Home /News /gujarat /રાજ્યમાં ફરીથી સ્કૂલો ધમધમશે, સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે

રાજ્યમાં ફરીથી સ્કૂલો ધમધમશે, સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થશે

જેથી ખોટા પુરાવાઓ ના આધારે ખાનગી શાળામાં પ્રવેશ મેળવવો નહીં. ખોટા દસ્તાવેજો દ્વારા પ્રવેશ મેળવનાર વાલી સામે પોલીસ ફરિયાદ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે. મહત્વનુ છે કે બે વર્ષ અગાઉ RTE હેઠળ 60થી વધુ વાલીઓએ ખોટા દસ્તાવેજ આધારે પ્રવેશ મેળવતા તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનના કેસ (Coronavirus)માં વધારો થતાં સરકાર દ્વારા ધોરણ 1થી 9 સુધીનું ઑફલાઈન શિક્ષણકાર્ય બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરુ કરવાનાં આદેશ અપાયો હતો.

રાજ્યમાં થોડા સમય પહેલા જ શાળાઓમાં ભૂલકાઓની ચીંચીંયારી ગૂંજી હતી, પરંતુ કોરોનાની ત્રીજી લહેરને (coronavirus third wave) કારણે ફરી ઓનલાઇન (Offline study) શિક્ષણકાર્ય શરુ કરવાની ફરજ પડી હતી. કોરોનના કેસ (Coronavirus)માં વધારો થતાં ગુજરાત સરકાર (Government of Gujarat) દ્વારા ધોરણ 1થી 9 સુધીનું ઑફલાઈન શિક્ષણકાર્ય (Offline Education) બંધ કરી ઓનલાઇન શિક્ષણ કાર્ય શરુ કરવાનાં આદેશ અપાયો હતો. પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, સોમવાર તા. 07/02/2022 થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1 થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- ભાજપ પર ગંભીર આક્ષેપ લગવતા AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું- અમે લીગલ કાર્યવાહી કરીશું

રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Waghan) આજે એક ટ્વીટ કરીને માહિતી આપી છે કે, આગામી સમયમાં જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- Assembly Elections 2022: રાહુલ ગાંધીને ભારતીય સૈનિકોની વીરતા પર નહીં પણ ચીન પર વિશ્વાસ, રાજનાથ સિંહનો પ્રહાર




જીતુ વાઘાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 07/02/2022થી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1 થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- શાબાશ Ahmedabad Police! 10 વર્ષે એવું તો શું બોલી યુવતી કે હવે તેના પરિવાર પાસે પહોંચશે?

જણાવી દઇએ કે, હવે કોરોના કેસ ઘટતા શાળા સંચાલકો પણ ફરી એકવાર ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાને લઇ સરકારના નિર્ણયને ઉતાવળભર્યો ગણાવી રહ્યા છે. શાળા સંચાલકોનું કહેવુ છે કે હાલમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે અને આવા સમયમાં શાળાઓ શરૂ કરવાથી બાળકો જોખમમાં મૂકાઇ શકે છે.
First published:

Tags: Coronavirus, Offline Education in corona, Online Education