ન્યૂઝ 18 ગુજરાતી : વડાપ્રધાન મોદીના માતા હિરાબા મતદાન કરવા માટે ગાંધીનગર નજીક આવેલા રાયણસ ખાતે પહોંચ્યા હતા. સવારે પુત્ર નરેન્દ્રને આશિર્વાદ આપ્યા બાદ માતા હિરાબા ગાંધીનગર લોકસભા બેઠક માટે મતદાન કરવા માટે પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં હિરાબાના મતદાનની તસવીર સમગ્ર વિશ્વમાં વાયરલ થઈ હતી. ગત ચૂંટણીમાં હિરા બા ઓટો રીક્ષામાં બેસીને મત દેવા માટે પહોંચ્યા હતા જોકે, આ વખતે હિટ વેવની આગાહી અને હિરાબાની તબિયતની અનુકૂળતાને જોતે તેમને કારમાં લઈ જવામાં આવ્યા હતા. હિરાબા સાથે પીએમ મોદીના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત હતા. હિરાબાએ મોટી ઉંમરે પણ મતદાન આપીને લોકોને મત આપવા જવાનો મેસેજ આપ્યો હતો.
વહેલી સવારે વડાપ્રધાન મોદી રાજભવનથી સુરક્ષા કાફલાની વચ્ચે માતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. માતા હિરાબાએ પીએમ મોદીને પાવાગઢની માતાજીની ચુંદડી અને માતાજીને ચડાવેલી સાડી પ્રસાદમાં શ્રીફળ સાથે આપી હતી. હિરાબાએ પીએમ મોદીને લાપસી ખવરાવી શુકન કરાવ્યા હતા અને ચૂંટણીમાં ફરીથી વિજયી બની વડાપ્રધાન બનાવાના આશિર્વાદ આપ્યા હતા.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર