયેલા સેક્સકાંડમાં વીડિયો ઉતારનાર કમ્પાઉન્ડરે સમીના એક શખ્સને મેમરી કાર્ડ આપી દીધું હતું.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : પાટણ જિલ્લાનાં સમી ખાતે ડોકટર મહેન્દ્ર એમ. મોદી અને તેના પુત્ર કિશન પાસે સારવાર કરાવવા આવેલી મહિલા દર્દીઓ સાથે દુષ્કર્મનાં વીડિયો વાઇરલ થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ મામલાની તપાસમાં અનેક ખુલાસાઓ સામે આવી રહ્યાં છે. ડોક્ટર અને તેના પુત્રની કામલીલાનાં વીડિયોને તેના જ પહેલાનાં કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન યાસીને વાયરલ કર્યા હતાં. હાલ પોલીસે તેની ધરપકડ કરી હતી. કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઈરફાન યાસીન પઠાણના ચાર દિવસના રિમાન્ડ મેળવી પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. પરંતુ કમ્પાઉન્ડર પોલીસને ઊલટસૂલટ જવાબ આપી ગોળ-ગોળ ફેવરી રહ્યો છે. ત્યારે કમ્પાઉન્ડરે સમીના એક શખ્સ ને મેમરી કાર્ડ આપ્યું હોવાથી પોલીસે શનિવારે તેના ઘરે તપાસ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. જેથી પોલીસ હવે તેની પણ શોધખોળ શરૂ કરશે.

આ પણ વાંચો :  જૂનાગઢ : પૂર્વ મેયરને કોંગ્રેસની ટિકટ ન મળી તો પેંડા વહેંચી ઊજવણી કરી

સેક્સકાંડની ઊંડાણપૂર્વકની તપાસ કરવા માટે પોલીસે ડોક્ટર અને તેના પુત્રની લંપટલીલાના વીડિયો ઉતારનાર કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઈરફાન પઠાણ પાસેથી ચાર મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. પરંતુ તેણે મોબાઈલમાંથી વીડિયો ડિલિટ કરી દીધા હોવાથી તે મોબાઇલ એફ.એસ.એલ.માં મોકલવામાં આવનાર છે. એફએસએલ દ્વારા ડિલિટ થયેલી તમામ મેમરી રી-ઓપન કરવામાં આવશે.

ઉપરાંત ડોક્ટર મહેન્દ્ર મોદીના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના કેસમાં શુક્રવારે રિમાન્ડ પૂર્ણ થતા તેને સબ જેલના હવાલે કરવામાં આવ્યો છે તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 48 કલાક ભારે વરસાદની આગાહી

કમ્પાઉન્ડર મોસીમ ઉર્ફે ઇરફાન પઠાણ મહેન્દ્ર મોદીના દવાખાનામાં આઠ વર્ષથી કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. આને પાંચ વર્ષ પહેલા વીડિયો ઉતારવાની શરૂઆત કરી હતી. તેને કબૂલાત કરી છે કે તેણે અત્યારસુધી 16 વિડીયો ઉતાર્યા છે. જેમાં આઠ વીડિયો તેનો જુના સેમસંગ મોબાઇલમાં ઉતાર્યા હતા. જે મોબાઈલ ત્રણ વર્ષ પહેલાં વેચી અને અન્ મોબાઇલ લીધો હતો. અન્ય વીડિયો પણ સેમસંગ જે સેવન મોબાઇલમાં ઉતાર્યા હતા. જે વીડિયો પણ સમીના અન્ય વ્યક્તિને તેનું મેમરીકાર્ડ આપી કોપી મરાવી પરત મેળવી લીધું હતુ.
First published: July 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading