આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના (Banaskantha) બાપલા ગામે (Bapla village)વીજ કરંટ (electric shock)લાગતા માતા-પુત્રીના મોત (Mother daughter death) થયા હોવાની ઘટના સામે આવી છે. કપડાં સૂકવતી વખતે કરંટ લાગતા પુત્રીને બચાવવા જતાં માતાનું પણ કરુણ મોત નીપજ્યું હતું. માતા-પુત્રીના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.
ધાનેરા (Dhanera)તાલુકાના બાપલા ગામમાં લુહાર પરિવારમાં એક કરૂણ ઘટના બની છે. બાપલા ગામે રહેતા રઘાભાઈ લુહાર ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પુત્રી રંજન બપોરના સમયે કપડા સુકવી રહી હતી. લોખંડના તારમાં અર્થીન્ગના કારણે કરંટ પસાર થઈ રહ્યો હતો અને તે જ સમયે કપડા સૂકવવા જતા પુત્રી રંજનને વીજ કરંટ લાગતા તેણે ચીસાચીસ કરી હતી. જેથી તેની માતા પ્યારીબેન પણ પુત્રીને બચાવવા માટે દોડી આવી તેને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પુત્રીની સાથે માતાને પણ વીજ કરંટનો ઝટકો લાગતા બંનેના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.
માતા-પુત્રીની બુમો સાંભળી તેના પરિવારજનો અને આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. માતા પુત્રીના મોતથી લુહાર પરિવારમાં માતમ છવાયો હતો.
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં વીજકરંટના કારણે છ લોકોના મોત
ઉલ્લેખનીય છે કે ડીસામાં પણ બે દિવસ અગાઉ વીજ કરંટ લાગતા એક વીજ કર્મચારીનું મોત થયું હતું. જ્યારે પાલનપુર તાલુકાના ગઠામણ ગામે પણ ખેતરની વાડને અડતા વીજ કરંટ ગયો હતો અને માતા અને પુત્રના કરુણ મોત નીપજ્યા હતા. તેમણે પોતાના ખેતરમાં ભૂંડ સહિતના પશુઓ ના પ્રવેશે અને પાકને કોઈ નુકસાન ના પહોંચાડે તે માટે એક ઝટકા મશીન લગાવ્યું હતું. આ ઝટકા મશીનના સંપર્કમાં તેમના પુત્રવધૂ અને બે બાળકો આવી ગયા હતા. તમામનાં મોત થયાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. કોકીલાબેન ભાવેશભાઈ જગાણીયા (ઉં.વ. 40), જૈમિન જગાણીયા (ઉંમર વર્ષ- 12), વેદુ જગાણીયા (ઉંમર વર્ષ- 10)નું મોત થયું હતું. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં વીજકરંટના કારણે છ લોકોના મોત છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર