Home /News /gujarat /ગુજરાતમાં આકાશમાંથી વધુ એક ‘રહસ્યમય’ ગોળો પડ્યો! જાણો આ અંગે શું કહી રહ્યા છે ખગોળશાસ્ત્રી

ગુજરાતમાં આકાશમાંથી વધુ એક ‘રહસ્યમય’ ગોળો પડ્યો! જાણો આ અંગે શું કહી રહ્યા છે ખગોળશાસ્ત્રી

આકાશમાંથી ગોળા વિવિધ વિસ્તારમાં કેવી રીતે પડી રહ્યા છે

Gujarat latest News: રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે જ પરંતુ તેઓ એ પણ જાણવા ઉત્સુક છે કે ખરેખર આ વસ્તુ શું છે?

  ગાંધીનગર : રાજ્યમાં (Gujarat) હાલ ધાતુના ગોળા પડવાનું રહસ્ય (mystery in Gujarat) દિવસેને દિવસે ઘેરાતુ જાય છે. ત્યારે આણંદ અને ખેડા જિલ્લા બાદ વડોદરા અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આકાશમાંથી ધાતુના ગોળા પડતા લોકોમાં વધુ કુતૂહલ સર્જાયુ છે. આકાશમાંથી એક જ પ્રકારના ગોળા વિવિધ વિસ્તારમાં કેવી રીતે પડી રહ્યા છે તે અંગે પોલીસ અને FSLની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ડર તો છે જ પરંતુ તેઓ એ પણ જાણવા ઉત્સુક છે કે ખરેખર આ વસ્તુ શું છે?

  12 મેના રોજ ગુજરાતના ત્રણ સ્થળો ભાલેજ (Bhalej), ખંભોળાજ (Khambholaj) અને રામપુરા (Rampura) પર શંકાસ્પદ કાટમાળના ટુકડા "અવકાશમાંથી પડતા" ગ્રામજનોમાં ભારે કૂતુહલ સર્જાયું હતુ. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 12 મેના રોજ સાંજે લગભગ 4.45 વાગ્યે આણંદના ભાલેજ ગામમાં "આકાશમાંથી" લગભગ પાંચ કિલોગ્રામ વજનનો પહેલો એક મોટો, કાળી ધાતુનો ગોળો પડ્યો. ત્યારબાદ અન્ય બે ગામો – ખંભોળજ અને રામપુરામાં આવા જ સમાન બે ટુકડાઓ (fragments of suspected debris fell from space) પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, ત્રણેય ગામો 15-કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા છે, જેમાં કાટમાળનો એક ટુકડો ચીમનભાઈના ખેતરમાં પડ્યો હતો. સદનસીબે, કોઈને ઈજા થઈ ન હતી. 14 મેના રોજ, ભાલેજથી લગભગ 8 કિમી દૂર આણંદના ચકલાસી ગામમાં સમાન ગોળ આકારનો કાટમાળ (sphere-shaped debris was reported at Chaklasi) જોવા મળ્યો હતો.

  શું હોઇ શકે છે આ શંકાસ્પદ વસ્તુઓ?

  ભારતીય સત્તાધીશોએ તે શું હોઈ શકે છે તે અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. હાર્વર્ડ સ્મિથસોનિયન સેન્ટર ફોર એસ્ટ્રોફિઝિક્સ ખાતે ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલે ટ્વીટ કર્યું હતું કે તે સંભવતઃ ચાંગ ઝેંગ 3B સીરીયલ Y86 - ચીનના ઓર્બિટલ લોન્ચ વ્હીકલના પુનઃપ્રવેશનો કાટમાળ હોઈ શકે છે.

  ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં મેકડોવેલે જણાવ્યું હતું કે, યુએસ સ્પેસ ફોર્સના ડેટાના આધારે આ ઑબ્જેક્ટ "તે દિવસે (મે 12) એકમાત્ર રી-એન્ટ્રી છે, જે ભારતની નજીક ક્યાંક પડ્યો હતો." Aerospace.org એ પણ એવી જ આગાહી કરતા કહ્યું હતું કે, લોન્ચ વ્હીકલ 12 મેના રોજ સવારે 10.37 વાગ્યે (IST) પૃથ્વીના અવકાશમાં ફરી પ્રવેશ કરશે.

  મેકડોવેલે વધુમાં જણાવ્યું કે, “સમસ્યા એ છે કે વાતાવરણીય ડ્રેગના કારણે ભ્રમણકક્ષા ઝડપથી બદલાઈ રહી હતી. તેથી આપણી પાસે આવેલું છેલ્લું સ્પેસ ફોર્સ ઓર્બિટ કેટલાક કલાકો જૂનું હતું. તેથી તે કક્ષાનું પ્રક્ષેપણ અંતરિક્ષના માધ્યમથી પોતાની જગ્યાના સંદર્ભમાં વિશ્વનીય છે. પરંતુ રોકેટની તેના માર્ગ પરની સ્થિતિ અનિશ્ચિત રહી છે, અને જો તે પાંચ મિનિટ મોડું થાય છે, તો પૃથ્વી 5 મિનિટ સુધી ભ્રમણકક્ષાની નીચે ફેરવાઈ ગઇ હશે, જે તે સમયના સમાન 0.25 ડિગ્રી બરાબર છે. જેમ કે, અનુમાનિત જમીનનું સ્થાન પણ તે મુજબ બદલાય છે.”

  ગુજરાતના આણંદ જિલ્લા કલેક્ટર એમ વાય ડાક્સિનીએ જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમ નમૂનાઓની તપાસ કરી રહી છે અને જિલ્લા કલેક્ટર કચેરી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (એસએસી) સાથે સંપર્કમાં છે, જેથી કાટમાળ સેટેલાઇટ અથવા રોકેટનો છે કે કેમ તે જાણી શકાય.

  શું છે અવકાશી કાટમાળ?

  અવકાશના કાટમાળમાં કુદરતી અવકાશી ભંગાર જેવા કે ઉલ્કાપિંડ, અથવા માનવસર્જિત કાટમાળનો સમાવેશ થાય છે, જેમાં નાશ પામેલા અવકાશયાન અને ઉપગ્રહો, પેલોડ્સ છોડનારા રોકેટના તબક્કાઓ, મૃત ઉપગ્રહો, ઉપગ્રહ વિસ્ફોટો અને અથડામણોનો સમાવેશ થઈ શકે છે.

  નાસાના જણાવ્યા અનુસાર, "10 સેમીથી મોટા 25,000થી વધુ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે, તે અવકાશી ભંગાર તરીકે ઓળખાય છે અને 1થી 10 સે.મી.ના વ્યાસના પદાર્થોની અંદાજિત સંખ્યા આશરે 500,000 છે. નાસાના અંદાજ મુજબ, જાન્યુઆરી 2022 સુધીમાં પૃથ્વીની પરિક્રમા કરતા પદાર્થોની માત્રા 9,000 મેટ્રિક ટનથી વધુ હતી.

  શું છે ચાંગ ઝેંગ 3B સિરિયલ Y86?

  ચાંગ ઝેંગ 3બી, જે સામાન્ય રીતે સીઝેડ 3બી તરીકે ઓળખાય છે, તે ચીનનું ભ્રમણકક્ષા પ્રક્ષેપણ યાન છે, જે ભારતના જીએસએલવી અથવા પીએસએલવી જેવું જ છે. 'લોંગ માર્ચ' રોકેટ એ ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા સંચાલિત કેરિયર રોકેટ્સનો ભાગ છે, જે ઉપગ્રહો અથવા પેલોડ્સનું વહન કરે છે. આ મોડેલે 84 જેટલી ઉડાનોનું ભરી છે, જેમાંથી છેલ્લી ફ્લાઇટ એપ્રિલ 2022માં કોમ્યુનિકેશન ઉપગ્રહોનું વહન કર્યુ છે. Y86એ 78માં ફ્લાઇટ મિશનનો નક્કી સીરીયલ નંબર સૂચવે છે. આ મિશન 9 સપ્ટેમ્બર, 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું, જે 5,500 કિલોના ચાઇનાસેટ 9 બી કમ્યુનિકેશન સેટેલાઇટને ભૌગોલિક સ્થિર પરિવહન ભ્રમણકક્ષામાં લઈ જશે.

  સામાન્ય રીતે, રોકેટનો પ્રથમ અને બીજો તબક્કો એક અઠવાડિયા કે તેથી વધુ સમયમાં ઉડાન ભર્યા પછી પૃથ્વી પર પરત ફરે છે, કારણ કે આ સ્ટેજ ઓછી ઊંચાઇએ રીલીઝ થાય છે. આવા કિસ્સાઓમાં ફરીથી પ્રવેશ પછી ધ્યાન રાખવામાં આવે છે કે, તે વસ્તીવાળા વિસ્તારને અસર ન કરે અને નુકસાન પહોંચાડે. સામાન્ય રીતે ત્રીજા તબક્કામાં ઉપગ્રહને જરૂરી ભ્રમણકક્ષામાં મુક્ત કરવામાં આવે છે. અને તે માનવ દ્વારા નિયંત્રિત કરી શકાતા ન હોવાથી પૃથ્વી તરફ પરત ફરે છે. લોંગ માર્ચ 3B Y86 રોકેટ પ્રક્ષેપણનો આ ત્રીજો તબક્કો હોવાથી તે હવે પૃથ્વી તરફ ફરીથી પ્રવેશ કરી રહ્યા હોવાની આશંકા છે, જેના કારણે ગુજરાતમાં કાટમાળ પડી રહ્યો છે.

  કુદરતી અને માનવ-નિર્મિત કાટમાળ દ્વારા કરાયેલી અસરમાં તફાવત

  અવકાશી ભંગારના મોટા ભાગના ટુકડાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ બળીને ખાખ થઈ જાય છે, આ પ્રક્રિયા પૃથ્વીની સપાટીથી 100 કિ.મી. 20 કિ.મી.ની ઊંચાઈએથી શરૂ થાય છે. જો કે, કેટલીક વખત ખૂબ જ ભારે ટુકડાઓ સંપૂર્ણપણે બળી શકતા નથી અને પદાર્થનો કેટલોક ભાગ તેને સપાટી પર નીચે લાવી શકે છે, અથવા તો લેન્ડમાસ અથવા વોટરબોડી સાથે અથડાય છે.  માનવસર્જિત કાટમાળના કિસ્સાઓમાં તે ઘણીવાર ટુકડાઓમાં વિભાજિત થાય છે, આમ ભાગ્યે જ મોટા પાયે અસર પેદા કરે છે. તે સામાન્ય રીતે કુદરતી કાટમાળ હોય છે જેમ કે એસ્ટરોઇડ્સ અને ઉલ્કાપિંડ, જો તે લેન્ડમાસ સાથે અથડાય છે તો પ્રમાણમાં મોટા પાયે ખાડાઓ કરે છે.

  આ પણ વાંચો - Gujarat Election 2022: 182 વિધાનસભા બેઠકો માટે ગુજરાત ભાજપની બે દિવસીય ચિંતન શિબિર, આ મુદ્દાઓ પર ચર્ચા

  અવકાશી કાટમાળને કઇ રીતે કરાય છે ટ્રેક?

  અવકાશના કાટમાળને ટ્રેક કરવો એ ઘણા ખગોળશાસ્ત્રીઓ માટે રસનું ક્ષેત્ર બની ગયું છે. ઉદાહરણ તરીકે નાસા કહે છે કે, "યુએસ સ્પેસ સર્વેલન્સ નેટવર્ક દ્વારા મોટા ભ્રમણકક્ષાના ભંગાર (> 10 સે.મી.)ને નિયમિતપણે ટ્રેક કરવામાં આવે છે કારણ કે 3 મીમી જેટલા નાના પદાર્થોને જમીન-આધારિત રડાર દ્વારા શોધી શકાય છે. તેમની સંખ્યાના આંકડાકીય અંદાજ માટે આધાર પૂરો પાડે છે.” પૃથ્વીની ભ્રમણકક્ષાના નીચલા ભાગોમાં (2,000 કિ.મી.થી નીચે) કાટમાળ પૃથ્વી પર લગભગ 7-8 કિ.મી.ની ઝડપે પ્રતિ સેકંડની ઝડપે ફરે છે. જો કે, અન્ય અવકાશી પદાર્થ સાથે ભ્રમણકક્ષાના કાટમાળની સરેરાશ અસર ગતિ આશરે 10 કિ.મી./સેકન્ડ હોય છે, અને તે લગભગ 15 કિ.મી./સેકન્ડ સુધી જઈ શકે છે, જે બુલેટની ઝડપ કરતા 10 ગણી વધારે હોય છે.

  નાસાના ઓર્બિટલ કાટમાળ પ્રોગ્રામ ઓફિસના જણાવ્યા અનુસાર, "2007માં ચીન દ્વારા ફેંગયુન-1સી હવામાન ઉપગ્રહનો ઇરાદાપૂર્વકનો નાશ કરવામાં આવ્યો હતો અને 2009માં અમેરિકન સંચાર ઉપગ્રહ, ઇરિડિયમ-33 અને નિવૃત્ત રશિયન અવકાશયાન, કોસ્મોસ -2251ની આકસ્મિક અથડામણથી ભ્રમણકક્ષામાં મોટા કાટમાળની સંખ્યામાં ઘણો વધારો થયો હતો.

  આ પણ વાંચો: Explained: 24 વર્ષ પહેલા થયું હતું પોખરણ 2 પરીક્ષણ, કેમ આજે પણ છે મહત્વનું

  ભૂતકાળમાં પણ બની છે આવી ઘટનાઓ

  ભારતમાં આ વર્ષે એપ્રિલમાં આવી જ એક ઘટના નોંધાઈ હતી, જ્યારે છ ધાતુના ગોળા અને ધાતુની રીંગ જે ચીનના લોંગ માર્ચ 3બી રોકેટની હોવાની પણ શંકા છે, તે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં આકાશમાંથી પડી હતી.

  એક ઘટના જે અવકાશના કાટમાળને કારણે થયેલા નુકસાન દર્શાવે છે તે ફેબ્રુઆરી 1996ની છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, લોંગ માર્ચ 3બી રોકેટ લોન્ચની નિષ્ફળતાને કારણે ઉપગ્રહના પેલોડ, યુએસ-નિર્મિત ઇન્ટેલસેટ 708નો કાટમાળ, ઉડાન ભર્યાની થોડી મિનિટો પછી આકાશમાંથી પડી ગયો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા અને 57 અન્ય લોકો ઘાયલ થયા હતા.

  અવકાશના કાટમાળને કારણે નુકસાનની પ્રથમ ઘટના 1978માં યુએસએસઆર (USSR) ના પરમાણુ ઊર્જાથી સંચાલિત કોસ્મોસ 954 ઉપગ્રહના ક્રેશ થયા બાદ બની હતી, જે ટેક-ઓફના લગભગ ચાર મહિના બાદ કેનેડામાં પડી ગયો હતો.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Explain, OMG, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन