બનાસકાંઠા: મણીભુવન હોસ્પિટલના લોકરમાંથી 45 કરોડની કિંમતી વસ્તુઓની ચોરીમાં આખરે નોંધાયો ગુનો

પ્રતીકાત્મક તસવીર

Palanpur News: મહેતાના દાદાએ ઘણાં વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન (Mani Bhavan, Charitable Hospital) બનાવ્યું હતું.

  • Share this:
    બનાસકાંઠા: પાલનપુરના મણીભુવનમાંથી (Palanpur) 45 કરોડની કિંમતી ચીજોની કથિત ચોરીની ફરિયાદ ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat Highcourt) કરવામા આવી. આ અરજી મુંબઈની લીલાવતી હોસ્પિટલના (Mumbai Lilavati Hospital) ટ્રસ્ટીના પુત્રો પૈકીના એક પ્રશાંત કિશોર મહેતા (Prashank kishor Mehta) દ્વારા દાખલ કરવામાં આવી હતી. જે મામલામાં પાલનપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

    પ્રશાંત કિશોર મહેતાએ ફરિયાદમાં જણાવાયું હતુ કે, પાલનપુરના મણીભુવન હોસ્પિટલના સેઇફ ડિપોઝિટ વોલ્ટમાં રાખવામાં આવેલા રૂપિયા 45 કરોડના હિરા- ઝવેરાત સહિત મોંઘી ચીજવસ્તુઓની ચોરી થઇ છે. આ અંગે સન ફાર્મા ચેરમેન દિલીપ સંઘવી તેમજ મણીભુવનના સંચાલકો સામે ફરિયાદ નોંધવામાં આવે.

    ચાર વર્ષ પહેલા  જુનુ બિલ્ડીંગ તોડી નવું બનાવ્યુ હતુ

    પાલનપુર મણીભુવનનું આશરે ચાર વર્ષ પહેલા જુનુ બિલ્ડીંગ તોડી નવું બનાવવામાં આવ્યું હતુ. આ સમગ્ર કામકાજ મુંબઇથી જ દેખરેખ હેઠળ થતું હતુ. તે વખતે આ બાબત બહાર આવી હતી. અરજદારને 20 ઓગષ્ટે ફોટા સાથે એક કવર મળ્યું હતુ. જેમાં લખ્યું હતું કે, મણીભુવનમાં રહેલું સેફવોલ્ટ તોડવામાં આવેલું છે. ત્યાર બાદ, અરજદારે આ મુદ્દે તપાસ કરતા મણીભુવનની દેખરેખ રાખતા કુમાર પટેલે આ અંગે જાણ કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, મણીભુવનના સંચાલન સાથે સંકળાયેલા રશ્મી મહેતા, ચેતન મહેતા, ભાવિન મહેતા, રેખા શેઠ, નિકેત મહેતા, સુશીલ મહેતા, દિલીપ સંઘવી ( સન ફાર્માના ચેરમેન) સહિત અન્ય લોકોના કહેવાથી તેમના દ્વારા મોકલવામાં આવેલા માણસોએ આ સેફવોલ્ટ તોડી કિંમતી ઝવેરાતની ચોરી કરી છે.

    ચોરાયેલા કિંમતી સામાનની યાદી

    3.5 કિલો સોનાના દાગીના
    બરોડાના રાજાનો 8.5 કેરેટનો ગુલાબી હીરો
    બરોડાના મહારાજાનો કડો, ચાંદીનો થાળ, પન્નાનો હાર, માણેકના 10 બટન
    પીળા રંગનો નવ કેરેટનો હીરો
    ચાંદીના નાના કપ નવ નંગ
    ચાંદીના 10 કપ, ભગવાનનુ ચાંદીનુ સિંહાસન
    ચાંદીની 8 નાની રિંગ
    ચાંદીના 3 મોટા લોટા
    1 મોટો જગ, મોટો પ્યાલો
    પાંચ નાની મોટી થાળ
    2 લોટા
    9 નાની થાળી
    2 નાની જારી પેટી
    પાંચ કિટલી
    બે મંદિરના પતરા, મંદિરનો ઘુંમટ
    નાનો ડબ્બો
    ભગવાનનો પૂજાનો સામાન
    3 પ્યાલા ફૂલદાની અને તેનો ડબ્બો

    આ પણ વાંચો- બનાસકાંઠાઃ ભાટસણ ગામ પાસે જીપડાલાની ટક્કરથી બાળકીનું મોત, પુત્રીની લાશ જોઈ માતાનું હૈયાફાટ રૂદન

    કોણે મૂકી હતી કિંમતી વસ્તુઓ

    મહેતાના દાદાએ ઘણાં વર્ષો પહેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગરીબો માટે ચેરિટી હોસ્પિટલ, મણીભુવન (Mani Bhavan, Charitable Hospital) બનાવ્યું હતું. આ મકાનના ભોંયરામાં એક તિજોરી (safe vault) હતી. જેમાં મહેતાના દાદાએ કરોડો રૂપિયાના કિંમતી હીરા ઝવેરાત, એન્ટીક વસ્તુઓ સહિતની વસ્તુઓ રાખી હતી.
    Published by:Kaushal Pancholi
    First published: