Home /News /gujarat /

યુવકને 21મા જન્મદિવસ પર ગુજરાત હાઇકોર્ટે આપી શ્રેષ્ઠ ભેટ, લિવ-ઇન પાર્ટનર સાથે કરાવ્યું મિલન

યુવકને 21મા જન્મદિવસ પર ગુજરાત હાઇકોર્ટે આપી શ્રેષ્ઠ ભેટ, લિવ-ઇન પાર્ટનર સાથે કરાવ્યું મિલન

પ્રતીકાત્મક તસવીર

Palanpur news: આ પ્રેમી યુગલે જરા પણ સમય બગાડ્યા વગર કોર્ટની બહાર નીકળી સીધા જ લગ્ન કરી લીધા અને પોતાના સંબંધને કાયદેસર બનાવી લીધો હતો.

પાલનપુર (Palanpur)ના રહેવાસી યુવકને ગુજરાત હાઇકોર્ટે (Gujarat High court) તેના જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ ભેટ આપી હતી. 7 ફેબ્રુઆરીએ જ્યારે યુવકનો 21માં જન્મદિવસ હતો, ત્યારે કોર્ટે તેની લિવ-ઇન પાર્ટનર (Live-in Partner) સાથે યુવકનું મિલન કરાવ્યું હતું. યુવતીને તેના પરિવાર દ્વારા બળજબરીપૂર્વક યુવકથી દૂર કરવામાં આવી હતી, કારણ કે યુવતીના પરીવારને તેમનો પ્રેમ મંજૂર નહોતો. પરંતુ આ પ્રેમી યુગલે જરા પણ સમય બગાડ્યા વગર કોર્ટની બહાર નીકળી સીધા જ લગ્ન કરી લીધા અને પોતાના સંબંધને કાયદેસર બનાવી લીધો હતો.

યુવકના વકીલ દર્શિત રાવલના જણાવ્યા અનુસાર, હાઇકોર્ટના નિર્દેશો પર આ દંપતી ફરી એક થયું. પછી તેઓએ તાત્કાલિક જ લગ્ન કરી લીધા હતા. કારણ કે, મહિલાનો પરિવાર તેના લગ્ન કોઈ બીજા સાથે કરવા માંગતો હતો. જોકે, દંપતીને હજી પણ તેમની સુરક્ષાનો ડર છે, કારણ કે મહિલાનો પરિવાર હાલ ખૂબ ગુસ્સામાં છે.

પ્રેમી યુગલ રહેતું હતું લિવ-ઇનમાં

યુવક અને તેની પ્રમિકાએ ડિસેમ્બર 2021માં સાથે રહેવાનું શરૂ કર્યું અને લિવ-ઇન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કારણ કે, યુવકની ઉંમર હજુ કાયદેસર લગ્નને યોગ્ય નહોતી થઇ. હજુ એક અઠવાડિયું પણ નહોતું થયું, ત્યાં 4 જાન્યુઆરીએ મહિલાના પરિવારજનો તેને બળજબરીપૂર્વક ગાંધીધામ લઈ ગયા હતા. યુવકે પોલીસને તેની મદદ કરવા માટે આજીજી કરી હતી.

આ પણ વાંચો - લગ્નના ત્રણ દિવસ પહેલા જ જે ગામમાં લગ્ન હતા ત્યાં જ થયો અકસ્માત, વરરાજા અને પિતરાઇ ભાઇનું મોત

યુવકે ખખડાવ્યા ન્યાયમંદિરના દ્વારા

જ્યારે યુવકે હાઇકોર્ટનો સંપર્ક કર્યો, ત્યારે ન્યાયાધીશોએ તેના લિવ-ઇન પાર્ટનરની કસ્ટડીનો દાવો કરવા માટે તેના સંબંધ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, તેના વકીલે રજૂઆત કરી હતી કે, આ યુવકની ઉંમર લગ્ન માટે કાયદેસર નથી અને તેથી તે યુવતી સાથે લગ્ન કરી શકશે નહીં. જોકે, યુવક 7 ફેબ્રુઆરીએ 21 વર્ષ પૂરા થયા બાદ તરત જ તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે.

આ પણ વાંચો - 'બિન સચિવાલય જ બેવફા છે,' પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોની વ્યથા

યુવતીનો પરિવાર હતો સંબંધની વિરુદ્ધ

કોર્ટે જ્યારે રિપોર્ટ માંગ્યો તો, સરકારી ઓથોરિટીએ મહિલાનું નિવેદન રજૂ કર્યું, જેમાં તેણે કહ્યું કે, તેને બળજબરીથી તેનાથી અલગ કરવામાં આવી નથી. પરંતુ કોર્ટ આ જવાબથી સંતુષ્ટ ન હતી અને તેણીને સમન્સ પાઠવ્યું હતું. ત્યારબાદ તેણીએ જે બન્યું તે જણાવ્યું અને કોર્ટને કહ્યું કે, તેણીને બળજબરીથી તેનાથી અલગ કરવામાં આવી છે. તેણે કોર્ટને એમ પણ જણાવ્યું કે, પરિવારે તેની ઇચ્છા વિરુદ્ધ 4 ફેબ્રુઆરીએ તેના લગ્ન કોઈ બીજા સાથે નક્કી કર્યા છે.

કોર્ટે તરત જ અધિકારીઓને તેને નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવાનો આદેશ આપ્યો હતો. તેણે આ મામલાની વધુ સુનાવણી યુવકના જન્મદિવસ પર 7 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી અને દંપતીનું ફરીથી મિલન કરાવ્યું હતું.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Live in Relashionship, Palanpur, ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन