Home /News /gujarat /

યુવરાજસિંહનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ, 'અસિત વોરાને તપાસમાંથી દૂર કરો'

યુવરાજસિંહનું રાજ્ય સરકારને અલ્ટીમેટમ, 'અસિત વોરાને તપાસમાંથી દૂર કરો'

અસિત વોરાની ફાઇલ તસવીર

Paper leak: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ બાદ યુવરાજસિંહે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે.

    ગાંધીનગર: હેડક્લાર્કની (head clerk paper leak) 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયા બાદ આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પ્રેસ-કોન્ફરન્સ કરીને પેપર લીક થયાનું જણાવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, આ મામલે અત્યારસુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને ચાર લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. જે બાદ યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) પણ મીડિયાને સંબોધન કર્યુ છે. જેમાં સરકારને અલ્ટિમેટમ આપીને કહ્યુ છે કે, 'અસિત વોરાને (ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ) (Asit Vora) આ તપાસમાંથી દૂર કરો, 72 કલાકમાં આ કાર્યવાહી નહીં થાય તો ધરણાં કરીશું.'

    'હજુ પણ અમારી પાસે ગુપ્ત પુરાવા છે'

    ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ બાદ યુવરાજસિંહે કહ્યું કે, અમે નથી ઈચ્છતા કે પરીક્ષા રદ થાય, જ્યાં સુધી આ મુદ્દે તપાસ ચાલે છે ત્યાં સુધી અસિત વોરાને તેમના પદથી દૂર કરવામાં આવે. તેમણે એમ પણ જણાવ્યુ કે, હજુ પણ અમારી પાસે ગુપ્ત પુરાવા છે. આ ગુપ્ત પુરાવા અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આપીશું. આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં થાય એ જ અમારી માંગ છે.

    આ પણ વાંચો - હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે થઇ FIR, 6 આરોપીઓની ધરપકડ, 4ની શોધખોળ ચાલુ

    સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ

    યુવરાજસિંહે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, પેપર લીક કરનારા સૂત્રધારોને રાજકીય નેતાઓનું પીઠબળ છે. અમે અસિત વોરાને તેમના પદ પરથી હટાવવા માટે સરકારને ત્રણ દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ. જો તેમને દૂર નહીં કરાય તો અમે આંદોલન કરીશું. આ કેસમાં સરકારે દાખલ કરેલી તમામ કલમો હળવી છે. આરોપીઓ સામે રાજદ્રોહની કલમો લગાવવી જોઈએ.



    આરોપીઓના નામ

    ગુનામાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર તરફથી 406, 406, 409, 120 હેઠળ ગુનો દાખલ કરાયો. આ કેસમાં અત્યાર સુધીમાં 10માંથી 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાં મહેશ પટેલ (ન્યૂ રાણીપ), ચિંતન પટેલ(પ્રાંતિજ) કુલદીપ પટેલ (કાણિયોલ, હિંમતનગર) ધ્રુવ પટેલ, દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર)ની ધરપકડ કરાઈ છે.

    આ પણ વાંચો - Paper leak : વિપક્ષ નેતા સુખરામ રાઠવાના સરકાર પર આકરા પ્રહાર, 'આમા કોઇ મંત્રી સંડોવાયેલા છે કે શું?'



    યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને મળીને આપ્યા પુરાવા

    ગુરુવારે બપોર બાદ યુવરાજસિંહ જાડેજા ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા સોંપવા માટે ગયા હતા. જ્યાં તે ચેરમેન અસિત વોરાને મળ્યા હતા. તેમની સાથે વાતચીત કરીને મહત્ત્વના પુરાવા સોંપ્યા હતા. જો પુરાવા આ કેસ માટે અગત્યના જણાય તો આ પરીક્ષા રદ પણ થઇ શકે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Asit Vora, GSSSB, Paper leak, ગાંધીનગર, ગુજરાત, હર્ષ સંઘવી

    આગામી સમાચાર