Home /News /gujarat /

નિર્લિપ્ત રાય અને તરુણ દુગ્ગલ જેવી નિમણૂંકોને કારણે ગાંધીનગર પોલીસ થઇ દોડતી 

નિર્લિપ્ત રાય અને તરુણ દુગ્ગલ જેવી નિમણૂંકોને કારણે ગાંધીનગર પોલીસ થઇ દોડતી 

નિર્લિપ્ત રાયની ફાઇલ તસવીર

અમરેલી જિલ્લામાં લગભગ ચાર વર્ષ સુધી જિલ્લા પોલીસ વડા તરીકે અલગ છાપ છોડનાર નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક કરવામાં આવતા બૂટલેગરો, જુગારીઓની ઊંઘ હરામ થઈ છે.

ગાંધીનગર: સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય ( Nirlipt Rai ) ની નિમણૂક કરવામાં આવતાં સમગ્ર રાજ્યની પોલીસ એલર્ટ મોડ માં આવી ગઇ છે. એમાંય ગાંધીનગર જિલ્લા પોલીસ સફાળી જાગીને નવ નિયુક્ત જિલ્લા પોલીસ વડાના આદેશથી નદીના કોતરો, ખેતરોની સાથે સાથે સ્મશાન પણ ખૂંદી વળી પણ પોલીસની હાલત ખોધો ડુંગર નીકળ્યો ઉંદર જેવી હાલત થઇ છે.

જિલ્લા પોલીસે 251 સ્થળોએ રેડ કરી પણ માત્ર 57 હજારનો દારૂ હાથ લાગ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા વહેલી પરોઢિયે ચાર વાગે અલગ અલગ 251 સ્થળોએ સરપ્રાઈઝ પ્રોહીબીશન રેડ કરતાં બુટલેગરોની ઊંઘ હરામ થઇ ગઇ હતી.
ત્યારે ચાર કલાકમાં પોલીસે દરોડા પાડીને 109 કિસ્સામાં સફળતા હાંસલ કરી દેશી વિદેશી દારુ સહિત 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી 83 બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો - LRDની પરીક્ષામાં કડક ચેકિંગ : ગેરરીતિ અટકાવવા ઉમેદવારોના બુટ મોજા પણ કઢાવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાય અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરીકે તરુણ દુગ્ગલે ચાર્જ સંભાળતા જ ગાંધીનગર જિલ્લા પોલીસ સફાળી જાગી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ પરોઢિયે ચાર વાગ્યે અલગ અલગ 251 સ્થળોએ સરપ્રાઈઝ પ્રોહીબીશન રેડ કરવા નદીના કોતરો, ખેતરોની સાથે સાથે સ્મશાનમાં પણ દારૂ શોધવા પહોંચી હતી. ગાંધીનગર જિલ્લા પોલીસે મોટા ઉપાડે 251 સ્થળોએ રેડ કરી પણ માત્ર 57 હજારનો દારૂ હાથ લાગતાં ડેલીએ હાથ દઈને પાછો આવ્યો તેવો ઘાટ સર્જાયો હતો. 251 સ્થળોએ સરપ્રાઈઝ પ્રોહીબીશન રેડ ચાર કલાકમાં પોલીસે દરોડા પાડીને 109 કિસ્સામાં દેશી વિદેશી દારૂ સહિત 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી 83 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રેડ દરમ્યાન 654 લિટર દેશી દારૂ, 5214 લિટર વોશ, 53 વિદેશી દારૂની બોટલ, 13 નંગ બિયર હાથ લાગી હતી.

અમરેલી જિલ્લામાં લગભગ ચાર વર્ષ સુધી જિલ્લા પોલીસ વડા તરીકે અલગ છાપ છોડનાર નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિમણૂક કરવામાં આવતા બૂટલેગરો, જુગારીઓની ઊંઘ હરામ થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અંતર્ગત દારૂ, જુગાર, વરલી મટકા, સટ્ટા જેવી ગેર કાનૂની પ્રવૃત્તિઓ આવતી હોવાથી પોલીસ પોલીસ સફાળી જાગી છે. જેની અસર ગાંધીનગર જિલ્લામાં જોવા મળી હતી.
નિર્લિપ્ત રાય દ્વારા ગેર કાનૂની પ્રવૃત્તિઓની જાણ કરવા નંબર જારી કરાતા બૂટલેગરો, જુગારીઓની ઊંઘ તો હરામ થઇ ગઇ છે પણ પોલીસની ઊંઘ પણ ઉડી ગઇ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, ગુજરાત પોલીસ

આગામી સમાચાર