Home /News /gujarat /

Independence Day: જલિયાંવાલા બાગ કરતા પણ મોટા હત્યાકાંડ થયો હતો ગુજરાતમાં, અંગ્રેજોની ગોળીઓથી મર્યા હતા 1200 લોકો

Independence Day: જલિયાંવાલા બાગ કરતા પણ મોટા હત્યાકાંડ થયો હતો ગુજરાતમાં, અંગ્રેજોની ગોળીઓથી મર્યા હતા 1200 લોકો

શહીદ વનમાં તૈયાર કરેલું ચિત્ર

આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ પણ જલીયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ છે.

  ઈશાન પરમાર,  વિજયનગર: આઝાદીની (independence of India) લડત માટે જલિયાંવાલા બાગના હત્યાકાંડથી પણ વધુ મોટો કાંડ આપણા ગુજરાતમાં સર્જાયો હતો. આ પાલ દઢવાવ ગામના હત્યાકાંડમાં (pal dadhvav Massacre) 1200 જેટલા લોકોને એંગ્રેજોએ એકસાથે ગોળી મારી હત્યા કરીને એક સાથે જ કુવામાં ફેંકી દીધા હતા.  પરંતુ આ હત્યાકાંડ મોટાભાગનાં લોકોને ખબર નથી. ત્યારે આજે પણ લોકો અહીં આવી શહીદોને યાદ કરીને દુખ વ્યક્ત કરી રહ્યા છે. આવતી કાલે 15 ઓગસ્ટ, 2021 એટલે સ્વતંત્રતા દિવસ  (Independence Day) છે ત્યારે આપણે ગુજરાતનાં આટલા મોટા હત્યાકાંડ અંગે માહિતી મેળવીને વીરોને શ્રદંધાંજલિ આપીએ.

  મોતીલાલ તેજાવતે સભા બોલાવી હતી

  આઝાદીના સંગ્રામમાં 1919ના જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ઈતિહાસના પાના પર અંકિત થયો છે. પરંતુ આઝાદીની લડતનો વિજયનગરનો આ પાલ દઢવાવ ગામનો હત્યાકાંડ પણ જલીયાવાલા કાંડ કરતા પણ મોટો હત્યાકાંડ છે. દેશને આઝાદ કરવા અનેક આંદોલનો થયા પણ આ વનવાસી લોકો માટે 1922ની 7 માર્ચનો દિવસ વિજયનગરના આદીવાસી વિસ્તાર માટે કાળો સાબિત થયો હતો. રાજસ્થાનના મેવાડના જાણીતા સ્વાતંત્ર સેનાની મોતીલાલ તેજાવતે બ્રિટીશ સરકાર સામે લગાન વધારવા અને ઝુલમ સામે પાલ ગઢવાવ પાસે આવેલી નદી પાસે આવેલા 7 આંબા હતા અને એની પાસેના મેદાનમાં સભા બોલાવી હતી.

  શહીદ વનમાં મોતીલાલ તેજાવતની પ્રતિમા


  સભાની જાણ અંગ્રેજોને થતા કાળો કેર વર્ત્યો હતો

  જેમાં રાજસ્થાન અને ગુજરાતના પોશીના અને વિજયનગરના આસપાસના અનેક ગામડાઓના લોકો ઉમટી પડ્યા હતા. આ સભાના સમાચાર જાણી બ્રિટીશ અર્ધલશ્કરી દળો ગોઠવાઈ ગયા હતા. આ સમગ્ર લડતમાં બ્રિટીશ સરકારે મોતીલાલ તેજાવતને પકડી પાડવા આદેશ આપ્યા હતા. પરંતુ જ્યારે વાતચીત થઈ રહી હતી તે દરમિયાન જ ગોડી છૂટતા એકઠા થયેલા લોકો પર એંગ્રેજોએ કાળો કેર વરસાવીને ખુની ખેલ ખેલ્યો હતો અને લાશોને કુવામાં નાંખી દીધી હતી.

  આ પણ વાંચો: Explained Vehicle Scrappage Policy: કઈ રીતે તમારા વાહનને થશે અસર, જાણો વિગત

  શહીદ વનમાં તૈયાર કરેલું ચિત્ર


  હત્યાકાંડમાં 1200થી વધુ લોકોને બંદુકની ગોળીએ વીંધ્યા હતા

  પહેલા વિશ્વયુદ્ધ બાદ આઝાદી મેળવવાની આશા હતી પણ દેશના લોકોએ અને આંદોલનો દેશના ખુણે ખુણે ચલાવવા લાગ્યા દેશની પ્રજા પણ અંગ્રેજોની વેઠ અને કરવેરા ભરવા છતા ભુખે મરતી હતી અને આની સામે રાજસ્થાનના મેવાડ મોતીલાલ તેજાવત નામના ક્રાંતિકારીએ શરૂઆત કરી હતી. પાલ દઢવાવ પાસે એક મેદાનમાં આ લોહિયાળ જંગ ખેલાયો અને ત્યારબાદ આ દીવાલ પાછળ આવેલા કુવામાં લાશોનો ઢગલો ખડકાયો હતો. તો કેટલાક વર્ષો સુધી તો કુવામાંથી લાલ પાણી પણ આવતુ હતુ તો અસ્થિઓ પણ કુવામાંથી મળી હતી. આ લોહકાંડ ઘટનાને 1922માં દબાવી દેવામાં આવી હતી કારણ કે, હત્યાકાંડમાં 1200થી વધુ લોકોને બંદુકની ગોળીએ વીંધી નાખવામાં આવ્યા હતા જે ખુબજ કમકમાટી ભર્યા સમાચાર હતા અને આ પાલ દઢવાવ પણ જેતે સમયે જંગલ વિસ્તાર હતો સાથે રાજસ્થાનને અડીને ડુંગરાડ વિસ્તારમાં આ ઘટના બની હતી અંગ્રેજો દ્રારા આ વાત બહારના જાય તે માટે પણ લોકો ઉપર જુલ્મો કર્યા હતા અન વાતને દબાવી દેવામાં આવી હતી. અહીંની આદિવાસી પ્રજા આ ઘટનાને તાજી રાખવા પોતાના લોકોગીતો અને લગ્ન ગીતોમાં પણ ગાવાનુ ચાલુ રાખ્યુ છે.  ટેકરી પર મશીન ગોઢવીને ફાયરિંગ કર્યું હતુ

  પાલ દઢવાવમાં મોતીલાલ તેજાવતના નેજા હેઢળ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા હજ્જારોની જન મેદની ઉમટી પડી હતી ત્યારે અંગ્રેજ અફસર એસ.જી.શટરે ઉંચી ટેકરી પર મશીનગર ગોઢવીને ફાયરીંગ કર્યુ હતુ અને જોત જોતામાં લાશોના ઢગલા થઈ લોહીની નદીઓ વહેવા લાગી હતી ત્યા એક આંબાવાડી પાસે આવેલા કુવામાં લાશો નાખી દેવામાં આવી હતી અને અંગ્રેજોએ કરેલા ગોડીબારની ગોડીઓ આંબા ના વ્રુક્ષો માંથી મળી આવી હતી... આમ તો આ હત્યાકાંડ ફક્ત વિજયનગર અને સાબરકાંઠા પુરતો છે અને આ અંગે લોકોને હજી કાંઇ વધારે ખબર પણ નથી. જેને લઈને સ્થાનિકોની માંગ છે કે, આ ઘટનાને લોકો જાણે. જેથી સરકારે જે વિરાંજલી વન બનાવ્યુ તે, પણ આ ઘટનાસ્થળથી દૂર નહીં પરંતુ ત્યાં જ બનાવવામાં આવે.

  આ પણ વાંચો: કામ કરતા સુરતવાસીઓ માટે સારા સમાચાર: પાકા લાઇસન્સ માટે RTOએ વધાર્યો સમય, જાણો વિગતો

  શહીદ વનમાં લખાયેલો ઇતિહાસ


  લોકોની શું છે માંગ?

  જે હત્યાકાંડ સર્જાયો હતો તે જગ્યા છે દઢવાવ અને એક દીવાલની પાસે જ કૂવો હતો અને દીવાલની બાજુમાં 7થી વધુ આંબાના ઝાડ હતા. સમય જતા એ ઝાડ સુકાઈ ગયા અને કાપ્યા તો તેમાંથી ગોડીઓ પણ મળી હતી. આ શહિદોની યાદમાં શહિદ વન અને વીરાંજલી વન પણ બનાવ્યા છે અને 1200 જેટલા ઝાડ પણ વાવવામાં આવ્યા છે પરંતુ જે ઘટના બની હતી એ સ્થળથી દુર હે વન બનાવ્યા છે તો સ્થાનિકો હાલ તો માંગ છે કે જે હત્યા કાંડ સર્જાયો હતો એ જગ્યાએ કંઈ કરવામાં આવે કંઈ બનાવવામાં આવે તો લોકોને પણ મામલે જાણકારી મળી રહે કારણ કે, આવનારી પેઢી તો આ સમગ્ર હત્યા કાંડ માંમલે અજાણ હશે તો જે બનાવની જગ્યા છે ત્યા કાંઈ બને તેવી માંગ ઉઠી છે.

  આઝાદી માટેની આ લડતમાં પાલ દઢવાવની આ એક જ શહાદતમાં બારસો વીરોએ જીવનુ બલિદાન આપ્યુ હતુ પરંતુ હજુ ઈતિહાસના પાનાઓ પર એકપણ સોનેરી અક્ષર આ શહીદો માટે લખાયો નથી તેનો હજુ વસવસો છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Independence day, Massacre, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन