રાજ્યના ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે

News18 Gujarati
Updated: September 11, 2020, 9:38 PM IST
રાજ્યના ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે
પ્રતિકાત્મક તસવીર

કોવિડ-19ની પરિસ્થિતિમાં મેડીકલ ઓક્સિજનની માંગને પહોંચી વળવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

  • Share this:
ગાંધીનગર : કોવિડ-19ની મહામારી અંતર્ગત તાજેતરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં મેડીકલ ઓક્સિજન ખુબ જ મહત્વપુર્ણ છે એટલું જ નહી આવા દર્દીઓની વધતી જતી સંખ્યાના કારણે મેડીકલ ઓક્સિજનની માંગ ખુબ જ વધી છે. આવા સંજોગોમાં મેડીકલ ઓક્સિજનની માંગને પહોચી વળવા રાજ્યમાં વિશેષ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ ઓક્સિજન ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો જ ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે. તે ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સિજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ 188 મુજબ છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશ્નર ડૉ. એચ.જી.કોશિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે.

આ પણ વાંચો - રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 1344 કેસ નોંધાયા, 1240 દર્દી સાજા થયા, રિકવરી રેટ 82.43% થયો

ગુજરાત રાજ્યમાં મેડીકલ ઓક્સિજનનો હાલમાં વપરાશ આશરે 250 ટન જેટલો છે અને મેડીકલ ઓક્સિજનના લાયસન્સ ઉત્પાદકો કુલ 52 છે. તેમજ રાજ્યમાં ઔધોગિક ઉત્પાદન કરતા ઉત્પાદકો આશરે 50 કાર્યરત છે. મેડીકલ ઓક્સિજનની વધતી જતી માંગને પહોંચી વળવા માટે ગુજરાત સરકારે જાહેરનામુ બહાર પાડીને ચોક્કસ નિર્દેશો જાહેર કર્યા છે. જે અન્વયે ગુજરાત રાજ્યના ઓક્સિજનના ઉત્પાદકોએ કોરોનાની મહામારીને પહોંચી વળવા તેઓની મહત્તમ ક્ષમતા મુજબ અવિરતપણે ઓક્સિજનનુ ઉત્પાદન કરવાનુ રહેશે. તેઓના કુલ ઉત્પાદનના 50% ઓક્સિજન ફરજિયાતપણે મેડીકલ ઓક્સિજનના ઉત્પાદન માટે ફાળવવાનો રહેશે.

ઉત્પાદક એકમો માત્ર 50% સુધીનો ઓક્સિજન ઔદ્યોગિક વપરાશ માટે આપી શકશે. આમ, છતા અનિવાર્ય સંજોગોમાં જો મેડીકલ ઓક્સિજનની તાકીદે જરૂરીયાત ઉભી થાય તો પ્રથમ પ્રાથમિકતા મેડિકલ ઓક્સિજનને આપવાની રહેશે. આ જાહેરનામાના ભંગ બદલ આઈપીસી કલમ 188 મુજબ કસુરવારો સામે છ મહિનાની સજા તેમજ દંડની જોગવાઈ છે જેની અમલવારી માટે કડક ચેકીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.
Published by: Ashish Goyal
First published: September 11, 2020, 9:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading