ગાંધીનગર : મંગળવાર સુધીમાં તબીબો હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે

ગાંધીનગર : મંગળવાર સુધીમાં તબીબો હાજર નહીં થાય તો એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોવિડની સ્થિતિને અનુલક્ષીને બોન્ડેડ તબીબોને હાજર થવા આદેશ

  • Share this:
ગાંધીનગર : ગુજરાતમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં વધારાના માનવબળની આવશ્યકતા ઉભી થઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજના બોડેલ ઉમેદવારોને ફરજિયાત પણે તાત્કાલિક હાજર થવાનો આદેશ કર્યો છે.

આ આદેશ મુજબ રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 513 , રાજ્યની સરકારી મેડિકલ કોલેજોના 136 તથા રાજ્યની જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના 593 ઉમેદવારોને તબીબી અધિકારી વર્ગ -2 તરીકે અપાયેલી નિમણૂંકના સંદર્ભે હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. રાજ્યના તબીબી શિક્ષણ અને સેવાઓના કમિશનર જયપ્રકાશ શિવહરેએ કરેલા હુકમ અનુસાર કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે માનવબળની ઘટ વર્તાઈ રહી છે અને તાકીદની પરિસ્થિતિમાં તબીબોની તીવ્ર જરુરીયાત છે , જે સંદર્ભે આ આદેશ કરવામાં આવ્યો છે.આ પણ વાંચો - અમદાવાદ : કોર્પોરેશને બોપલની હોસ્પિટલને કોવિડ જાહેર કરી દીધી પણ દર્દીઓ ખાય છે ધક્કા

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોવિડના કેસમાં અસાધારણ વધારો થતા કુશળ માનવબળની જરુરિયાત ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકારે તે માટે શ્રેણીબદ્ધ પગલાઓ લીધા છે.

આ આદેશ મુજબ બોન્ડેડ તબીબો 26 એપ્રિલ 2021 સુધીમાં તેમની નિમણુંકના સ્થળે હાજર ન થાય તો તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરઓને એપેડેમિક એક્ટની કલમ-3 ની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં આવી છે .
Published by:Ashish Goyal
First published:April 26, 2021, 23:26 pm

ટૉપ ન્યૂઝ