અંબાજીઃ આદિવાસીઓના મેળામાં બે જૂથ વચ્ચે અથડાણ, છરી વડે યુવકની હત્યા

યુવકનો મૃતદેહ

આદિવાસીઓમાં માથાકૂટ થતાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના બની હતી.

 • Share this:
  ન્યૂઝ18ગુજરાતીઃ આજે વૈશાખી પૂનમ હોવાના કારણે ગુજરાતના પવિત્ર યાત્રાસ્થાનોમાં ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. આસ્થાના પ્રતિક એવા દેવી દેવતાઓના દર્શન કરવા માટે હાજોર ભક્તો દર્શન માટે ઊમટી પડ્યા હતા. આજે શનિવારે યાત્રાધામ અંબાજીમાં પણ વૈશાખી પૂનમ હોવાથી આદિવાસીઓનો અનોખો મેળો ભરાયો હતો. જોકે, આ મેળામાં કોઇ બાબતે આદિવાસીઓમાં માથાકૂટ થતાં બે જૂથો વચ્ચે અથડામણ થતાં એક યુવકની હત્યા થઇ હોવાની ઘટના બની હતી.

  મળતી માહિતી પ્રમાણે યાત્રાધામ અંબાજી ખાતે આજે વૈશાખી પૂનમને લઈ આદિવાસીઓનો એક અનોખો મેળો ભરાયો હતો. જેમાં ખાસ કરી આદિવાસીઓ પોતાની માનતા પૂર્ણ કરે છે. જેને લઈ અંબાજીમાં હજારો આદિવાસીઓ એકત્રિત થયા હતા.

  આ દરમિયાન મેળામાં ફરી રહેલાં આદિવાસીઓના બે જૂથ વચ્ચે અચાનક ઘર્ષણ થતાં અજાણ્યા શખ્સે ડુંગાઈસા માનાભાઈ પાબુભાઈની ગળાનાં ભાગે છરીનાં ઘા મારી હત્યા કરી હતી. જેને પગલે મેળામાં દોડધામ મચી ગઈ હતી.

  આ અંગે જાણ થતાં અંબાજી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમીયાન મૃતકનાં ખિસ્સામાંથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેનાં આધારે મૃતક યુવક અમીરગઢ તાલુકાનાં નાઇવાડાગામનો હોવાનો મળ્યું હતું.
  Published by:ankit patel
  First published: