Home /News /gujarat /

સરકારને થાય એ કરી લે, મારાથી જે થાય એ હું કરી લઇશઃ હાર્દિક પટેલ

સરકારને થાય એ કરી લે, મારાથી જે થાય એ હું કરી લઇશઃ હાર્દિક પટેલ

    જામીન પર છૂટ્યા બાદ હાર્દિકે પત્રકાર પરિષદ યોજી હતી, પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલે પોલીસ કાર્યવાહી અને ફરિયાદમાં થયેલા ઉલ્લેખને લઇને અનેક સવાલો કર્યા હતા. હાર્દિકે કહ્યું કે મને ન્યાય અને કોર્ટ પર વિશ્વાસ છે,

    શું કહ્યું હાર્દિકે ?

    વિસનગરમાં હાર્દિકે પટેલે પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, હાર્દિકે કહ્યું કે મને બે વર્ષની સજા પડી એનું મને કોઇ દુખ નથી, ક્યાંકને ક્યાંક લોકશાહીની હત્યા થતી હોય તેમ લાગી રહ્યું છે, મને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ સેશન્સ કોર્ટના ચૂકાદાને હાઇકોર્ટમાં પડકારીશું. હાર્દિકે કહ્યું કે જે લોકોએ ચૂંટણી સમયે પાટીદાર અનામત આંદોલનકારીઓ વિરુદ્ધના તમામ કેસ પરત ખેંચવાની જાહેરાત કરી હતી, તો પછી આ બે વર્ષની સજા કેમ ફટકારવામાં આવી, હું કહેવામાં માગુ છું કે જે લોકો એવું ઇચ્છતા હોય કે બે વર્ષ કે દશ વર્ષની સજા ફટકારીને હાર્દિક ડરી જશે પરંતુ એવું ક્યારેય નહીં બને.

    ચૂંટણી લડવા અંગે શું કહ્યું હાર્દિકે ?

    ભાજપ પર પ્રહાર કરતાં હાર્દિકે કહ્યું કે જે મને લાગી રહ્યું છે કે આ ભાજપની ચાલ છે, હાર્દિકના રાજકીય કારકિર્દીને ખતમ કરવાનો પ્રયાસ છે. ભાજપની સરકારે આવી રીતે અનેક લોકોની રાજકીય કારકિર્દી ખતમ કરી નાખી છે. હું ચૂંટણી લડવા માટે બહાર નીકળ્યો નથી. સ્થિતિ સર્જાશે તો હું ચૂંટણી પણ લડીશ. સરકાર ધારે તો આંદોલનને વાતચીતથી પણ ઉકેલી શકે છે, મરાઠા આંદોલન, જાટ આંદોલન, પાટીદાર આંદોલનને વાતચીતથી ઉકેલવાને બદલે સરકાર દેખાવકારો પર લાઠીઓ વરસાવે છે.

    અમદાવાદમાં આમરણ ઉપવાસ માટે માગી મંજૂરી

    હાર્દિક પટેલે 25 ઓગસ્ટે અમદાવાદ ખાતે યોજાનારા આમરણ ઉપવાસને લઇને પણ વાત કરી હતી, જેમાં હાર્દિકે જણાવ્યું કે મારા સમર્થકો તૈયાર થઇ ગયા છે, આ વખતે અમે બમણા જોર સાથે લડત ચલાવીશું, ઉપવાસ આંદોલન પહેલા ગુજરાતમાં તાલુકા લેવલે બેઠક કરવામાં આવશે, અમદાવાદમાં ઉપવાસ આંદોલન માટે મંજૂરી માગવામાં આવી છે, મને આશા છે કે ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन