બનાસકાંઠા : પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, મિત્ર પ્રકાશ ઠાકોર જ નીકળ્યો હત્યારો

બનાસકાંઠા : પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, મિત્ર પ્રકાશ ઠાકોરે કરી હત્યા

Banaskantha news- આરોપીઓ પકડાઈ ન જાય તે માટે લાશને કેનાલમાં ફેંકી નાસી ગયા હતા

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં (Banaskantha)ગઢ પાસે કેનાલમાં થયેલી યુવકની હત્યાનો (Murder)ભેદ બનાસકાંઠા (Murder in Banaskantha) જિલ્લા એલસીબીએ ગણતરીના કલાકોમાં જ ઉકેલી દીધો છે. પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઈ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે હત્યારા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી અને ગુનામાં વપરાયેલ ગાડી સહિત 2.56 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ શરૂ કરી છે.

    પાલનપુર તાલુકાના ગઢ પાસે પસાર થતી કેનાલમાંથી આજે વહેલી સવારે એક યુવકની લાશ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ યુવકની હત્યા થઇ હોવાનું માલુમ પડતાં જ પોલીસે અજાણ્યા મૃતકના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. તપાસ કરતા આ યુવક ડીસાના વિરેન પાર્કમાં રહેતો જગદીશ ઉર્ફે જીગર વિષ્ણુભાઈ રામાનંદ હોવાનું જાણવા મળતા પોલીસે તેની લાશ પરિવારજનોને સોંપી તેના હત્યારાઓને શોધવા માટે તપાસ શરૂ કરી હતી.

    આ પણ વાંચો - સુરત : મિકેનિકલ એન્જિનિયરની પત્નીએ આપઘાત કર્યો, પતિ ચારિત્ર્ય પર શંકા રાખી ઝઘડા કરતો હતો

    મૃતકની નાનામાં નાની વિગતો, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્શિસના આધારે તપાસ કરતાં તેના મિત્રએ જ પ્રેમ પ્રકરણ મામલે હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં તપાસ કરતા મૃતક જગદીશ રામાનંદી અને ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એકબીજાના મિત્રો હતા. બે વર્ષ અગાઉ મૃતક જગદીશ આ ગુનાના મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ શંકરજી ઠાકોરની પ્રેમિકાની દીકરીને ભગાડીને લઈ ગયો હતો. જોકે પાછળથી તેઓ મળી આવતા સમાધાન થયું હતું પરંતુ આ પ્રેમ પ્રકરણની અદાવત રાખી પ્રકાશ ઠાકોરે તેના અન્ય ત્રણ મિત્રો ભરત ઉર્ફે રૂડો ઘેમરજી ઠાકોર, અંકિત ઉર્ફે બંટી સુભાસભાઈ યાદવ અને રાકેશ હસમુખલાલ ખત્રી સાથે મળી મૃતક જગદીશનું ભોંયણ ગામ પાસેથી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ માર મારી તેની હત્યા કરી હતી.

    આરોપીઓ પકડાઇ ન જાય તે માટે લાશને સામઢી ગામ પાસે કેનાલમાં ફેંકી ત્યાંથી આ હત્યારાઓ નાસી ગયા હતા. જોકે જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આ હત્યાનો ગુનો ઉકેલી દીધો છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. હત્યામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લઇ ફરાર મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરની શોધખોળ હાથ ધરી છે.
    Published by:Ashish Goyal
    First published: