વર્ગ 3-4ના કર્મચારીઓ માટે રજીસ્ટરને બદલે બાયો મેટ્રિક હાજરી થાય તો થશે સીધો ફાયદો!

વર્ગ 3-4ના કર્મચારીઓ માટે રજીસ્ટરને બદલે બાયો મેટ્રિક હાજરી થાય તો થશે સીધો ફાયદો!
અત્યાર સુધી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ માટે રજીસ્ટર હાજરી ચાલતી હતી પરંતુ તેને બદલે બાયોમેટ્રિક હાજરી થાય તો કર્મચારીઓને સીધો ફાયદો થઈ શકે છે

અત્યાર સુધી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ માટે રજીસ્ટર હાજરી ચાલતી હતી પરંતુ તેને બદલે બાયોમેટ્રિક હાજરી થાય તો કર્મચારીઓને સીધો ફાયદો થઈ શકે છે

  • Share this:
આરોગ્ય વિભાગ દ્રારા વારંવાર વર્ગ 4ના કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી શરુ કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ બાયોમેટ્રિક હાજરીના નામે એજન્સીઓ કર્મચારીઓને ડરાવી ભડકાવી રહ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે.   સિવિલ હોસ્પિટલના તંત્ર પર આક્ષેપ છે કે સિવિલમાં ભૂતિયા કર્મચારીઓના નામે થતો ભ્રષ્ટ્રાચર થઈ રહ્યો છે.  જે બાયોમેટ્રિક હાજરીને કારણે દૂર થશેતેવું માનવામાં આવી રહ્યું છે.સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી વર્ગ 3 અને 4ના હજારો કર્મચારીઓ આઉટસોર્સ એજન્સીઓ પાસેથી લેવામાં આવે છે, જેનાં દર મહિને કરોડો રુપિયાના બિલો મુકીને આઉટસોર્સ એજન્સી અને કેટલાંક કહેવાતા ભ્રષ્ટ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

સિવિલ તંત્ર પર એવો પણ આરોપ છે કે, હોસ્પિટલ કેમ્પસની જુદી જુદી બિલ્ડિંગોમાં દૈનિક હોય તેનાં કરતાં ભૂતિયા કર્મચારીઓ બતાવવામાં આવે છે. આ અંગે સામાજિક કાર્યકર્તા જગદીશ માલીનું કહેવું છે કે, માત્ર કાગળ પરની વાતો જ હોવાથી ખરેખર વર્ગ 3 અને 4ના કર્મચારીઓને કોઈ ફાયદો થતો નથી. જેને કારણે આજે પણ કર્મચારીઓ ભોગવે છે. વધુમાં તેમને જણાવ્યું કે ,વર્ષ 2018 માં તેમને એક આરટીઆઇ કરી હતી જેમાં તેમને વર્ગ 3 અને 4 ને મળતા પગાર અંગે ની વિગત માંગતા જાણવા મળ્યું હતું કે તેમને મળતા પગારની રકમ અને ખાતામાં આવતા પગારની રકમ બંને અલગ અલગ છેવડોદરા: FB પર મળેલા યુવકે પરિણીતાની સાસરીમાં આચર્યું દુષ્કર્મ, નગ્ન ફોટા વાયરલ કરવાની આપતો ધમકી

બાયો મેટ્રિક હાજરી ના કાવાદાવા

અત્યાર સુધી વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ માટે રજીસ્ટર હાજરી ચાલતી હતી પરંતુ તેને બદલે બાયોમેટ્રિક હાજરી થાય તો કર્મચારીઓને સીધો ફાયદો થઈ શકે છે. જેમાં બાયોમેટ્રિક હાજરી 8 કલાકની હોય છે. જ્યારે કર્મચારીઓ 12 , 12 કલાક કામ કરતાં હોવાનું આક્ષેપ કરે છે. જોકે, આ વચ્ચે તંત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણને કારણે બાયોમેટ્રિક એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોષીના કહેવા પ્રમાણે,  વર્ગ 3 અને 4ના કર્મચારીઓ માટે કોરોના વાયરસને કારણે બાયોમેટ્રિક પદ્ધતિ બંધ કરવામાં આવી હતી.

થોડાક જ દિવસમાં ભારત પાસે હશે કોવિડ-19ની વેક્સિન : AIIMS ડાયરેક્ટર

નજીકના સમયમાં તેમના પગાર માટે એસ્ક્રો એકાઉન્ટ પણ શુરૂ થઈ જશે. આ અંગે વધુ જાણવતાં તેમને કહ્યું કે, એસક્રો એકાઉન્ટમાં દરેક કર્મચારીઓનો પગાર  ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. જેથી પારદર્શક પગાર પદ્ધતિ રહે.સરકાર દ્રારા છેલ્લાં કેટલાંય સમયથી જુદી જુદી આઉટસોર્સિગ એજન્સીને તેમનાં કર્મચારીઓના એસ્ક્રો અકાઉન્ટ ખોલવાનો આદેશ કર્યો છે. છતાં હજુ  સુધી એસ્ક્રો અકાઉન્ટ ખોલવામાં નથી આવ્યા. જો એસ્ક્રો એકાઉન્ટ ખુલે તો કર્મચારીઓનો પગાર સીધો બેંક એકાઉન્ટમાં જમા થાય અને વચ્ચેથી કટકી ઓછી થઈ શકે.
Published by:Kaushal Pancholi
First published:December 31, 2020, 14:30 pm

ટૉપ ન્યૂઝ