Home /News /gujarat /

ગાંધીનગરમાં 9 વર્ષની ભત્રીજીએ મોબાઇલમાં ગેમ રમતાં રમતાં કાકાના આપઘાતનો ઉકેલ્યો ભેદ

ગાંધીનગરમાં 9 વર્ષની ભત્રીજીએ મોબાઇલમાં ગેમ રમતાં રમતાં કાકાના આપઘાતનો ઉકેલ્યો ભેદ

રિયાએ પોપટ રાવલને જણાવ્યું કે, તેણી કેતનના ફોનમાં ગેમ રમતી હોવાથી તેણી ફોનનો પાસવર્ડ જાણતી હતી. (પ્રતિકાત્મક તસવીર)

Crime news: રિયાએ પોપટ રાવલને જણાવ્યું કે, તેણી કેતનના ફોનમાં ગેમ રમતી હોવાથી તેણી ફોનનો પાસવર્ડ જાણતી હતી. તેણીએ ફોન ઓપન કર્યો અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ પરિવાર સમક્ષ કર્યો હતો.

ગાંધીનગર (Gandhinagar)ના એક ગામની નવ વર્ષની બાળકીએ તેના 24 વર્ષિય કાકાની આત્મહત્યા પાછળનું રહસ્ય (Niece Unlocks Mystery of Uncle's Suicide) ખોલતા ચકચાર મચી છે. બાળકી તેના કાકાના ફોનમાં ગેમ રમતી, તેથી તેને ફોનનો પાસવર્ડ ખબર હતી. એક દિવસ બાળકીએ ગેમ રમવા માટે ફોનને અનલોક કર્યો. ત્યારે ફોનની તપાસ કરતા પરીવાર સામે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃતકના પરીવારને ફોનમાંથી જાણવા મળ્યું કે તેને છત્રાલના એક શખ્સ દ્વારા સતત ધમકાવવામાં (threatened by a man from Chhatral) આવી રહ્યો હતો.

શું છે સમગ્ર મામલો?

સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, 14 એપ્રિલની રાત્રે ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાનો મોખાસણ ગામનો રહેવાસી 24 વર્ષિય કેતન રાવલ તેનું ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને બીજા દિવસે સવાર સુધી પરત ફર્યો નહોતો. બીજા દિવસે ચિંતાગ્રસ્ત પરિવારે યુવાનની શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો તેને શોધી રહ્યા હતા અને 15 એપ્રિલના રોજ અચાનક કેતનની ભાભીએ તેને ભાદોળ ગામમાં એક ઝાડ પર ગળેફાંસો ખાઇ લટકતી હાલતમાં જોયો હતો. આ દ્રશ્ય જોઇને પરિવાર પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

બનાવને પગલે કેતનના પિતા પોપટ રાવલે તાત્કાલિક પોલીસને જાણ કરતા કલોલ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે કેતનનો મૃતદેહ પીએમ અર્થે ખસેડ્યો હતો. ત્યાર બાદ કેતનના પરિવારે તેની અંતિમ વિધિ કરી હતી. પોલીસે કેતનની આત્મહત્યાને આકસ્મિક મોત ગણાવ્યું હતું અને સ્યુસાઇડ નોટ અને અન્ય પુરાવાઓ શોધવાની દિશામાં તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો - રજાની મજા બની મોતની સજા! સુરતના ડુમસ બીચમાં 17 વર્ષીય સગીરાનું ડુબી જતાં મોત, પરિવારમાં આક્રંદ

9 વર્ષની બાળકીએ કર્યો આત્મહત્યાનો પર્દાફાશ

17 એપ્રિલના રોજ જ્યારે કેતનની શોકસભા યોજાવાની હતી, ત્યારે તેની નવ વર્ષની ભત્રીજી રીયાએ પોપટ રાવલ (મૃતકના પિતા)ને જણાવ્યું કે, કેતનને છત્રાલના વિષ્ણુજી ઠાકોર દ્વારા ધમકાવવામાં આવી રહ્યો હતો. રિયાએ પોપટ રાવલને જણાવ્યું કે, તેણી કેતનના ફોનમાં ગેમ રમતી હોવાથી તેણી ફોનનો પાસવર્ડ જાણતી હતી. તેણીએ ફોન ઓપન કર્યો અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ પરિવાર સમક્ષ કર્યો હતો.

આ ખુલાસા બાદ પોલીસ સ્ટેશનમાં કરાયેલી FIR અનુસાર, પરીવારે ફોન તપાસતા જાણવા મળ્યું કે, વિષ્ણુજી ઠાકોર કેતનને સતત ડરાવી ધમકાવી રહ્યો હતો. કારણ કે, તેને શંકા હતી કેતન અને તેની પુત્રી વચ્ચે પ્રેમસંબંધ છે. કેતનના પરિવારને આ અંગે ફોનમાંથી અમુક ઓડિયો રેકોર્ડિંગ્સ પણ મળ્યા હતા, જેમાં ઠાકોર કેતનને અને પરિવારને મારી નાંખવાની અને ગામમાં તેની બદનામી કરવાની ધમકી આપી રહ્યો હતો.

આ પણ વાંચો - ગાંધીનગરમાં 9 વર્ષની ભત્રીજીએ મોબાઇલમાં ગેમ રમતાં રમતાં કાકાના આપઘાતનો ઉકેલ્યો ભેદ

પોપટ રાવલે પોલીસને જણાવ્યું કે, ઠાકોરે 14 એપ્રિલના રોજ કેતનને 15 ફોન કોલ્સ કર્યા હતા અને ધમકાવ્યો હતો, જે બાદ કેતન ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને આત્મહત્યા કરી હતી.

ફોનમાંથી સામે આવેલા પુરાવાઓને ધ્યાનમાં રાખીને કલોલ પોલીસે સમગ્ર બનાવ અંગે ઠાકોર સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાની ફરીયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Mystery, ગાંધીનગર, ગુજરાત

આગામી સમાચાર