આનંદ જયશ્વાલ, બનાસકાંઠાઃ ચૂંટણી આવતા જ એક પછી ટોચના નેતાઓ પાર્ટી છોડતા કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે. એવામાં કોંગ્રેસ માટે રાહતના સમાચાર આવ્યા છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ કોંગ્રેસમાં જોડાયા છે. આ સરપંચોએ અહીંના કોંગ્રેસના લોકસભા સીટના ઉમેદવાર ભટોળને જીતાડવા માટે હાંકલ કરી છે.
બનાસકાંઠના પાલનપુર તાલુકાના લીલીવાડી ખાતે કોંગ્રેસનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકાના 57 ગામના સરપંચ એક સાથે કોંગ્રેસમાં જોડાયાની જાહેરાત કરવામાં આવી. પાલનપુરના ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આ તમામ સરપંચ કોંગ્રેસમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઉમેદવાર ભટોળને જીતાડવાની હાંકલ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે એક તરફ ગુજરાત કોંગ્રેસમાંથી ધારાસભ્ય કક્ષાના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યાં છે. થોડા સમય પહેલા જ ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેતા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ પડી ભાંગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ પાલનપુરમાં 57 ગામના સરપંચના કોંગ્રેસમાં જોડાવાથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં નવો વણાંક આવ્યો છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર